Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી ગરમીમાં રાહત મળવાની શક્યતા:તાપમાનમાં 2થી 3 ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે, અમદાવાદમા છેલ્લાં 5 વર્ષમાં મે મહિનાની ગરમીએ રેકોર્ડ તોડ્યો

    1 week ago

    અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીથી હાલાકી અનુભવી રહેલા લોકોને હવે થોડી રાહત મળવાની આશા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજથી રાજ્યના તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થશે. હવામાન વિભાગ મુજબ આગામી છ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. અમદાવાદમા છેલ્લાં 5 વર્ષમાં મે મહિનાની ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. આજે રાજ્યમાં હીટવેવ અંગે કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રાજ્યના તાપમાનની વાત કરીએ તો, સૌથી વધુ મહત્તમ તાપમાન અમદાવાદમાં નોંધાયુ હતું. અમદાવાદમાં 43.7 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું. ત્યારબાદ કંડલા એરપોર્ટ પર 43.6 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા નંબરે સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં છેલ્લાં 5 વર્ષમાં મે મહિનાની ગરમીએ રેકોર્ડ તોડ્યો સામાન્ય રીતે મે મહિનામાં અમદાવાદમાં આકરી ગરમી પડતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે હીટવેવ, એન્ટી સાઈક્લોનિક સરક્યુલેશન અને વારંવાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તા.1થી 17 મે દરમિયાનના 17 દિવસમાંથી 11 દિવસ શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીથી વધુ નોંધાયો છે. ખાસ કરીને 11થી 13 મે દરમિયાન સતત ત્રણ દિવસ તાપમાન 44 ડિગ્રીથી વધુ રહ્યું હતું. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે મે મહિનાની શરૂઆતથી વાતાવરણ આકરું રહ્યું છે. તા. 4, 5 અને 6 મેના ત્રણ દિવસને બાદ કરતાં, 17માંથી 14 દિવસ તાપમાન 41 ડિગ્રીથી વધુ રહ્યું છે. આ પણ વાંચો દેશભરમાં 7 દિવસ ભીષણ ગરમી, MP-રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં પારો 46° પાર ઉત્તર અને મધ્ય ભારતના 10 રાજ્યોમાં આ અઠવાડિયે તીવ્ર ગરમી ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઘણા વિસ્તારોમાં તાપમાન 45°C ની આસપાસ અને તેનાથી વધુ પહોંચી ગયું છે. 24 મે સુધી તમામ રાજ્યોમાં હીટવેવની અસર રહેશે. રાતો પણ ગરમ રહેશે. સોમવારે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં પારો 46°Cથી પણ વધુ રહ્યો. દેશમાં સૌથી ગરમ ઉત્તર પ્રદેશનું બાંદા રહ્યું, અહીં તાપમાન 47.6°C રહ્યું. પંજાબના બઠિન્ડામાં 47°C, મહારાષ્ટ્રના વર્ધામાં 46.5°C, હરિયાણાના સિરસામાં 46.2°C, રાજસ્થાનના ચિત્તોડગઢ-પિલાણીમાં 46.2°C તાપમાન રહ્યું. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, પૂર્વોત્તર અને દક્ષિણી વિસ્તારોને બાદ કરતાં લગભગ અડધા દેશમાં હીટવેવની અસર રહેશે. સરેરાશ તાપમાન 45°C સુધી રહી શકે છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) રાજસ્થાન: રાજ્યના 200 ગામ-શહેરોમાં પાણીનું સંકટ, 9 શહેરોમાં તાપમાન 45°C થી વધુ રાજસ્થાનમાં હવે દિવસની સાથે રાત્રે પણ તીવ્ર ગરમી અને ગરમ પવનની અસર છે. રાજ્યમાં આજથી 5 જિલ્લામાં તીવ્ર ગરમી અને હીટવેવનું ઓરેન્જ અને 5 જિલ્લામાં યલો એલર્ટ છે. સોમવારે 9 શહેરોમાં મહત્તમ તાપમાન 45°C થી 47°C ની વચ્ચે રહ્યું.
    Click here to Read More
    Previous Article
    ભારત રશિયન ક્રૂડ ઓઇલ ખરીદતું રહેશે:સરકારે કહ્યું- અમેરિકાના પ્રતિબંધોની અસર નહીં; રશિયન તેલ ખરીદવા માટે USની 30 દિવસની રાહત
    Next Article
    Rs 4,500 crore fraud: Belagavi court grants CID 10-day custody of key accused Shivanand Neelannavar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment