Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂડ વિભાગના 2 મહિનામાં 40 પેઢીઓમાં દરોડા‎:તમારી થાળીમાં પીરસાય તે પહેલાં જ ઝેર ઝડપાયું; 3015 કિલો સડેલી કેરી, 775 કિલો રસનો નાશ!

    3 days ago

    ઉનાળાની સિઝનમાં કેરીના રસ અને ઠંડા ખાદ્યપદાર્થોની વધતી માંગ વચ્ચે મહેસાણા જિલ્લા ફૂડ વિભાગે ભેળસેળ અને અખાદ્ય ખોરાક સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા બે મહિનામાં કરાયેલી તપાસ દરમિયાન હજારો કિલો બગડેલી કેરી અને તેમાંથી બનાવેલો રસ બજારમાં પહોંચે તે પહેલાં જ નાશ કરવામાં આવ્યો હતો. જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગની ટીમે છેલ્લા બે મહિનામાં કેરીનો રસ, આઇસ્ક્રીમ, શ્રીખંડ અને અન્ય ઠંડા ખાદ્યપદાર્થોનું ઉત્પાદન તથા વેચાણ કરતી 40 જેટલી પેઢીઓમાં દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન સોફ્ટ ડ્રિંક, શરબત, શેરડીનો રસ, કેરીનો રસ, આઇસ્ક્રીમ, મઠો, શ્રીખંડ, પેપ્સી, ચોકલેટ સીરપ અને મેંગો મિલ્ક શેક સહિતની 44 વસ્તુઓના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ દરમિયાન 3015 કિલો બગડેલી કેરી, 775 કિલો કેરીનો રસ, 51 લિટર આઇસ્ક્રીમ, 250 કિલો મેંગો મિલ્ક શેક, 120 લિટર પેપ્સી અને 30 કિલો ચોકલેટ સીરપનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. કેટલાક એકમો સામે કાર્યવાહી કરી તેની કામગીરી પણ બંધ કરાવી દેવામાં આવી હતી. બગડેલો રસ કેવી રીતે ઓળખશો? ફૂડ અધિકારી વિપુલ ચૌધરીના જણાવ્યા મુજબ, તૈયાર રસ ખરીદ્યા બાદ થોડો સમય બહાર રાખવાથી તેની ગુણવત્તાનો અંદાજ આવી શકે છે. જો રસમાંથી ખટાશ કે અસામાન્ય દુર્ગંધ આવતી હોય અથવા પીતી વખતે જીભમાં ચચરાટ અનુભવાય તો તે રસ બગડેલો હોઈ શકે છે. ભેળસેળની ફરિયાદ હવે મોબાઇલથી કરો ભેળસેળયુક્ત અથવા અખાદ્ય ખાદ્યપદાર્થ અંગેની ફરિયાદ લોકો ફૂડ સેફ્ટી કનેક્ટ એપ્લિકેશન મારફતે કરી શકે છે. ફરિયાદ મળતા ફૂડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરે છે.
    Click here to Read More
    Previous Article
    21 જૂનના રોજ સવારે 9 થી પ્રતિબંધાત્મક આદેશ જાહેર કર્યા‎:ગીર સોમનાથ જિલ્લામાં રી-નીટની પરીક્ષાની તૈયારીને લઈ બેઠક મળી
    Next Article
    Indian Firms Facing Big Talent Shock As 73% Women Quit Jobs After Childbirth

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment