Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રાઈમ બ્રાન્ચે ચોર કાળીબોટીને દબોચ્યો:2 ઘરફોડ ચોરી અને 3 ટુ-વ્હીલર વાહનોની ચોરીનો ભેદ ઉકેલાયો, 4.11 લાખનો મુદ્દામાલ જપ્ત

    11 hours ago

    વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી તેમજ વાહનચોરીને અંજામ આપનાર રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે તેને ઝડપી તેની પાસેથી રૂ., 4.11 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. આ ઈસમે 3 ઘરફોડ અને 3 વાહનચોરીના ગુનાની કબૂલાત કરી હતી. ચોરીના દાગીના સગેવગે કરવા આવતા ઝડપાયો શહેરમાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત પેટ્રોલીંગ અને તપાસમાં કાર્યરત હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મહત્વની સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલો રીઢો ગુનેગાર અજય ઉર્ફે કાળીબોટી ઉર્ફે અજલો કમલેશભાઈ રાજપૂત (રહે. રામનગર, આજવા રોડ, વડોદરા) ચોરીના સોના-ચાંદીના દાગીના સગેવગે કરવા માટે નંબર પ્લેટ વગરની હીરો પેશન મોટરસાયકલ લઈને આજવા રોડ એકતાનગર નાકા પાસે બેઠો છે. આ ચોક્કસ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને શંકાસ્પદ શખસને કોર્ડન કરી ઝડપી લીધો હતો. અંગઝડતી દરમિયાન સોના ચાંદીના દાગીના મળી આવ્યા પોલીસે આરોપીની તપાસ કરતા તેના પાસેથી રૂ.2,66,268ની કિંમતના સોનાના દાગીના જેમાં 2 વીંટી, 1 મંગળસૂત્ર પેન્ડલ સાથે, ચેઈનનો ટુકડો અને રૂ. 20,386ની કિંમતના ચાંદીના દાગીના જેમાં 1 સિક્કો, 1 જોડી પાયલ મળી આવ્યા હતા. આ ઉપરાંત તેની પાસેથી 4 કાંડા ઘડિયાળ, એક હોન્ડા એક્ટિવાની ચાવી અને ચોરીની હીરો પેશન મોટરસાયકલ મળી આવી હતી. કિંમતી મુદ્દામાલ અને વાહનના આધારભૂત દસ્તાવેજો કે બિલ ન મળતા પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ તરીકે તેને જપ્ત કર્યો હતો. દોઢ મહિનામાં 2 ઘરફોડ અને 3 વાહનોની ચોરી આરોપીની આકરી પૂછપરછ દરમિયાન તેણે છેલ્લા દોઢ મહિનામાં વડોદરાના જુદા જુદા વિસ્તારોમાંથી 2 ઘરફોડ ચોરી અને 3 ટુ-વ્હીલર વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની નિશાનદેહી પરથી ચોરીના અન્ય 2 ટુ-વ્હીલર વાહનો જેમાં બજાજ સીટી 100 અને હોન્ડા એક્ટિવા પણ રિકવર કર્યા હતા. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.4,11,854 થાય છે. આરોપીની ધરપકડથી બાપોદ પોલીસ સ્ટેશનના 2, વારશિયા પોલીસ સ્ટેશનના 1 અને ગોરવા પોલીસ સ્ટેશનના 1 મળી કુલ 4 વણઉકેલાયેલા ગુનાઓ ડિટેક્ટ થયા છે. કાળીબોટી સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે ક્રાઇમ બ્રાન્ચે પકડેલો આરોપી ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. તેની સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આરોપી અજય ઉર્ફે કાળીબોટી અગાઉ પણ ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરી જેવા 12 જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને અગાઉ તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સાઈ સુદર્શન રિટાયર્ટ હર્ટ થયો:કોણી પર બોલ વાગતા નીચે પડી ગયો; નારાયણે નિશાંત સિંધુને કેચઆઉટ કરાવ્યો
    Next Article
    કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક:ધારાસભ્યો કામ ટ્રેસ કરી શકે તેવી એપ બનાવવા રજૂઆત, મકરબા બ્રિજ ટૂંક સમયમાં શરૂ કરાશે, કાર પુલિંગનો ફિયાસ્કો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment