Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘટનાસ્થળે 2 પોર્ટ ટગ અને 2 કોસ્ટ ગાર્ડ જહાજો સ્ટેન્ડબાય:કોલસા ભરેલું જહાજ ટક્કર બાદ ડૂબવાની આરે, 21 ક્રૂને બચાવાયા

    8 hours ago

    ગુજરાતના દરિયાકાંઠે મુન્દ્રા અને ઓટીબી એન્કરરેજ નજીક એક મોટો દરિયાઈ અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. કોલસાથી ભરેલું અને 14.4 મીટરના ડ્રાફ્ટ ધરાવતું Kmax Emporor નામનું જહાજ ઓટીબી તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે અચાનક તે MV True Mariner નામના અન્ય જહાજ સાથે ભીષણ ટક્કર પામ્યું હતું. આ અકસ્માત ઓટીબીથી આશરે 14 નોટિકલ માઈલ દૂર સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ટક્કર એટલી જોરદાર હતી કે Kmax Emporor જહાજને ભારે નુકસાન થયું છે અને તેમાં મોટા પ્રમાણમાં દરિયાનું પાણી ભરાઈ ગયું છે. જહાજમાં પાણી ભરાવાનો દર એટલો ઝડપી છે કે તે નિયંત્રણ બહાર થઈ ગયો છે અને જહાજ ડૂબવાની સ્થિતિમાં છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને તંત્ર દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવશે. આ અકસ્માત મુન્દ્રાથી આશરે 11 નોટિકલ માઈલ,વડિનરથી આશરે 22 નોટિકલ માઈલ,કાંડલા સિગ્નલ ટાવરથી આશરે 30 નોટિકલ માઈલ દૂર સર્જાયો છે.જહાજમાં કુલ 24 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમની સુરક્ષા માટે તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.ઋષિ બાર્જ દ્વારા 14 ક્રૂ મેમ્બર્સનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એમવી થ્રુ મરિન દ્વારા અન્ય 7 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.બાકીના 3 સભ્યો જેમાં કેપ્ટન અને બે ચીફ એન્જિનિયરનો સમાવેશ થાય છે, તેઓ હાલ જહાજ પર જ ઉપસ્થિત છે અને આગળની માર્ગદર્શિકા માટે જહાજના માલિકો સાથે સતત સંપર્કમાં છે. તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી ઘટનાની ગંભીરતાને જોતાં તુણા બંદરથી તાત્કાલિક એક ટગને સહાયતા માટે રવાના કરવામાં આવી હતી. હાલમાં સ્થિતિ પર નજર રાખવા માટે 2પોર્ટ ટગ અને ભારતીય કોસ્ટ ગાર્ડની 2 જહાજો ઘટનાસ્થળની આસપાસ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. મેરિટાઇમ સુરક્ષા એજન્સીઓ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને દરિયાઈ સલામતી સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    Taylor Swift Reportedly 'Frustrated’ With Travis Kelce’s Busy NFL Schedule Months After Wedding
    Next Article
    Pakistan Star Razaullah Scripts Huge Record With 43-Ball Fifty On Debut In 3rd Test vs England

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment