Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘાના થળસરમાં લીમડાના ઝાડ નીચે જુગાર રમતા 2 ઝડપાયા:એક ફરાર, 3700 રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત

    1 day ago

    ઘોઘા પોલીસે થળસર ગામ તલાવડી વિસ્તાર લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો પૈકી 2 લોકોને ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. તેમની પાસેથી રૂ.3700 રોકડા અને ગંજીપાના જપ્ત કરવામાં આવ્યા હતા. તીનપત્તી રમતા 2 રંગેહાથ ઝડપાયા, એક ફરાર ઘોઘા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેને ખાનગી બાતમી માહિતી મળી હતી કે, થળસર ગામ તલાવડી વિસ્તારની પડતર જાહેર જગ્યામાં આવેલ લીમડાના ઝાડ નીચે કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન જુગાર રમતા 3 ઇસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી ગંજીપાના અને રોકડા રૂ.3700 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 3700નો મુદ્દામાલ જપ્ત, ત્રણ સામે ગુનો દાખલ ઝડપાયેલા શખ્સોઓમાં રાજુભા ઉર્ફે ગટીશ જીલુભા ગોહિલ ઉ.મ.38, રહે.થળસર ગામ, અજયસિંહ જેકુભા ગોહિલ ઉ.મ.30 રહે.થળસર ગામ ઝડપી લીધા હતા જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો જેનું નામ હરદેવસિંહ ખોડુભા ગોહિલ રહે.થળસર ગામ વાળાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. જયારે જુગારના પટમાં પડેલ જુગારના સાહિત્ય મળી કુલ 3700ના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી 3 શખ્સો વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ-12 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં રૂ. 8.21 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:કારમાંથી દારૂની 1,092 બોટલ મળી, આરોપી ફરાર
    Next Article
    'Ab Mujhe Vida Karo': Amaal Mallik Announces Break From Film Music After Yeh Awarapan Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment