Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓપરેશન ગંગાજળ, વધુ 2 ક્લાસ-1 અધિકારી ફરજિયાત નિવૃત્ત:સફાઈ કામદાર વિકાસ નિગમના એમડી સહિત બે અધિકારી ઘર ભેગા, IPS જગદીશ પટેલનો ટૂંક સમયમાં વારો

    2 days ago

    ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓના આરોપોનો સામનો કરી રહેલા અધિકારીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ વધુ બે સિનિયર ગુજરાત વહીવટી સેવા (GAS)ના અધિકારીઓને સમય પહેલાં નિવૃત્ત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સોસાયટી (GSTDREIS), ગાંધીનગરના જોઈન્ટ કમિશનર ડી.આઈ. ભગલાણી અને સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર જે. એમ. તુવરનો સમાવેશ થાય છે. આ બંને અધિકારીઓ GASના સિનિયર સ્કેલના અધિકારીઓ છે. આ ઉપરાંત, ભૂતકાળમાં અમરેલીમાં DSP તરીકે ફરજ બજાવી ચૂકેલા IPS અધિકારી જગદીશ પટેલને પણ સમય પહેલાં નિવૃત્ત કરવાની પ્રક્રિયાના ભાગરૂપે નોટિસ આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. બે સિનિયર GAS અધિકારીઓને સમય પહેલાં નિવૃત્તિ સરકારના નિર્ણય મુજબ ડી.આઈ. ભગલાણી અને જે.એમ. તુવરને તેમની નિયમિત નિવૃત્તિની ઉંમર પહેલાં જ સરકારી સેવામુક્ત કરવામાં આવ્યા છે. જે.એમ. તુવર સામે કચ્છમાં ફરજ દરમિયાન ગેરરીતિઓના સંદર્ભમાં કાર્યવાહી થયેલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. IPS જગદીશ પટેલને નોટિસ ગુજરાતમાં બિટકોઇન કૌભાંડને કારણે ચર્ચામાં આવેલા IPS અધિકારી જગદીશ પટેલને પણ ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ નોટિસ આપવામાં આવી હોવાની માહિતી છે. વર્ષ 2017-18 દરમિયાન અમરેલીમાં DSP તરીકે ફરજ બજાવતા સમયે બિટકોઇન સંબંધિત કેસમાં તેમનું નામ સામે આવ્યું હતું. આ પ્રકરણમાં અગાઉ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સરકારી સેવામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. આ કેસમાં તત્કાલીન ધારાસભ્ય સહિત 14 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હવે જગદીશ પટેલને સમય પહેલાં નિવૃત્ત કરવાની દિશામાં નોટિસ અપાઈ હોવાનું જાણવા મળે છે. તેઓ IPS કેડરના અધિકારી હોવાથી તેમની સામેની અંતિમ કાર્યવાહી કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળ આવશે કે કેમ, તે સંબંધિત સત્તાવાર પ્રક્રિયા અને આદેશથી સ્પષ્ટ થશે. IASથી લઈને રાજ્ય કેડરના અધિકારીઓ સુધી કાર્યવાહી ગુજરાતમાં અગાઉ IAS અધિકારીઓ કે. રાજેશ અને ગૌરવ દહિયા સામે પણ સમય પહેલાં નિવૃત્તિ સંબંધિત કાર્યવાહી થઈ ચૂકી છે. હવે વધુ બે GAS અધિકારીઓ સામે પગલાં લેવાતાં વહીવટી તંત્રમાં આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ IAS, IPS, GAS, GPS સહિત રાજ્ય કેડરના ક્લાસ-1 અને ક્લાસ-2ના 81થી વધુ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાઇલમાં ચૂંટણી, 5 કલાકમાં 32% મતદાન:PM નેતન્યાહૂ 4 ઓપિનિયન પોલમાં પાછળ, આઇઝનકોટ બની શકે છે નવા વડાપ્રધાન
    Next Article
    જોરાવરનગર પોલીસે 60 લાખનો ગેરકાયદે રેતી ખનનનો મુદ્દામાલ ઝડપ્યો:ભોગાવા નદીમાંથી રેતી ખનન અને વોશ પ્લાન્ટ પર કાર્યવાહી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment