Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં લાભપાંચમના ધંધા-રોજગારના શ્રી ગણેશ:ધર્મેન્દ્ર રોડ પરની 2 હજાર દુકાનોમાં દિવાળીના 10 દિવસમાં 10 લાખ ગ્રાહકો ઉમટયા, મોંઘવારી છતાં કમાણી થતાં વેપારીઓ ખુશખુશાલ

    एक दिन पहले

    રાજકોટમાં આજે 14 નવેમ્બરના લાભપાંચમના શુભમુહૂર્તમાં વેપારીઓએ ધંધા રોજગારના શ્રી ગણેશ કર્યા હતા. શહેરના પ્રખ્યાત ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ પરની 2000 થી વધુ દુકાનો દિવાળીના ચાર દિવસ બંધ રહી હતી. નૂતન વર્ષ પૂર્વેના 10 દિવસ બજાર રાત્રે 3 વાગ્યા સુધી ધમધમતી હતી અને દૈનિક 1 લાખથી વધુ લોકો ખરીદી માટે આવતા હતા. જોકે આ વખતે લોકોએ મોંઘવારીને ભૂલીને મન મૂકીને ખરીદી કરતા વેપારીઓની દિવાળી સુધરી ગઈ હતી અને ફરી નવા વર્ષમાં વેપાર કરવા માટે તેઓ સજ્જ થઈ ગયા છે. રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ હિતેશ અનડકટે જણાવ્યું હતું કે, નવા વર્ષની સૌને શુભકામનાઓ. નવા વર્ષનો સૂર્યોદય સૌને સફળતા અપાવે એવી શુભકામના સાથે આજે તમામ બજારના વ્યાપારીઓ શુભ મુહૂર્ત કરી રહ્યા છે. પાછલા દિવસની વાત કરીએ તો છેલ્લા 10 દિવસ બજારને ખૂબ મોટું ટૉનિક મળ્યું છે. બધાએ ખૂબ સરસ વ્યાપાર કર્યો છે અને બધાને એક જાતનો આનંદ છે. શહેરની પ્રખ્યાત ધર્મેન્દ્ર રોડ બજારમાં રોશનીના હિસાબથી રાજકોટવાસીઓએ ખૂબ હેત વરસાવ્યું છે, જેનાથી આ વિસ્તારના તમામ પ્રકારના વ્યાપારીઓને ખૂબ સારો લાભ થયો છે. આ વિસ્તારમાં અંદાજિત 2000 પ્લસ તમામ પ્રકારની દુકાનો છે અને અંદાજિત 1 લાખથી વધુ લોકો અહીંયા દરરોજ આવતા હતા અને રાતના 3 વાગ્યા સુધી બજાર ધમધમતી હતી. દિવાળીના તહેવારો એવા છે કે લોકો મોંઘવારી ભૂલી જાય છે. સરકાર દ્વારા જે એરિયર્સ અને બોનસ આપવામાં આવે છે. એ લોકો પ્રેમથી વાપરે છે. જેના હિસાબથી લોકોને ભાવવધારો પણ નથી નડતો અને મોંઘવારી પણ નથી નડતી.
    Click here to Read More
    Previous Article
    U-19 એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 338 રનનો ટાર્ગેટ આપ્યો:ગુજરાતના કાવ્ય પટેલે 4 વિકેટ ઝડપી; આર્યવીર સેહવાગ-કેપ્ટન લક્ષ્ય ક્રિઝ પર, INDનો સ્કોર 61/0
    Next Article
    લીંબડી-ધંધુકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત:રણુજા તરફ જઈ રહેલા પદયાત્રીઓના સંઘને ઈક્કો કારે ટક્કર મારી, ત્રણથી વધુ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment