Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમૂલે દૂધના ભાવમાં લિટરે રૂ.2 વધાર્યા, 14 મેથી લાગુ:ભેંસના દૂધમાં પ્રતિ લિટર રૂ.4નો વધારો, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પહેલા જ મોંઘવારીનો ડામ

    13 hours ago

    પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની શક્યતાઓ વચ્ચે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલે લિટરે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારો 14 મેથી લાગુ કરાશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 1 મે, 2025ના રોજ અમૂલે લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો હતો. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની યાદી પ્રમાણે અમૂલ દૂધના મુખ્ય વેરિએન્ટ/પેકમાં પ્રતિ લિટર રૂપિયા 2/- નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ 14 મે 2026થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે. મુખ્ય વિગતો:આ ભાવ વધારો મહત્તમ વેચાણ કિંમતમાં 2.5% થી 3.5% નો વધારો સૂચવે છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે. કેમ કર્યો ભાવ વધારો? અમૂલ દૂધના ભાવમાં મે-2025 બાદ અત્યાર સુધી કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. વધારો કરવાનું મુખ્ય કારણ પશુ આહાર, પેકેજિંગ અને બળતણ જેવા ઈનપુટ ખર્ચમાં થયેલો નોંધપાત્ર વધારો છે. અમૂલ તેના સહકારી માળખા દ્વારા ગ્રાહકો પાસેથી મેળવેલા દર 1 રૂપિાયામાંથી 80 પૈસા (80%) સીધા દૂધ ઉત્પાદકોને પરત આપે છે. મે-2025માં લિટરે રૂ.2 વધાર્યા હતા આ પહેલાં 1 મે, 2025 ગુજરાત અને અન્ય રાજ્યોમાં અમૂલના તમામ પ્રકારના દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયાનોનો વધારો કરવામાં આવ્યો હતો. જૂન 2024માં લિટરે 2 રૂપિયા વધાર્યા હતા 4 જૂન-2024ના રોજ લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાના ત્રણ દિવસ પહેલાં જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જેમાં અમૂલ ગોલ્ડ દૂધમાં લિટરે 2 રૂપિયા વધાર્યા હતા. જ્યારે અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી, 2024માં લિટરે 2 રૂપિયાનો ધટાડો કર્યો હતો અમૂલ ડેરી દ્વારા અમૂલ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં 24 જાન્યુઆરીના ઘટાડો કરાયો હતો. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. અમૂલ દૂધના ભાવમાં ઘટાડો 24 જાન્યુઆરીથી લાગુ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    રોયલ સત્યમેવ જયતે ગ્રુપના BCAમાં ગેરવહીવટના ગંભીર આક્ષેપ:ડૉ. બેંકરે કહ્યું: BCAના પૈસાનો વેડફાટ, કોઈ એવું કહે કે, :'હું BCAનો પ્રેસિડેન્ટ છું', તો એ મમતા દીદી જેવું કરે છે, અમે હાઇકોર્ટમાં જઈશું
    Next Article
    સુરતમાં રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન:ઉદયપુરના 84 બાળકોને ફેક્ટરીઓમાંથી મુક્ત કરાવ્યા, 5000 માટે સાડીમાં દોરા કાપવા-મશીન ચલાવવાનું જોખમી કામ કરાવાતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment