Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બધા ચૂંટણી વખતે આવે,બાકી કોઈ દેખાતું નથી':'બ્રિજ માત્ર કાગળ પર પાસ થયો, 2 વર્ષમાં 100થી વધુના મોત થયા', વોર્ડ-15ના સ્થાનિકે કહ્યું ક્વાટર્સ જર્જરિત, ગમે ત્યારે પડે તેવો ડર'

    12 hours ago

    રાજકોટનો વોર્ડ-15 છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ગત ચૂંટણીમાં આ એકમાત્ર એવો વોર્ડ હતો જ્યાં ભાજપના સૂપડા સાફ થયા હતા અને ચારેય બેઠકો પર કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા હતા. જોકે, આ વખતે સ્થિતિ બદલાયેલી છે. એક તરફ ભાજપ આ ગઢ તોડવા મથી રહ્યું છે, તો બીજી તરફ જનતા પાયાની સુવિધાઓના અભાવે રોષમાં છે. ત્યારે લોકોને શું સમસ્યા છે અને છેલ્લા પાંચ વર્ષમાં શું બદલાયું છે, કેટલા વિકાસ કાર્યો થયા છે. આ તમામ સવાલોના જવાબ માટે ભાસ્કરની ટીમે વોર્ડ-15માં ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. 'જર્જરિત આવાસ ગમે ત્યારે પડે તેનો ડર લાગે છે' આજી વસાહતમાં વાંબે આવાસ યોજનામાં 200 આવાસ આવેલા છે. ત્યાંના સ્થાનિક રહેવાસી કંચનબેને જણાવ્યું હતુ કે, 18 વર્ષથી અહીં રહીએ છીએ પણ કોઈ ધ્યાન આપતું નથી. ગટરની કુંડીઓ ખુલ્લી છે. ક્વાર્ટર્સ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડે તેવો ડર લાગે છે. જે કામ કરશે તેને જ મત આપીશું. 'ખાડા પડ્યા છે, રસ્તો રીપેર કરતા નથી' આજી GIDC મેઈન રોડ ઉપર ફેક્ટરી ધરાવતા મનીષ લાખાણીએ જણાવ્યુ હતું કે, છેલ્લા 3 વર્ષથી પાઇપલાઇન નાખ્યા રાખે છે, તેથી ખાડા પડી ગયા છતાં રસ્તો રીપેર કરતા નથી. અહીં GIDCમાં ગુજરાત સરકાર અને કોર્પોરેશન પણ ટેક્સ ઉઘરાવે છે. ડબલ ટેક્સ ભરીએ છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત છીએ. ગત વર્ષે માર્ચ માસમાં GIDCના હોદેદારો આવ્યા હતા અને આ રસ્તો બનાવવા રુપિયા 7 કરોડ મંજૂર થયા હોવાની વાત કરી હતી. જો કે હજુ સુધી રોડનું નામ નિશાન નથી. 'મત આપવા જવું કે નહીં તે વિચારવું પડે' અહીંથી પાવર ટ્રાન્સમિશન, હાર્ડવેર અને કિચનવેરની વસ્તુઓ આફ્રિકા અને યુરોપમાં એક્સપોર્ટ થાય છે.કોંગ્રેસના કોર્પોરેટરો અહી આવતા જ નથી જ્યારે ચૂંટણી હોય ત્યારે પ્રચાર કરવા માટે આવે છે. જૂના કોર્પોરેટરોને રીપીટ કરવાથી કોઈ ફાયદો થાય તેવું લાગતું નથી. જેથી હવે અમારે મત આપવા જવું કે નહીં તે પણ વિચારવું પડે તેમ છે. 'ઓવરબ્રિજ અને અંડર બ્રિજની જરૂરિયાત છે' શહેર કોંગ્રેસના માલધારી આગેવાન હરેશ ભારાઈએ જણાવ્યું હતુ કે, આજીડેમથી કોઠારીયા ચોકડી સુધી જવા અનેક વખત બ્રિજની માંગણી કરવામાં આવી અને માત્ર કાગળ ઉપર પાસ થયો છે. છેલ્લા બે વર્ષમાં જ સૌથી વધુ વાહન ચાલકોના મૃત્યુ થયેલા છે. જેનું નિવારણ લાવવા માટે હાઈવે ઉપર ઓવરબ્રિજ અને અંડર બ્રિજની જરૂરિયાત છે. આ રસ્તો 20 વર્ષમાં બન્યો નથી. જેથી તાત્કાલિક આ રોડ બનાવવામાં આવે તો ઘણા બધા અકસ્માતો અટકી શકે છે. 'બધા ચૂંટણી વખતે આવે, પછી કોઈ ડોકાતું નથી' સ્થાનિક ભોલાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, મોટો ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે તેમ છતાં પણ આ બ્રિજ પર રોંગ સાઈડમાં અવરજવર કરવી પડે છે. અત્યાર સુધીમાં અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે પરંતુ તેનું નિવારણ હજુ સુધી આવ્યું નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય બધા ચૂંટણી વખતે આવે છે અને કહે છે કે આમ કરશું અને તેમ કરશું. બાકી કોઈ ડોકાતું નથી અને ચૂંટાઈ ગયા પછી કોઈ જવાબ દેવા પણ આવતું નથી. 'કોંગ્રેસના કોર્પોરેટરો ધ્યાન આપતા નથી' સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ વ્યાસે જણાવ્યું હતુ કે, બાળકો માટે આંગણવાડી નથી. આ ઉપરાંત બાળકો અને વૃદ્ધો માટે ગાર્ડનની સુવિધા નથી. છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસનું શાસન છે અને આ વિસ્તારમાં 4000 લોકો વસવાટ કરે છે. ચોમાસામાં પુષ્કળ પાણી ભરાય છે. કોઈ સમસ્યા બાબતે રજૂઆત કરવામાં આવે તો તે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સાંભળવામાં આવે છે પરંતુ કોંગ્રેસના અહીંના કોર્પોરેટરો ધ્યાન આપતા નથી. 'સફાઈ થતી નથી અને ભૂગર્ભ ગટરની સમસ્યા' સ્થાનિક પ્રીતિબેન ભાયાણીએ જણાવ્યું હતું કે, મચ્છરોનો ત્રાસ ખૂબ જ વધારે છે. હું એટલું જ કહેવા માગીશ કે પહેલા તમે પબ્લિકને સારી વસ્તુ આપો ત્યારપછી વોટ માગવા માટે આવો. તો ચુનારવાડ વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈએ જણાવ્યું હતુ કે, કોર્પોરેટર ચક્કર મારવા પણ આવ્યા નથી. સફાઈ થતી નથી અને ભૂગર્ભ ગટરની સમસ્યા છે. પીવાનું પાણી દૂષિત આવે છે અને રસ્તા પણ ખરાબ છે. ચોમાસામાં ઘર સુધી નદીનું પાણી આવી જાય છે. આ સોસાયટીમાંથી કોઈને મત આપવાનો થતો જ નથી. મારા વોર્ડમાં લોકોને કોઈ સમસ્યા નથી:વશરામ સાગઠીયા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા 116 કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે. હજુ અમારા વિસ્તારમાં DI પાઇપલાઇન નાખવાની કામગીરી બાકી છે. આ ઉપરાંત ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે તેવા આરાધના સોસાયટી, વિજયનગર સોસાયટી, આંબેડકર નગરમાં પાઈપલાઇન નાખવાની યોજના છે. ‘ભાજપનું કામ રોડા નાખવાનું છે’ હાઈવે પર રોંગ સાઈડમાં જવાને કારણે અકસ્માતો થાય છે. ત્યારે આજી ડેમથી ગોંડલ ચોકડી સુધી ટ્રાફિક જામની સમસ્યા છે તે બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને અનેક વખત રજૂઆતો કરેલી છે. જો કે એક જ જવાબ મળે છે કે નેશનલ હાઈવેનું કામ ચાલુ છે. જે પૂર્ણ થયા બાદ મુશ્કેલી દૂર થઈ જશે. ભાજપનું કામ રોડા નાખવાનું છે પરંતુ સરકારી અધિકારીઓને કઈ રીતે પ્રેશર અને વિનંતી કરવી જોઈએ તે આવડે છે અને તેના કારણે મારા વોર્ડમાં લોકોને કોઈ સમસ્યા નથી અને બાકીના વિકાસ કામો આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થઈ જશે. 'કોંગ્રેસ પાસેથી ભાજપ વોર્ડ છીનવી લેશે' ભાજપના સક્રિય કાર્યકર અને ઉમેદવાર નિલેશ હેરભાએ જણાવ્યું હતું કે, સૌથી મોટી સમસ્યા ખરાબ રસ્તાઓની છે. 15 વર્ષથી અહીં કોંગ્રેસનું શાસન છે તેમ છતાં પણ લાઈટના પ્રશ્નો છે. TC બદલાવાની સાથે ઈલેક્ટ્રીક કામ કરાવવામાં તેઓ નિષ્ફળ ગયા છે. સરકારી શાળામાં વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ મળે છે પરંતુ માધ્યમિક શાળા નથી. હાઈસ્કૂલ માટેની માંગણી પણ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી નથી. આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાસેથી આ વોર્ડ છીનવી લેશે અને આગામી 5 વર્ષમાં આ વોર્ડની સકલ ફેરવી નાખીશું.
    Click here to Read More
    Previous Article
    JEE મેઈન્સ ફેઝ-2નું રિઝલ્ટ જાહેર:રાજકોટનો નિમય પુરોહિતનો ઓલ ઈન્ડિયામાં 16મો રેન્ક, 100 પર્સેન્ટાઈલ મેળવનાર ગુજરાતનો એકમાત્ર વિદ્યાર્થી
    Next Article
    'મકાન JCBથી તમે પાડી દો,આ વિકાસ કર્યો કહેવાય?':'નળની સુવિધા સારી કરી પણ પાણી તો આવતું નથી', ગંદકી અને પાણી સમસ્યાથી વોર્ડ-6ના સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment