Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીલંકાએ 2 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી:ટૉપ-3 બેટર્સ ઝીરોમાં જ પેવેલિયન ભેગા થયા; ભારતે 170 રનનો ટાર્ગેટ આપ્યો

    14 hours ago

    એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં ભારતે શ્રીલંકાને 170 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં શ્રીલંકાનો સ્કોર 2 ઓવરમાં 11/3 છે. જસપ્રીત બુમરાહે સિનેથ જયવર્ધને પછી સોહન ડી લિવેરાને પણ પેવેલિયન ભેગો કર્યો. જ્યારે રવિ બિશ્નોઈએ લસિથ ક્રૂસ્પુલેને ડાયરેક્ટ હીટ પર રનઆઉટ કર્યો. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 169 રન બનાવ્યા ટીમ તરફથી ઈશાન કિશને 46 બોલમાં 80 રનની નોટઆઉટ ઇનિંગ રમી. જ્યારે વૈભવ સૂર્યવંશીએ 21 બોલમાં 38 રન બનાવ્યા. ભારતની શરૂઆત સારી ન રહી. ટીમે 12 રનના સ્કોર પર અભિષેક શર્મા અને 24 રન પર સંજુ સેમસનની વિકેટ ગુમાવી દીધી. આ પછી વૈભવે ઝડપી બેટિંગ કરીને ઇનિંગ્સ સંભાળી, પરંતુ 38 રન બનાવીને આઉટ થઈ ગયો. ગુરુવારે કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ અને જસપ્રીત બુમરાહ. શ્રીલંકા (SL): લસિથ ક્રૂસ્પુલે, સિનેથ જયવર્ધને, સોહન ડી લિવેરા (વિકેટકીપર), અશેન બંડારા, સહાન અરાચિગે (કેપ્ટન), નુવાનિદુ ફર્નાન્ડો, ચામિકા કરુણારત્ને, વાનુજા સહન, વિજયકાંત વિયાસકાંત, થારિન્દુ રત્નાયકે અને બિનુરા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Apple to Launch Its First Smart Home Hub, HomePod Mini (2026) and More on October 13: Report
    Next Article
    15ની ઉંમરે TIME મેગેઝિનની યાદીમાં છવાયો વૈભવ સૂર્યવંશી:વિશ્વના ઉભરતા 7 એથ્લીટ્સમાં સ્થાન મેળવનાર એકમાત્ર ક્રિકેટર; યાદીમાં સ્થાન મેળવનાર સૌથી નાની વયનો ખેલાડી બન્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment