Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં હિજાબ સાથે પ્રવેશ અપાતા વાલીઓનો હોબાળો:2-3 મિનિટ મોડા પહોંચેલા વિદ્યાર્થીઓને નો એન્ટ્રી, પેપર હાર્ડ લાગ્યું, રાજ્યમાં Re-NEET એક્ઝામ પૂર્ણ

    1 day ago

    NEET-UGનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઈ હતી. ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારો પરીક્ષા યોજાઈ હતી. પેપર લીક થયા બાદ ફરીવાર પરીક્ષા યોજાઈ હોવાથી તંત્રની પણ અગ્નિ પરીક્ષા થઈ હતી. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના પરીક્ષા કેન્દ્રો પર બપોરે 2 વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી. આ માટે વિદ્યાર્થીઓને 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી પ્રવેશ અપાયો હતો. આ દરમિયાન અમદાવાદની આર. જે ટીબરેવાલ કોલેજમાં હિજાબ સાથે પ્રવેશ આપવાના મુદ્દે વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જ્યાં તેમનો આક્ષેપ છે કે નિયમોના નામે અગાઉ હિન્દુ બાળકોના હાથના દોરા અને ગળાની કંઠી કઢાવવામાં આવી હતી. અમદાવાદમાં હિજાબ ને કંઠીને લઈને વાલીઓનો હોબાળો વિદ્યાર્થીના વાલી ખુશ્બુ મહેશ્વરીએ જણાવ્યું કે, મારી દીકરી અહીં 12 વાગ્યે એક્ઝામ આપવા આવી હતી. આ તો સિમ્પલ કપડાં પહેરીને આવી હતી. ગાઈડલાઈન મુજબ કંઠી, દોરા બધું કાઢીને જ આવી હતી. કોઈ મેટલની વસ્તુ નહીં. પરંતુ જે છોકરાઓએ કંઠી પહેરી હતી તે કઢાવી હતી. તેને વધુમાં કહ્યું કે, અમે હિન્દુ પેરેન્ટ્સ સપોર્ટિંગ છીએ અને કોઓપરેટ કરીએ છીએ. આપણા છોકરાઓની એક્ઝામ ના બગડે એટલે કંઠી આપી દીધી. જ્યારે એક છોકરી હિજાબ પહેરીને આવી, પોલીસે એમને ના પાડી પણ તે ના માની અને બબાલ કરી. ત્યાર પછી છેવટે એમણે કોને બોલાવ્યા, શું કર્યું, એટલા બધામાં અમને ખબર નહીં અને એમને એક્ઝામ આપવા દીધી. એટલે હિન્દુ પેરેન્ટ્સ બધાને એવું લાગે કે આ ધર્મ પર વાત આવી ગઈ છે. આવી ગરમીમાં તમારા આ કેમ્પસમાં, તમે પંખા નીચે બેસાડો છો, તો તમે એમને રૂમાલ ના આપી શકો? એક હેન્કી લઈ જવામાં તમને પ્રોબ્લેમ થાય છે? અને ટ્રાન્સપરન્ટ બોટલમાં પણ વાંધો છે! VHPના ત્રણ કાર્યકરોની અટકાયત, AIMIMના કાર્યકરોને પરત મોકલ્યા આ વિવાદ બાદ વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક કાર્યકર્તાઓ ટીબરેવાલ કોલેજ ખાતે પહોંચ્યા હતાં. જોકે મોટો હોબાળો થાય તે પહેલાં જ ત્રણ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. બીજી તરફ AIMIMના કાર્યકરો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેને પણ પોલીસે રવાના કરી દીધા હતા. પરિસ્થિતિ વણસે તે પહેલા જ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરતમાં એક વિદ્યાર્થી પાંચ મિનિટ લેટ પડ્યો, સેન્ટરમાં પ્રવેશ ન મળતા નારાજ થયો સુરતમાં અનીશ મહેતો નામનો વિદ્યાર્થી નીટની પરીક્ષા માટે સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલ પીએમ શ્રી કેન્દ્ર વિદ્યાલય ખાતે પરીક્ષા આપવા માટે બેથી પાંચ મિનિટ મોડો પડતા તેને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં ન આવતા વિદ્યાર્થી નારાજ થયો હતો. વિદ્યાર્થીના પિતા શાકભાજી વહેંચીને વિદ્યાર્થીને ભણાવી રહ્યા છે. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે ગઈ વખતે હું પરીક્ષા આપવા માટે બે કલાક પહેલા પહોંચ્યો હતો. પરંતુ અત્યારે હું ટ્રાફિકના કારણે અને કેન્દ્ર ન જોયું હોવાને કારણે થોડો મોડો પડ્યો હતો. કેન્દ્રોની બહાર પ્રતિબંધિત વસ્તુઓની યાદી દર્શાવતા પોસ્ટરો લગાવાયા હતાં પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું મેટલ ડિટેક્ટર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. કેન્દ્રો પર મોજાં ઉતરાવીને, સાદી કાંડા ઘડિયાળ, રૂમાલ અને પૈસા પણ બહાર રખાવીને ડબલ લેયરમાં વિગતવાર તપાસ બાદ જ ઉમેદવારોને અંદર જવા દેવાયા હતા. કેન્દ્રોની બહાર NTAની ઘડિયાળો અને પ્રતિબંધિત વસ્તુઓની યાદી દર્શાવતા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ દોડાવ્યા હતા પરીક્ષામાં પ્રવેશ માટે આઈડી કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, હોલ ટિકિટ અને પારદર્શક પાણીની બોટલ જેવી વસ્તુઓ ફરજીયાત હતી. જોકે, વડોદરાના કેટલાક કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ફોટો સાઈઝના ઈશ્યુ તેમજ આધાર કાર્ડ અને ફોર્મમાં નામના મિસમેચના કારણે પ્રવેશ ન મળતા મુશ્કેલી ઊભી થઈ હતી. આના કારણે ઓરિજિનલ લિવિંગ સર્ટિફિકેટ (LC) માંગવામાં આવતા, 100 કિલોમીટર દૂર બોડેલીથી આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પણ એક ઉત્સાહી વિદ્યાર્થિની ટાઈફોઈડ હોવા છતાં ગ્લુકોઝની બોટલ સાથે પરીક્ષા આપવા પહોંચી હતી. ‘અમે 100 કિમી બોડેલીથી આવ્યા છીએ, છતાં LC માગ્યું’ વડોદરામાં આધાર અને ફોર્મમાં નામમાં મિસ મેચ થતાં વિદ્યાર્થીઓ પાસે એલસી માગવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, બોડેલીથી આવેલા વિદ્યાર્થી પાસે પણ ઓરિજિનલ એલસી માગવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના ફોટો સાઈઝના ઇશ્યૂને લઈ પ્રવેશ ન અપાયો!. કેટલાક વિધાર્થીઓના ફોટો સાઈઝના ઇશ્યૂને લઈ પ્રવેશ ન આપતા ફરી ફોટો કઢાવવા દોડ્યા હતાં. પેપર ન ફૂટે તેવી ચિંતા સાથે વિદ્યાર્થીઓની પરીક્ષા અગાઉ પરીક્ષા રદ થવાને કારણે ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનનો સામનો કરી ચૂકેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આ વખતે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. તનિષ્ક પટેલ, માનસી અને જાનવી બાલસરા જેવા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, પરીક્ષા માટે વધારાનો એક મહિનાનો સમય મળતા રિવિઝન સારું થયું છે, પરંતુ પેપર અઘરું આવવાની શક્યતા અને પેપર ન ફૂટે તેવી ચિંતા પણ છે. આ પણ વાંચો: ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- વિદ્યાર્થીઓ ડર્યા વીના પરીક્ષા આપે, 564 શહેરોમાં 5,440 કેન્દ્રો વાલીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી બીજી તરફ વાલીઓ મનોજ પટેલ, બળદેવભાઈ કૈલા અને મુકેશભાઈએ બાળકોની રાત-દિવસની મહેનતનો ઉલ્લેખ કરી સરકાર પાસે શાંતિપૂર્ણ અને સુરક્ષિત પરીક્ષાની માગ કરી હતી. જ્યારે વિનોદભાઈ નામના અન્ય એક વાલીએ વારંવાર થતી આવી બેદરકારીની નિષ્ફળતા બદલ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી હતી. ડબલ લેયરમાં વિગતવાર તપાસ બાદ પ્રવેશ અપાયો અગાઉ પેપર લીક થવાના કારણે રદ થયેલી NEET UGની પરીક્ષા આજે 21 જૂન અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના વિવિધ કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ફરીથી યોજાઈ. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને સ્થાનિક પોલીસ દ્વારા ડબલ લેયર ચેકિંગ અને કડક નિયમો સાથે માત્ર યોગ્ય ઉમેદવારોને જ પ્રવેશ આપવામાં આવ્યો. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના પરીક્ષા કેન્દ્રો પર સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ‘હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી કેમ કઢાવી, લાહોર-રાવલપિંડીમાં થોડો છું, સુરતમાં છું’ ગત 3 મે, 2026ના રોજ ગુજરાતમાંથી 80,000 જેટલા વિદ્યાર્થીઓએ NEET આપી હતી. આ દરમિયાન સુરતમાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવાદ થયો હતો. પોતાની દીકરીને કંઠી કઢાવતા પિતા ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહ્યું કે તમે હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો હિન્દુની દીકરી એક્ઝામ આપવા જાય ને કંઠી કાઢી નાખે? તમે હિજાબ ઉતરાવી ન શકો, કોઈ વાંધો નહીં, હિજાબ રાખો, બુરખો રાખો, ટોપી પહેરો પણ હિન્દુની દીકરા-દીકરી પરીક્ષા આપે તો કંઠી શું કામ કાઢી નાખે? કોઈ એમાં ઈશ્યુ હોય તો કહો મને. હું થોડો લાહોર, કરાચી કે રાવલપિંડીમાં ઊભો છું? હું હિન્દુનો દીકરો છું અને અહીંયા હિન્દુસ્તાનમાં સુરતમાં ઊભો છું.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ……….
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશીની 50 ઓવર ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી:ટ્રાઈ-સિરીઝ ફાઈનલમાં 29 બોલમાં 94 રન બનાવ્યા; જીતથી ટીમ ઈન્ડિયા માત્ર 1 વિકેટ દૂર
    Next Article
    24-25 જૂને ભારે વરસાદની આગાહી:Re-NEETની પરીક્ષામાં હિજાબ મુદ્દે હોબાળો, હડકવાની સિંહના મોતની આશંકા,સગીર કારચાલકે વૃદ્ધને મોપેડ સાથે ઉલાળ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment