Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સગીરા પર દુષ્કર્મના 2 આરોપીને 20 વર્ષની જેલ:પોક્સો કોર્ટે ₹4 લાખ વળતર ચૂકવવા પણ આદેશ કર્યો

    9 hours ago

    જામનગરની પોક્સો અદાલતે સગીરા પર દુષ્કર્મના કેસમાં બે આરોપીઓ, તોસીફહુશેન સુલેમાનભાઈ લાખા અને સમીર હુશેન હનીફભાઈ ગજીયાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અદાલતે બંને આરોપીઓને ₹10,000નો દંડ પણ કર્યો છે અને ભોગ બનનારને વળતર પેટે ₹4,00,000 ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસના મુખ્ય આરોપી તોસીફહુશેન સુલેમાનભાઈ લાખાએ 27 જૂન, 2021 થી 1 એપ્રિલ, 2022 દરમિયાન ફરિયાદીની 13 વર્ષ 6 મહિનાની સગીર દીકરી સાથે તેની સંમતિ વિના અને મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. તેણે સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. અન્ય આરોપી સમીરહુશેન હનીફભાઈ ગજીયાએ આ કૃત્યનો વીડિયો પોતાની પાસે હોવાનું જણાવી સગીરાને વીડિયો બધાને બતાવી દેવાની ધમકી આપી હતી. તેણે બળજબરીથી સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી. આ અંગેની ફરિયાદ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 27 જૂન, 2022ના રોજ નોંધાવવામાં આવી હતી. તપાસ અધિકારી દ્વારા ગુનાની તપાસ કરીને આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ જામનગરની પોક્સો અદાલતમાં ચાલ્યો હતો. ભોગ બનનાર, ફરિયાદી અને મેડિકલ ઓફિસર સહિત 10 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સરકારી પક્ષે 40 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરીએ અદાલત સમક્ષ ધારદાર દલીલો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓ સામે સગીર વયની બાળાને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચરવાનો ગુનો નિ:શંકપણે પુરવાર થયો છે. તેમણે સમાજમાં આવા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું હોવાથી અને ભોગ બનનાર બાળાઓ પર વિપરીત અસર પડતી હોવાથી સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીઓને મહત્તમ સખત કેદની સજા અને દંડ ફરમાવવા રજૂઆત કરી હતી. જામનગરની સ્પેશિયલ પોક્સો અદાલતના ન્યાયાધીશ આર.પી. મોગેરાએ ઉપરોક્ત હકીકતો અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બંને આરોપીઓને પોક્સો અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તથા રૂ. 10,000 નો દંડ અને જો આરોપીઓ દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ સાથે જ ભોગબનનાર બાળાને વળતર પેટે રૂ. 4,00,000 ચુકવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી રોકાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદ માટે ઉંમર-અટક બદલ્યાનો આક્ષેપ:સુરતમાં અનામી પત્રમાં પુરાવાઓની હારમાળા સાથે તપાસની માંગ, બિપીન તળાવિયાનો ગોળ-ગોળ જવાબ
    Next Article
    ‘We have enough buffer stocks’: Gujarat Minister Rushikesh Patel urges against spreading rumours of petrol, diesel shortage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment