Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના ટેક્સટાઇલ સેક્ટરમાં વીવર્સો અઠવાડિયામાં 2 દિવસ રજા પાળશે:સામી દિવાળીએ 15 દિવસે યાર્નનું પેમેન્ટ ચૂકવવું ફરજિયાત છતાં બજારમાં માલ વેચાતો નથી

    18 hours ago

    દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દેશના ટેક્સટાઇલ હબ ગણાતા સુરતનો વીવિંગ ઉદ્યોગ અભૂતપૂર્વ આર્થિક ભીંસમાં મુકાઈ ગયો છે. સામાન્ય રીતે દિવાળી પહેલાં સુરતના કાપડ બજારોમાં ધમધમાટ જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર સાવ ઊલટું છે. કાચા માલ તરીકે વપરાતા યાર્નના ભાવમાં સતત થઈ રહેલા તોતિંગ વધારાના કારણે ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચી ગયો છે. તેની સામે માર્કેટમાં તૈયાર ગ્રે કાપડના યોગ્ય ભાવો મળતા નથી અને ખરીદી પણ નહિવત થઈ ગઈ છે. નુકસાનીની ગર્તામાં ધકેલાતા બચવા માટે સુરતના વીવર્સ એકમોએ હવે સ્વયંભૂ અઠવાડિયામાં 2 દિવસ ઉત્પાદન સંપૂર્ણ બંધ રાખીને રજા રાખવાનો નિર્ણય લીધો છે. યાર્નના તોતિંગ ભાવ સામે ગ્રે કાપડના લેવાલ ગાયબ વીવિંગ ઉદ્યોગ હાલમાં બેવડા મારનો સામનો કરી રહ્યો છે. એક તરફ યાર્ન ઉત્પાદકો દ્વારા કૂદકે'ને ભૂસકે ભાવ વધારવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ પ્રોસેસર્સ અને વેપારીઓ ગ્રે કાપડની પડતર સામે યોગ્ય ભાવ આપવા કે નવી ખરીદી કરવા તૈયાર નથી. તૈયાર કાપડ વેચાતું ન હોવાથી કારખાનેદારોની કાર્યકારી મૂડી ફસાઈ જવાની ભીતિ સર્જાઈ છે. આ કપરી પરિસ્થિતિમાં વધુ નુકસાન ન થાય તે માટે મોટાભાગના વીવિંગ એકમોએ નવા યાર્નની ખરીદી કરવાનું તાત્કાલિક ધોરણે ટાળી દીધું છે. યાર્નના ઊંચા ભાવ અને ગ્રેની ખરીદી ન થતાં નિર્ણય કરાયો વિવર એસોસિએશન અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ કહ્યું હતું કે, હાલમાં સુરતની વીવિંગ ઇન્ડસ્ટ્રીઝની હાલત એકદમ ખરાબ હોવાને કારણે વીકમાં 2 રજા રાખવાનું વીવર્સો દ્વારા જાહેર કરાયું છે. જેનું મુખ્ય કારણ છે કે યાર્નના ઊંચા ભાવ અને ગ્રેની ખરીદી નહીં હોવું તે છે. જેને કારણે સામે દિવાળીએ યાર્નનું પેમેન્ટ 15 દિવસે દેવાનું હોય છે અને સામે દિવાળીએ કોઈ ખરીદી ન હોવાને કારણે હાલ વીવિંગ ઇન્ડસ્ટ્રીઝ 2-2 દિવસ જે વીકમાં રજા રાખશે, એવું અમે અમારા એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જો અત્યારે સતત ઉત્પાદન ચાલુ રાખીએ તો ખોટનો આંકડો ઘણો મોટો થઈ જાય તેમ છે, આથી આ નિર્ણય લેવાયો છે. 15 દિવસમાં પેમેન્ટ ચૂકવવાની મજબૂરી અને આર્થિક ભીંસ વીવર્સ માટે સૌથી મોટી મુશ્કેલી પેમેન્ટ સિસ્ટમને કારણે ઊભી થઈ છે. નિયમ મુજબ યાર્ન ખરીદ્યા પછી માત્ર 15 દિવસમાં રોકડેથી પેમેન્ટ ચૂકવવું ફરજિયાત બને છે, જ્યારે સામે તૈયાર ગ્રે કાપડ વેચાયા પછી તેના નાણાં મહિનાઓ સુધી છૂટા થતા નથી. સામી દિવાળીએ કારીગરોનો પગાર, વાર્ષિક બોનસ અને અન્ય આર્થિક જોગવાઈઓ કરવાની જવાબદારી કારખાનેદારોના માથે હોય છે. આવા સમયે જો ઉત્પાદન સતત ચાલુ રખાય તો રોકડની તીવ્ર અછત ઊભી થાય તેમ હોવાથી વીવર્સો માટે ઉત્પાદન ઘટાડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. લાઈટબિલ ઘટાડવા અને મૂડી બચાવવા ઉત્પાદન પર બ્રેક અઠવાડિયામાં 2 દિવસ મશીનો બંધ રાખવા પાછળનું મુખ્ય ગણિત ખર્ચ નિયંત્રણ છે. 2 દિવસ કારખાના બંધ રહેવાથી વીજળીનો વપરાશ નોંધપાત્ર ઘટશે, જેનાથી લાખો રૂપિયાના તોતિંગ લાઈટબિલનો બોજ ઓછો થશે. આ સાથે કામના દિવસો ઘટવાથી દૈનિક ઉત્પાદન ખર્ચ અને મજૂરી ખર્ચ નિયંત્રણમાં રહેશે. નાણાકીય સમતુલા જાળવવા અને નુકસાનની માત્રા ઘટાડવા માટે સુરતના વીવર્સોએ નાછૂટકે આ કડવો ઘૂંટડો પીવો પડ્યો છે, જેની અસર આગામી દિવસોમાં સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન પર જોવા મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    બેંગલુરુમાં કોકરોચ પાર્ટીનું આજે ચપ્પલ પ્રદર્શન:ધ્રુવ રાઠી, પ્રકાશ રાજ જોડાશે; દીપકેએ કહ્યું- સત્તા તમારી, રસ્તાઓ અમારા છે, અહીંથી જ લોકશાહી પાછી મેળવીશું
    Next Article
    "I'll Give My Reaction Once I Figure Out...": Tanushree Dutta On Nana Patekar's Death

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment