Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોર્મુઝથી ભારતના બે જહાજો મુન્દ્રા અને કંડલા પોર્ટ પર પહોંચશે:2-3 દિવસમાં ભારત આવશે; કુલ 92,700 ટન LPG લઈને ઈન્ડિયા આવી રહ્યા છે

    1 day ago

    અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 15મો દિવસ છે. આ દરમિયાન ખાડી દેશોમાંથી LPG લઈને આવી રહેલા ભારતના બે જહાજો હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી ગયા છે. આ જહાજો હવે ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદર તરફ આગળ વધી રહ્યા છે. શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાના જણાવ્યા મુજબ, ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર 'શિવાલિક' અને 'નંદા દેવી' શનિવારે સવારે સુરક્ષિત રીતે સ્ટ્રેટ પાર કરી ગયા હતા. આ બંને જહાજો કુલ 92,700 ટન LPG લઈને ભારત આવી રહ્યા છે. અધિકારીઓએ માહિતી આપી છે કે આ જહાજો મુન્દ્રા અને કંડલા પોર્ટ પર આવી રહ્યા છે અને 16 અથવા 17 માર્ચ સુધીમાં ભારતીય બંદરો પર પહોંચી જવાની સંભાવના છે. આ બંને જહાજોએ 24 જહાજોમાં સામેલ હતા, જે આ વિસ્તારમાં સંઘર્ષ શરૂ થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમ ભાગમાં ફસાઈ ગયા હતા. આ પહેલા ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ઈરાને અનેક ભારતીય જહાજોને આ હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે. જોકે, તેમણે એ સ્પષ્ટ કર્યું નહોતું કે કુલ કેટલા જહાજોને આ મંજૂરી આપવામાં આવી છે. ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની તસવીરો ઈરાન Vs ઇઝરાયલ-અમેરિકા યુદ્ધની પળેપળની જાણકારી માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Explained: Karnataka’s new AIB alcohol tax system which will affect liquor prices
    Next Article
    કોંગ્રેસનું છાણાં અને ગેસના બાટલા સાથે વિરોધ પ્રદર્શન:​જૂનાગઢમાં મોંઘવારી સામે કોંગ્રેસની મહિલાઓ મેદાને, 'હાય રે ભાજપ હાય હાય' ના નારા લગાવ્યાં​

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment