Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ મેયરના નામો માટે ધારાસભ્યો અને કોર્પોરેટરો પાસેથી નામ લેશે:પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નામ નક્કી કરશે, 2-3મેના સેન્સ પ્રક્રિયા; અમદાવાદને 10મે સુધીમાં મેયર મળી શકે

    12 hours ago

    ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 15 મહાનગરપાલિકામાં ભાજપે તમામમાં સત્તા હાંસલ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 192 બેઠકોમાંથી 160 બેઠકો ઉપર ભાજપે ભવ્ય વિજય મેળવીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી સત્તા હાંસલ કરી છે ત્યારે અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીની નિમણૂક આગામી દિવસોમાં થવાની છે. મેયર તરીકેની નિમણુક માટે ભાજપ દ્વારા 2 અથવા 3 મેના રોજ ધારાસભ્યો અને કોર્પોરેટર સહિતના શહેર સંગઠનના નેતાઓ સાથે પ્રદેશના નેતાઓ દ્વારા સેન્સ લેવામાં આવશે અને મેયર તરીકેના નામો આપવામાં આવશે. જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જશે અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવશે જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામની જાહેરાત થશે. મેયર સહિતના પાંચ પદાધિકારીઓની નિમણૂક કરાશે ગુજરાતની 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપની સત્તા હવે આવતાની સાથે જ દરેક મહાનગરપાલિકામાં મેયર સહિતના પાંચ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. મહાનગરપાલિકામાં મેયર કોણ બનશે તેના માટે ભાજપ દ્વારા 2 અને 3 મેના રોજ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં દરેક મહાનગરપાલિકામાં મેયર પદ માટે ધારાસભ્યો, કોર્પોરેટરો અને શહેર સંગઠનના હોદ્દેદારો પાસે નામ માંગવામાં આવશે. તમામ નામો પર ચર્ચા વિચારણા હાથ કરવામાં આવતા અને ત્યારબાદ આગામી 6થી 8 મેના રોજ ગાંધીનગર ખાતે મળનારી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ત્રણ નામ મોકલવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર સામાન્ય સભામાં મેયરની જાહેરાત કરશે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં રાજ્યની 15 મહાનગરપાલિકા માટેના મેયર પદના દાવેદારના નામો પર ચર્ચા કરવામાં આવશે અને દરેક મહાનગરપાલિકા માટે મેયરના નામના કવર બનાવીને જે તે શહેર પ્રમુખ અથવા પ્રભારીને આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે જે બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવશે જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત કરવામાં આવશે. અમદાવાદના મેયર 10 મે સુધીમાં મળી શકે તેવી સંભાવના મેયર પદ માટે ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં નામોની ચર્ચા કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવશે જેના બે દિવસ પહેલા સ્ટેન્ડિંગ કમિટીની રચના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત 12 લોકો ફોર્મ ભરશે જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેનું નામ જાહેર ન થાય તેના માટે 15થી 18 લોકોને ફોર્મ ભરાવવામાં આવશે અને ત્યારબાદ નામ પાછા ખેંચાવવામાં આવશે. માત્ર 12 નામો સાથેની સ્ટેન્ડિંગ કમિટીની જાહેરાત પ્રથમ સામાન્ય સભામાં કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકામાં આ સમગ્ર પ્રક્રિયા 8થી 10મે ની વચ્ચે પૂર્ણ કરવામાં આવશે એવી પૂરી શક્યતાઓ જણાય છે, જેથી અમદાવાદના મેયર 10 મે સુધીમાં મળી શકે તેવી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં રાજપૂત શેરીમાંથી વિદેશી દારૂ ઝડપાયો:LCBએ 1705 બોટલ દારૂ, 480 બિયર સાથે ₹3.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    Gujarat weather Update | ગુજરાતમાં મોટા વાવાઝોડાની આગાહી | cyclone | Monsoon | Rain | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment