Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ ખોલાયા:મોરબી-માળિયાના 29 ગામોને એલર્ટ

    1 day ago

    મોરબીના મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલીને 18,578 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ ડેમમાંથી મોરબી શહેર તેમજ મોરબી અને માળિયા તાલુકાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. પાણી છોડતા પહેલા સિંચાઈ વિભાગ દ્વારા 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ડેમના ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની વિપુલ આવક થઈ હતી. શુક્રવારે સવારથી શનિવારે સવાર સુધી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે ડેમ 100 ટકા ભરાઈ ગયો. સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે 6 વાગ્યે મચ્છુ 2 ડેમમાં 1256 MCFT પાણી હતું, જે તેની ક્ષમતાના 40% હતું. જોકે, શનિવારે સવારે 6 વાગ્યે ડેમ તેની પૂર્ણ સપાટી 3104 MCFT સુધી 100% ભરાઈ ગયો હતો. માત્ર 24 કલાકમાં ડેમમાં કુલ જળ જથ્થાના 60% જેટલો પાણીનો જથ્થો આવ્યો હતો. ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નદીના પટમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમજ નદીના પટમાં કોઈ વ્યક્તિએ અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી હતી. સિંચાઈ વિભાગ દ્વારા જે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમાં જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર નદી, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, વીરવિદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળીયા મીયાણાનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    AI can guide forest restoration, but challenges remain: Indian Forest Service officer Pushpendra Rana
    Next Article
    NIA files chargesheet against UP tailor arrested in Gujarat’s Navsari

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment