Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલાલાના હિરણ-2 ડેમમાં મગર બાળકને ખેંચી ગયો:કરચલા પકડવા ગયેલા 11 વર્ષના બાળક પર હુમલો, શોધખોળ ચાલુ

    1 week ago

    તાલાલા તાલુકાના ઉમરેઠી ગામમાંથી એક અત્યંત ચિંતાજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલા હિરણ-2 ડેમમાં એક મગરે 11 વર્ષના માસૂમ બાળકને પાણીમાં ખેંચી લીધો છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કરચલા પકડવા ગયા દરમિયાન બની દુર્ઘટના મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનો એક પરપ્રાંતીય મજૂર પરિવાર વર્ષ 2022થી ઉમરેઠી ગામ પાસે રહીને મજૂરી કામ કરે છે. આ પરિવારનો 11 વર્ષનો પુત્ર શંકર ડેમના 'કારગીલ વિસ્તાર' તરીકે ઓળખાતા ભાગમાં અન્ય એક બાળક સાથે કરચલા પકડવા માટે ગયો હતો. આ દરમિયાન ડેમ કાંઠે અચાનક એક મગરે શંકર પર હુમલો કર્યો હતો અને તેને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. બાળકની શોધખોળ માટે વહીવટી તંત્ર દોડતું થયું ઘટના સમયે શંકર સાથે હાજર અન્ય બાળકે તાત્કાલિક દોડીને તેના પરિવારને આ અંગે જાણ કરી હતી. પરિવારે ત્વરિત ગામના સરપંચ જયદીપભાઈ જોટવાનો સંપર્ક કર્યો હતો, જેમણે તાલાલા પોલીસ, વન વિભાગ અને મામલતદારને ઘટનાની ગંભીરતા વિશે માહિતગાર કર્યા હતા. માહિતી મળતાની સાથે જ તાલાલા મામલતદાર, પોલીસ અને વન વિભાગનો કાફલો ઉમરેઠી ગામે ડેમ સાઇટ પર પહોંચી ગયો હતો. ભારે જળસ્તર અને મગરોના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી હિરણ-2 ડેમમાં હાલ પાણીનું જળસ્તર ખૂબ ઊંચું છે અને ત્યાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે. આ ભયજનક પરિસ્થિતિને કારણે સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરવું અત્યંત જોખમી હતું. આથી, તાલાલા મામલતદારે તાત્કાલિક વેરાવળ ફાયર વિભાગને જાણ કરી હતી. વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ ઉમરેઠી પહોંચી હતી અને બાળકને શોધવા માટે સઘન ચેકિંગ સાથે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. જોકે, રાત પડી જતાં સુરક્ષાના કારણોસર રેસ્ક્યુ ઓપરેશન હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું હતું. હજુ સુધી માસૂમ શંકરની કોઈ ભાળ મળી નથી. આ કમનસીબ ઘટનાને પગલે ઉમરેઠી ગામના લોકોમાં મગરોના ભયની સાથે ભારે ચિંતા અને અરેરાટી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    Congress silent, its allies come out in support of Cokcroach Janta Party’s protest
    Next Article
    Surat Demolition LIVE | સુરતમાં બનાવટી લોકો બુલડોઝર ફેરવી ગયા? તંત્ર ધંધે લાગ્યું | SMC | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment