Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરની 2 ગેંગના 29 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક:અસલમ ખીલજી અને અલ્તાફ ખફીના સાગરિતો વિરૂદ્ધ ગુનો દાખલ; ખૂન, બળાત્કાર, લેન્ડ ગ્રેબિંગ અને ડ્રગ્સ કેસમાં સંડોવણી

    2 days ago

    જામનગર શહેરમાં વર્ષોથી ભય અને આતંક ફેલાવતી બે કુખ્યાત ટોળકીઓ વિરૂદ્ધ પોલીસે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું છે. આ બંને ગેંગ ખૂન, બળાત્કાર, લેન્ડ ગ્રેબિંગ અને ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે. અસલમ કરીમ ખીલજી ગેંગ (18 સભ્યો) કોર્પોરેટર અસલમ ખીલજીની આ ટોળકી સામે વિવિધ પોલીસ મથકોમાં કુલ 46 ગુનાઓ નોંધાયેલા છે. પકડાયેલા આરોપીઓ (13): અસલમ ખીલજી, શાકીર ખીલજી, આસીફ ખીલજી, રેહાન બેલીમ, સદામ ઉર્ફે ઇન્ડો શેખ, અકીલ શેખ, અસગરઅલી મકવાણા, આફતાબ ઉર્ફે અપુ મકવાણા, મહમદ ઉર્ફે મમલો પંજા, રઉફ ઉર્ફે ભુરો બેલીમ, મકસુદ ઉર્ફે પવન પંજા, એઝાઝ ઉર્ફે ગોકુલ કુરેશી અને હસન હારૂન બસર. ફરાર આરોપીઓ (05): ગની પટેલ બશર, અસલમ કાદર શેખ, ઇસ્માઇલ ઉર્ફે ધરાર માંડલીયા, નદીમ ખીલજી અને લતીફ ઉર્ફ લતીફ બાપુ શેખ. અલ્તાફ ગફાર ખફી ગેંગ (11 સભ્યો) પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફીની આ ટોળકી જામનગર ઉપરાંત સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં પણ સક્રિય હતી. આ ગેંગ વિરૂદ્ધ કુલ 52 ગુનાઓ નોંધાયેલા છે. જેલમાં રહેલા આરોપીઓ (08): અલ્તાફ ખફી, સમીર ચૌહાણ, જુનેદ ઉર્ફે જુનીયો ચૌહાણ, ઈસ્તીયાક કુરેશી, મોસીન ઉર્ફે પચાસીયા રૂમી, તોહિતખાન ઉર્ફે પપ્પુ શેખ, તબરેજ હાલાણી અને હમીદ ઉર્ફે રાંજો બ્લોચ. નવો ઝડપાયેલો આરોપી (01): સાહીદ ઇમ્તિયાઝ ખફી. ફરાર આરોપીઓ (02): અબુસુફીયાન કુરેશી અને ઓસમાણ મુસા ખફી. ગુનાખોરીની પદ્ધતિ અને કાયદાકીય શિકંજો આ બંને ગેંગ હથિયારોના જોરે નાગરિકોમાં ફફડાટ ફેલાવી ખંડણી, જમીન પચાવવી અને નશીલા પદાર્થોના વેપાર જેવી પ્રવૃત્તિઓ કરતી હતી. પોલીસે આ બંને ગેંગ સામે GUJCTOCની કલમ 3(1)(ii), 3(2), 3(4) તથા 3(5) મુજબ ફરિયાદ નોંધી છે. GUJCTOC હેઠળની જોગવાઈઓ: આરોપીઓને જામીન મળવા અત્યંત મુશ્કેલ બને છે. ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા મેળવેલી મિલકતો ટાંચમાં લેવાની (જપ્ત કરવાની) સત્તા પોલીસને મળે છે. તપાસ દરમિયાન મેળવેલા પુરાવાઓ કોર્ટમાં વધુ મજબૂત ગણાય છે. જામનગર પોલીસની આ આક્રમક કાર્યવાહીથી સ્થાનિક ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    7 મહાનગરપાલિકા માટે કોંગ્રેસના 243 મૂરતિયા જાહેર:રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા રાજકોટથી ચૂંટણી લડશે, કયા કોર્પોરેશનમાં કોને ટિકિટ?; જુઓ સંપૂર્ણ લિસ્ટ
    Next Article
    Handgun, Beacon And Hope: How US Airman Survived 48 Hours In Iran

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment