Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોકરોચ જનતા પાર્ટીના 2 લાખ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર ઘટ્યા:2.27 કરોડથી 2.25 કરોડ થયા; આજે નાગપુરમાં પ્રદર્શન, કાલે જયપુરમાં દીપકેને લાફા પડ્યાં

    17 hours ago

    કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2 લાખ ફોલોઅર્સ ઓછા થઈ ગયા છે. 16 જૂને પાર્ટીના ઇન્સ્ટાગ્રામ પર 2.25 કરોડ ફોલોઅર્સ હતા. 7 જૂને આ સંખ્યા 2.27 કરોડ હતી. દિલ્હીમાં 6 જૂને CJP ના પ્રથમ પ્રદર્શન પહેલાં ઇન્સ્ટાગ્રામ પર તેના 2.21 કરોડ ફોલોઅર્સ હતા. બીજા દિવસે 7 જૂને 24 કલાકની અંદર આ સંખ્યા વધીને 2.27 કરોડ થઈ ગઈ હતી. આ તરફ, CJP મંગળવારે નાગપુરના સંવિધાન ચોક પર સાંજે 4 વાગ્યે પ્રદર્શન કરશે. તે પહેલાં પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. CJP NEET પેપર લીક, CBSE પરીક્ષામાં ગડબડી અને શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દાને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહી છે. તે માટે દેશભરમાં પ્રદર્શન કરી રહી છે. નાગપુર પહેલાં સોમવારે જયપુરના એમઆઈ રોડ સ્થિત શહીદ સ્મારક પર કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન થયું હતું. આ દરમિયાન ભીડમાં સામેલ યુવકોએ દીપકેને લાફા માર્યા હતા. નાગપુરમાં સુરક્ષા સઘન, સમગ્ર શહેરમાં 640 પોલીસકર્મી તૈનાત જયપુરની ઘટના બાદ નાગપુરમાં CJPના પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની શક્યતા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનમાં 2,000થી વધુ યુવાનો સામેલ થઈ શકે છે. પોલીસે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. 4 ડીસીપી, 3 એસીપી, 18 પોલીસ નિરીક્ષક, 45 એપીઆઈ અને સબ-ઇન્સ્પેક્ટર, 470 પુરુષ અને 170 મહિલા પોલીસકર્મીઓની ડ્યુટી લગાડવામાં આવી છે. બે રમખાણ નિયંત્રણ પ્લાટૂન (RCP) પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. પોલીસ કમિશનર રવિન્દ્રકુમાર સિંઘલે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા બગાડવાના કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જયપુરમાં યુવકોએ દીપકેનો કોલર પકડ્યો, હુમલો કર્યો જયપુરમાં સોમવારે કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ દીપકેને ખભા પર ઉંચકી રાખ્યા હતા. આ દરમિયાન કેટલાક યુવકો ભીડને ચીરીને તેમની પાસે પહોંચ્યા, કોલર પકડીને લાફા મારી દીધા. ઘટના બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ અને તણાવ વધી ગયો. ગુસ્સે થયેલા કાર્યકરોએ હુમલાખોરોને ઘેરીને માર માર્યો, કોઈક રીતે પોલીસે હુમલાખોરોને પકડ્યા. પોલીસે રોહિત શર્મા, રાકેશ ગુર્જર, અજય શર્મા, કુલદીપ સિંહ શેખાવત અને નિકેતને શાંતિભંગના આરોપમાં ધરપકડ કરી છે. આરોપીઓનું કહેવું છે કે તેઓ દીપકેના સોશિયલ મીડિયા પર આપેલા નિવેદનો અને CJPની કાર્યશૈલીથી નારાજ હતા. આ દરમિયાન દીપકે NEET પેપર લીકના કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓની યાદમાં બે મિનિટનું મૌન રખાવ્યું, જે બાદ સ્થિતિ સામાન્ય થઈ. દીપકે પોતાના પર થયેલા હુમલાને લોકશાહી પર હુમલો ગણાવ્યો. CJPનું અત્યાર સુધી 7 શહેરોમાં પ્રદર્શન, તસવીરો જુઓ… જયપુર, રાજસ્થાન (15 જૂન)- યુવકોએ દીપકેને લાફા માર્યા બેંગલુરુ, કર્ણાટક (14 જૂન)- વરસાદ વચ્ચે પ્રદર્શન, અભિનેતા પ્રકાશ રાજ પહોંચ્યા હૈદરાબાદ, તેલંગાણા (14 જૂન)- વાંગચુક જોડાયા 13 જૂન: પંજાબના અમૃતસરમાં ભગત સિંહની તસવીર લઈને પહોંચ્યા 12 જૂન: દીપકે યુપીના લખનઉમાં બંધારણનું પુસ્તક લઈને આવ્યા 11 જૂન: પુણેમાં પ્રદર્શન દરમિયાન સોનમ વાંગચુક પણ સામેલ થયા 6 જૂન: દિલ્હીના જંતર-મંતર પર દીપકે આંબેડકરનો ફોટો હાથમાં ઉઠાવ્યો CJIની ટિપ્પણી બાદ બની CJP, યુવાનોને કોકરોચ કહ્યા હતા કોકરોચ જનતા પાર્ટી (CJP)ની શરૂઆત ચીફ જસ્ટિસ સૂર્યકાંતની એક ટિપ્પણી બાદ થઈ. 15 મેના રોજ એક કેસની સુનાવણી દરમિયાન તેમણે કહ્યું હતું કે કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ જેવા હોય છે, જેઓ બાદમાં મીડિયા, સોશિયલ મીડિયા કે RTI એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલો કરે છે. આ ટિપ્પણીના બીજા દિવસે, 16 મેના રોજ અમેરિકામાં રહેતા અભિજીત દીપકેએ CJPની શરૂઆત કરી અને સોશિયલ મીડિયા પર પાર્ટીના એકાઉન્ટ બનાવ્યા. 22 મેના રોજ તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે એક ઓનલાઈન અરજી શરૂ કરી, જેને 8 લાખથી વધુ લોકોનું સમર્થન મળવાનો દાવો કરવામાં આવ્યો હતો. CJP બન્યાના માત્ર 26 દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ 2.27 કરોડ સુધી પહોંચી ગયા છે. આ સંખ્યા ભાજપના 94 લાખ અને કોંગ્રેસના 1.37 કરોડ ફોલોઅર્સ કરતાં વધુ છે. X પર CJPના 2.75 લાખ ફોલોઅર્સ છે.
    Click here to Read More
    Previous Article
    G7 સમિટમાં સામેલ થવા ટ્રમ્પ-મેલોની ફ્રાન્સ પહોંચ્યા:મોદી આજે પહોંચશે; રાષ્ટ્રપતિ મેક્રોનેએ કહ્યું- અમેરિકા અને ઈરાન કરાર વિશ્વ શાંતિ માટે મોટું પગલું
    Next Article
    Trump's Iran Accord Offers Exit From War And Fresh Political Risks

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment