Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે પુલ પર ટ્રેકમાં ઊંટ ફસાતા 2 ટ્રેન રદ-4 લેઇટ:4 કલાકે દોરડા-પટ્ટા બાંધી JCBથી ઊંચકી રેસ્ક્યૂ; પોરબંદરમાં હજારો મુસાફરો રઝળ્યા

    3 days ago

    પોરબંદરમાં વાંસજાળીયા-રાણાવાવ સેક્શન વચ્ચે રેલવે પુલ પર ટ્રેકમાં ઊંટ ફસાતા 2 ટ્રેન રદ અને 4 લેઇટ થતાં હજારો મુસાફરો રઝળ્યા હતા. આજે વહેલી સવારે 4:45 વાગ્યે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના લોકો પાઇલટે સમયસૂચકતાથી ટ્રેનને સમયસર રોકી લેતાં મોટી હોનારત ટળી હતી. રેલવે વિભાગ અને ફાયર વિભાગની સંયુક્ત કામગીરીથી 4 કલાકે દોરડા-પટ્ટા બાંધીને JCBથી ઊંચકીને ઊંટનું રેસ્ક્યૂ કરાયું હતું. ત્યારબાદ રેલ વ્યવહાર પુનઃ રાબેતા મુજબ શરૂ થયો હતો. ઊંટનું રેસ્ક્યૂની 4 તસવીર વાંસજાળીયા-રાણાવાવ રેલખંડ પર ઊંટ ટ્રેક પર ફસાતાં ટ્રેન રોકાઈ હતી આજે(27 ઓગસ્ટ) સવારે રેલવે ટ્રેક પર એક ઊંટ બેસી ગયું હોવાની જાણ ટ્રેન નંબર 19015 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દાદર-પોરબંદર)ના લોકો પાઇલટે કરી હતી. ટ્રેનને તાત્કાલિક રોક્યા બાદ ઊંટને ટ્રેક પરથી હટાવવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઘટનાને કારણે આ રૂટ પરનો રેલ વ્યવહાર તાત્કાલિક અસરથી થંભી ગયો હતો. પોરબંદર ફાયરબ્રિગેડની મદદ લેવાઈ રેલવે પુલ પરથી ઊંટનો પગ નીચે લટકી રહ્યો હતો. જેને કારણે શરૂઆતમાં રેસ્ક્યૂમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં પોરબંદર ફાયરબ્રિગેડની ટીમની મદદ લેવાઈ હતી. બચાવ ટીમે ઊંટને દોરડા-પટ્ટાથી બાંધી બીજો છેડો JCB પર બાંધી ખેંચ્યો હતો. આમ મહામહેનતે ઊંટને ઉંચકીને રેલવે ટ્રેકમાંથી બહાર કાઢ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નોકરીઓ જ નહીં બચે! AIને લઈ બિલ ગેટ્સની ચેતવણી:કહ્યું- યુવાનોને શરૂઆતની તકો નહીં મળે, એન્ટ્રી લેવલ અને મિડ લેવલ નોકરીઓ પર સૌથી વધુ ખતરો
    Next Article
    વૃદ્ધાની રેપ બાદ હત્યા, સાઈકો કિલર ઝડપાયો:રાજકોટમાં રીક્ષામાં લઈ જઈ 4 હત્યા કરી, બાળકીના દુષ્કર્મ કેસમાં સેશન્સ કોર્ટે ફાંસી આપી, 3 મહિના પહેલા હાઈકોર્ટમાંથી નિર્દોષ છૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment