Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન-અમેરિકા વચ્ચે 2 સપ્તાહનું સીઝફાયર:40મા દિવસે યુદ્ધ અટક્યું; ટ્રમ્પે કહ્યું- PAK પીએમ અને આર્મી ચીફની અપીલ બાદ નિર્ણય

    2 days ago

    ઈરાન અને અમેરિકા 2 અઠવાડિયાના સીઝફાયર (યુદ્ધવિરામ) પર સંમત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર 2 અઠવાડિયા માટે હુમલા રોકવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ઈરાન તરફથી તાત્કાલિક હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) ખોલવાની શરતે હું બોમ્બમારો અને હુમલા બે અઠવાડિયા માટે સ્થગિત કરવા સંમત થયો છું. ટ્રમ્પે કહ્યું, “મેં આ નિર્ણય પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીરની અપીલ બાદ લીધો છે. અમને ઈરાન તરફથી 10 મુદ્દાનો પ્રસ્તાવ મળ્યો છે. બંને દેશો વચ્ચેના તમામ વિવાદાસ્પદ મુદ્દાઓ પર સહમતી બની ગઈ છે. આગામી બે અઠવાડિયા સમજૂતીને અંતિમ રૂપ આપવા અને તેનો અમલ કરવા માટે જરૂરી રહેશે.” ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે જણાવ્યું કે હવે પછીની વાતચીત 11 એપ્રિલથી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં થશે. ઈરાને બે અઠવાડિયા માટે હોર્મુઝ ખોલવાની જાણકારી આપી અને પોતાના નાગરિકોને કહ્યું કે આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય એકતા જાળવી રાખવી અને જીતનો ઉત્સવ પૂરી તાકાત સાથે ચાલુ રાખવો. પાકિસ્તાનના વડાપ્રધાને X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે તેમણે ટ્રમ્પને ઈરાનને આપવામાં આવેલી ડેડલાઇન બે અઠવાડિયા માટે વધારવા અપીલ કરી છે. શહેબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાને ઈરાનને બે અઠવાડિયા માટે હોર્મુઝ ખોલવાની અપીલ કરી છે, જેથી તેને સદ્ભાવનાના સંકેત તરીકે જોવામાં આવે. ટ્રમ્પે ‘ઈરાની સભ્યતા ખતમ થઈ શકે’ એવી ધમકી ઉચ્ચારી હતી અગાઉ મંગળવારે ઈરાન સંકટ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાને લઈને લાવવામાં આવેલો પ્રસ્તાવ પસાર થઈ શક્યો નહોતો. રશિયા અને ચીને આ પ્રસ્તાવ પર વીટો કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, આ પ્રસ્તાવમાં કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહીની વાત કરવામાં આવી નહોતી. આ પ્રસ્તાવ બહેરીન તરફથી લાવવામાં આવ્યો હતો. અલ જઝીરાના અહેવાલ મુજબ, છેલ્લા બે અઠવાડિયામાં આ પ્રસ્તાવને અંદાજે 6 વખત બદલવામાં આવ્યો હતો, કારણ કે ઘણા દેશો તેના કેટલાક ભાગો સાથે સહમત નહોતા. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાની સભ્યતા ખતમ થઈ શકે છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે આજે રાત્રે વિશ્વના લાંબા અને જટિલ ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ક્ષણના સાક્ષી બનીશું. ટ્રમ્પની ધમકી પર સાઉથ આફ્રિકા સ્થિત ઈરાની દૂતાવાસે વળતો જવાબ આપ્યો હતો. ઈરાને કહ્યું કે અમેરિકા અને તેના સાથી દેશોને ઈરાનની પ્રાચીન સભ્યતા તરફથી એવો જવાબ મળશે, જેને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. ઈરાન યુદ્ધ સંબંધિત વધુ અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    KVS Admissions 2026 Lottery Results Today: Where to check, important dates, instructions for parents
    Next Article
    Editor's View: યુદ્ધ પર બ્રેક-હોર્મુઝ ખૂલશે:ડેડલાઇન પહેલાં જ ટ્રમ્પે કરી જાહેરાત, ઇરાને 10 શરતો મૂકી, શુક્રવારે પાકિસ્તાનમાં શાંતિમંત્રણા, શાહબાઝ-મુનીર પર અમેરિકા ઓળઘોળ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment