Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતમાં 2 જુલાઇથી ચોમાસું જામશે, રામ મંદિર દાન ચોરી કેસના તમામ આરોપીઓનાં ઘરે દરોડા, 16 દેશોમાં ગરમીથી હાહાકાર, ફ્રાન્સમાં 1000 મોત

    22 hours ago

    નમસ્તે, રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં તમામ 8 આરોપીઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. બીજી તરફ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સેશેલ્સના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ ફ્રાન્સમાં ગરમીના કારણે 1000 લોકોના મોતના સમાચાર જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અમિત શાહ પર ટિપ્પણી મામલે રાહુલ ગાંધી પર દાખલ માનહાનિ કેસમાં ઉત્તર પ્રદેશની સુલતાનપુર કોર્ટમાં સુનાવણી થશે. 2. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં UCC બિલ રજૂ થઈ શકે છે. 📰 કાલના મોટા સમાચારો 1. રામમંદિર દાનચોરી કેસમાં 8 આરોપીઓનાં ઘરે પોલીસનાં એકસાથે દરોડા:ટીન્નુના ઘરમાં તિજોરીની તપાસ કરી, ઇન્દ્રેશે કહ્યું- દોષિતોને છોડવામાં આવશે નહીં રવિવારે સવારે 7 વાગ્યે પોલીસે રામ મંદિર દાન ચોરી કેસમાં જેલમાં બંધ આઠ આરોપીઓના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસની આઠ ટીમોએ આરોપીઓના ઘરો પર એક સાથે દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન ત્રણ આરોપીઓના ઘર બંધ મળી આવ્યા હતા અને પોલીસે પડોશીઓની પૂછપરછ કરી હતી. દરોડા દરમિયાન, ચંપત રાયના નજીકના સાથી રામશંકર યાદવ (ઉર્ફે ટીન્નુ)નું ઘર બંધ હાલતમાં મળી આવ્યું હતું. થોડીવાર પછી, ટીન્નુની માતા ત્યાં આવી પહોંચ્યા અને દરવાજો ખોલ્યો, જેથી પોલીસ અંદર તપાસ કરી શકી. ત્યારબાદ પોલીસ આરોપીના ભત્રીજા મનીષ યાદવના ઘરે પહોંચી, પરંતુ તે ઘર પણ બંધ હતું. તેવી જ રીતે, આરોપી સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવનું ઘર પણ બંધ હાલતમાં મળી આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ટ્વિશા મોત કેસના આરોપી નિવૃત જજ ગિરિબાલાના ઘરે ચોરી:દાગીના અને ડોક્યુમેન્ટ્સની ફાઈલની ઉઠાંતરી, પોલીસનું સાયરન સાંભળીને ચોર ભાગ્યા; બે શંકાસ્પદ કસ્ટડીમાં એક્ટ્રેસ-મોડલ ટ્વિશા શર્માના મોત કેસમાં આરોપી નિવૃત્ત જજ ગિરિબાલા સિંહના ઘરમાં ચોર ઘૂસી ગયા. તેમણે સોનાના દાગીના સહિત ગિરિબાલા અને તેમના પુત્ર સમર્થ સિંહ સાથે સંબંધિત કેટલાક દસ્તાવેજોની એક ફાઇલ ચોરવાનો પ્રયાસ કર્યો. જોકે, પોલીસ આવતા ચોરોને સામાન છોડીને ભાગવું પડ્યું. ચોરી અને માલ જપ્ત કરવાની પુષ્ટિ ACP રજનીશ કશ્યપે કરી છે. ઘટના સમયે ગિરિબાલાના ભાઈ ઘરમાં હાજર હતા. તેમણે જણાવ્યું કે શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ ચોર પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ્યા, તેથી તેમને ચોરીની જાણ પણ ન થઈ. આ દરમિયાન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ઘર પાસે પહોંચી. તેમની ગાડીનું સાયરન સાંભળતા જ બદમાશો ગભરાઈ ગયા અને સામાન છોડીને ફરાર થઈ ગયા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. PM મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ સન્માન, સંસદને સંબોધિત કરી:કહ્યું- સેશેલ્સ સાથે અમારો 256 વર્ષ જૂનો સંબંધ, 5 ભારતીયોથી તેની શરૂઆત થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે સેશેલ્સના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ગાર્ડિયન ઓફ બ્લુ હોરાઇઝન'થી સન્માનિત કરવામાં આવ્યા. આ સાથે મોદીને અત્યાર સુધીમાં 34 દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માન મળી ચૂક્યા છે. સન્માન મળવા પર PM મોદીએ સેશેલ્સની જનતા, સરકાર અને રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીનો આભાર વ્યક્ત કર્યો. PM મોદીએ સેશેલ્સની નેશનલ એસેમ્બલીને પણ સંબોધિત કરી. આવું કરનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા. તેમણે કહ્યું કે સેશેલ્સ સાથે ભારતનો સંબંધ માત્ર 50 વર્ષ જૂનો નથી, પરંતુ તેની શરૂઆત ઓગસ્ટ 1770માં થઈ હતી. જ્યારે 'થેલેમાક' જહાજથી અહીં 5 ભારતીયો પહોંચ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સિયા-ચેતન સામે કેતનના મર્ડરનો સીન રીક્રિએટ કરવામાં આવ્યો:પોલીસ બંનેને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ, દીવાલ પરથી ડમી નીચે પાડીને તપાસ કરી પુણે મર્ડર કેસમાં પોલીસે રવિવારે કેતનને લોહગઢ કિલ્લા પરથી નીચે ફેંકવાનો સીન રીક્રિએટ કર્યો. રિપોર્ટ્સ અનુસાર, આ માટે પોલીસ સવારે 6.30 વાગ્યે સિયા ગોયલને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ. કિલ્લાની દીવાલ પરથી એક ડમીને નીચે ફેંકીને જોવામાં આવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, અમે 18 જૂને કેતનની હત્યા દરમિયાન ઘટનાઓની કડીઓ જોડવા માંગતા હતા. આ દરમિયાન કેસમાં પોલીસે નવો ખુલાસો કર્યો કે સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ ગૂગલ પર લોહગઢ કિલ્લાના ડેથ પોઈન્ટ સર્ચ કર્યા હતા. ત્યાં સુધી પહોંચવાનો રસ્તો અને ખાઈઓની પણ માહિતી એકઠી કરી હતી. પોલીસે કહ્યું- બંનેએ ગૂગલ પર 'ડેથ પોઈન્ટ અને ઝેર આપીને કેવી રીતે મારવું, જેથી પોલીસને શંકા ન થાય' જેવા પ્રશ્નો સર્ચ કર્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ફ્રાન્સમાં ગરમીથી 1000 લોકોના મોત:જર્મની-સ્પેન, બ્રિટન સહિત 16 દેશમાં રેકોર્ડબ્રેક ગરમી; રસ્તાઓ પીગળ્યા, સ્કૂલો બંધ, જંગલોમાં આગ લાગી યુરોપ આ દિવસોમાં રેકોર્ડબ્રેક હીટવેવની ઝપેટમાં છે. ફ્રાન્સમાં ભીષણ ગરમીથી લગભગ 1,000 લોકોના મોત થયા છે. હેલ્થ એજન્સીએ રવિવારે જણાવ્યું કે આ મોત 24 જૂનથી 27 જૂન વચ્ચે થયા હતા. વધારાના મૃત્યુનો અર્થ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા સરેરાશ મૃત્યુની સરખામણીમાં આ વખતે લગભગ 1000 લોકો વધુ મૃત્યુ પામ્યા છે. જોકે, સરકારે ન તો છેલ્લી વખત કે ન તો આ વખતનો કોઈ ચોક્કસ આંકડો આપ્યો છે. અધિકારીઓના મતે મૃત્યુ પામેલા લોકોમાં 85% વૃદ્ધો છે. સૌથી વધુ મોત ઘરોમાં થયા. ખાસ કરીને રાજધાની પેરિસ અને તેની આસપાસના વિસ્તારોમાં આવા કિસ્સાઓ વધુ જોવા મળ્યા. જ્યારે, જર્મની, સ્પેન, બ્રિટન, ડેનમાર્ક, ઇટાલી અને સ્વિટ્ઝર્લેન્ડ સહિત 16 દેશોમાં તાપમાને દાયકાઓ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. અમદાવાદમાં હિટ એન્ડ રનના ભયાનક CCTV:કારની ટક્કરે યુવાનો હવામાં ઊછળ્યા, એકનું મોત; કારચાલક પાસે લાયસન્સ ન હોવાનો ઘટસ્ફોટ અમદાવાદના વ્યાસવાડી ચાર રસ્તા પાસે 28 જૂનની મોડીરાત્રે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. રોડ ક્રોસ કરતા સમયે એક સફેદ કલરની કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર જતા ત્રણ યુવકમાંથી બે હવામાં ઉછળીને નીચે પટકાયા હતા. ભયાનક ટક્કરનો અવાજ સાંભળીને દોડી આવેલા લોકોએ ત્રણેય ઈજાગ્રસ્તોને સારવામાં ખસેડ્યા હતાં, જ્યાં એકનું મોત નીપજ્યું છે. આ અકસ્માતના દૃશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસ તપાસમાં કાર ડ્રાઈવર નરેન્દ્ર વાઘેલા પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ન હોવાનો ખુલાસો થયો છે. હાલ તો સમગ્ર મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગુજરાતમાં 2 જુલાઈથી ચોમાસું જામવાના એંધાણ, ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘમહેર થશે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે, 28 જૂનથી 4 જુલાઈ સુધીની આગાહી કરવામાં છે. જેમાં આજે ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ આગામી ત્રણ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. 2 જુલાઈ પછી રાજ્યમાં વરસાદી માહોલ જામવાના એંધાણ છે. અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જેની ધરી 5.8 કિલોમીટરની ઊંચાઈ પર ટ્રફ તરીકે આવેલી છે, અને તેનું સ્થાન 77 ડિગ્રી ઈસ્ટ અને 25 ડિગ્રી નોર્થ છે. તેની સાથે જ, ગઈકાલે નોર્થ ગુજરાત પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, તે હવે મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં છે, જેનો વિસ્તાર દરિયાઈ સપાટીથી 3.1 થી 5.8 કિલોમીટર ઉપર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મોદીએ કહ્યું- સમુદ્રથી આકાશ સુધી ભારત સુરક્ષિત:દેશમાં 40થી વધુ C-295 વિમાનો બનાવવામાં આવી રહ્યા છે, ભારતે યોગમાં 114 મેડલ જીત્યા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઇરાનનું અસ્તિત્વ ખતમ કરી દઈશુંઃ ટ્રમ્પની ઈરાનને ધમકી:USએ ઈરાનના 10 સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા; ઈરાનનો બહેરીન-કુવૈત પર હુમલો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાહુલ ગાંધી ગુમ થઈ ગયા? દિલ્હીના રસ્તાઓ પર લાગ્યા પોસ્ટર:લખ્યું- વિદેશમાં કોઈ પબમાં હોઈ શકે અથવા કોઈ બીચ પર દેખાઈ શકે, શોધખોળ ચાલુ છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : સાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોનાં મોત:બધા મૃતકો સાઉદીના નાગરિકો, હેલિકોપ્ટર દુનિયાની સૌથી મોટી ઓઈલ કંપની અરામકોનું હતું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : જુલાઈમાં 12 દિવસ બેંકોમાં કામ નહીં થાય:4 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત અલગ-અલગ જગ્યાએ 6 દિવસ બેંક બંધ રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : હાર્દિક-માહિકાએ ચૂપચાપ લગ્ન કરી લીધા!:પંડ્યાની ગર્લફ્રેન્ડનો લાલ ચાંલ્લો અને સેંથો પૂરેલો ફોટો વાઇરલ; સોશિયલ મીડિયામાં અટકળોએ જોર પકડ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે જેઠ પૂર્ણિમા:સૂર્યદેવને અર્ઘ્ય આપી દિવસની શરૂઆત કરો; જાણો પિતૃ તર્પણ અને પૂજાની ખાસ વિધિ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ મેક્સિકોમાં ચોરોને થાંભલાઓ સાથે બાંધતો શખ્સ મેક્સિકોના જલિસ્કોમાં એક અજાણ્યો શખ્સ, બાઇક ચોરોને પકડીને વીજળીના થાંભલાઓ સાથે બાંધી દે છે અને તેમના પર 'ચોર' લખી દે છે. છેલ્લા 10 દિવસમાં આવા 5 કિસ્સાઓ સામે આવ્યા છે. પોલીસ તપાસમાં લાગી છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે બિગ સ્ટોરી : લોહી સામે લોહી જમા કરાવવું ફરજિયાત છે?: કોઇના કહેવાથી એકલું પ્લાઝમા ડોનેટ કરવા ન દોડી જતાં! ડૉક્ટરે ધ્યાને રાખવા જેવી વાત કહી 2. ખાખી કવર : પતિને ઘેનની દવાથી બેભાન કર્યો, કુહાડીથી માથું કાપ્યું: લાશ અડધી સળગાવીને કટકા જુદાંજુદાં ઠેકાણે ફેંકી દીધાં, કામાંધ પત્નીની શેતાની કરતૂત 3. સ્પાય ફાઈલ્સ : પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા: ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો; સહમત પાર્ટ-2 4. આજનું એક્સપ્લેનર: બાંગ્લાદેશે ભારત પાસેથી છીનવીને મોંગલા પોર્ટ ચીનને કેમ આપ્યું? માત્ર 80 કિમી દૂર બેસશે ચીન; આ કેટલી મોટી ચિંતા? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ:મેષ અને કર્ક રાશિની મહેનત સાર્થક થશે; વૃષભ, મીન સહિત 5 રાશિને વેપારમાં વૃદ્ધિના યોગ વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Welcome to the Jungle Box Office Collection Day 2 Highlights: Akshay Kumar film grosses Rs 59.40 cr worldwide
    Next Article
    Jahangir Aziz: ‘Investment is casualty when industry concentration rises’

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment