Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ. 2 લાખનું આવાસ લેવામાં લોકોને રસ નથી !:રાજકોટ મનપાને 1 BHKનાં કુલ 1057 આવાસ માટે પખવાડિયામાં માત્ર 454 ફોર્મ મળ્યા, 2 અને 3 BHK આવાસ લેવા ફોર્મનો ઢગલો થયો

    2 days ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારના છેવાડે આવેલા પ્રેમમંદિર અને પોપટપરા વિસ્તારમાં વર્ષો જૂના ખંઢેર આવાસોનું રીનોવેશન કરીને માત્ર રૂ. 2 લાખમાં 1BHK આવાસ વેચવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે માત્ર રૂ. 2 લાખનું આવાસ લેવામાં લોકોને રસ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, મનપાને 1 BHKનાં 1057 આવાસ માટે પખવાડિયામાં માત્ર 454 ફોર્મ મળ્યા છે. બીજીતરફ LIG તેમજ MIG કેટેગરીનાં 2 અને 3 BHK આવાસ લેવા ફોર્મનો ઢગલો થયો છે. આ બંને કેટેગરીના મળી માત્ર 23 આવાસોની સામે અંદાજે 4 હજાર ફોર્મનો ઢગલો થયો છે. પ્રાપ્ત વિગત મુજબ જુના આવાસોને નવો ઓપ આપીને વેંચવાની યોજના અત્યારે ઊંધા માથે પછડાઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વર્ષ 2006માં બીએસયુપી (BSUP) યોજના હેઠળ નિર્મિત આ 1057 આવાસોનાં રીનોવેશન બાદ માત્ર રૂ. 2 લાખની નજીવી કિંમતે ઓફર કરવા છતાં જનતાએ તેમાં કોઈ ખાસ રસ દાખવ્યો નથી. છેલ્લા બે સપ્તાહથી ચાલતી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં આટલી મોટી સંખ્યાના આવાસો સામે માત્ર 454 ફોર્મ જ ભરાયા છે, જોકે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 મેં છે. ત્યારે 1057 કરતા વધુ ફોર્મ ભરાય છે કે નહીં તેનાં પર સૌની મીટ મંડાયેલી છે. મનપાની નિષ્ફળતા પાછળનું મુખ્ય કારણ આવાસોનું અતિશય જૂનું માળખું માનવામાં આવે છે. પ્રેમમંદિર પાસે અને પોપટપરામાં આવેલા આ આવાસો મૂળભૂત રીતે ઝૂંપડપટ્ટી મુક્ત શહેર અભિયાન અંતર્ગત વિસ્થાપિતોને વસાવવા માટે બનાવવામાં આવ્યા હતા. જોકે ભૌગોલિક સ્થિતિ સહિતના અગમ્ય કારણોસર તત્કાલીન લાભાર્થીઓએ આ મકાનોમાં રહેવા જવાનું મુનાસિબ માન્યું નહોતું. જેના પરિણામે લાંબા સમય સુધી માનવ વસવાટ વિનાના આ મકાનો અસામાજિક તત્વોનો અડ્ડો અને 'ભૂતિયા બંગલા' જેવા ખંઢેરમાં ફેરવાઈ ગયા હતા. બિલ્ડિંગના બારી-બારણાં ચોરાઈ ગયા હતા, પ્લાસ્ટર ઉખડી ગયું હતું અને આખું સ્ટ્રક્ચર જોખમી જણાતું હતું. સામાન્ય એન્જિનિયરિંગ સિદ્ધાંત મુજબ, જ્યારે કોઈ ઈમારત 20-25 વર્ષ જૂની થાય ત્યારે તેનું રિ-ડેવલપમેન્ટ કરવું હિતાવહ હોય છે. રાજકોટના મોકાના ગણાતા પ્રેમમંદિર વિસ્તારમાં જમીનની કિંમત ખૂબ ઊંચી છે, ત્યારે તંત્ર પાસે તક હતી કે આ જૂના સ્ટ્રક્ચરને તોડી પાડીને ત્યાં 12 થી 14 માળના આધુનિક હાઈરાઈઝ બિલ્ડિંગો બનાવવામાં આવે. જો ત્યાં કોમર્શિયલ સેન્ટર અને નવા આધુનિક આવાસો બનાવવામાં આવ્યા હોત તો મનપાની તિજોરીમાં કરોડોની આવક થઈ શકી હોત અને જરૂરિયાતમંદોને સુરક્ષિત મકાન મળે તેમ હતું. પરંતુ, સત્તાધીશોએ જૂના જોખમી માળખા ઉપર જ થીગડાં મારીને, લાખો રૂપિયાનો ખર્ચ કરી રસોડાના પ્લેટફોર્મ, ઇલેક્ટ્રિક વાયરિંગ અને કલરકામ કરાવી તેને 'નવા' તરીકે રજૂ કરવાની નીતિ અપનાવી, જે હવે મનપા માટે 'લાખના બાર હજાર' જેવી સાબિત થઈ રહી છે. એકતરફ વધતી જતી મોંઘવારીના જમાનામાં મધ્યમ વર્ગ એક ઘર માટે વલખાં મારી રહ્યો છે, ત્યાં રૂ. 2 લાખમાં ઘર મળતું હોવા છતાં લોકો પાછા પડી રહ્યા છે. લોકોમાં એવી દહેશત છે કે જે બિલ્ડિંગ 20 વર્ષ સુધી બિનવારસી હાલતમાં પડી રહ્યું હોય તેની મજબૂતી કેટલી હશે? જોકે બીજી તરફ, આ ફોર્મ વિતરણમાં એલઆઇજી (LIG) અને એમઆઇજી (MIG) કેટેગરીના મકાનો માટે પડાપડી જોવા મળી રહી છે. માત્ર 6 એલઆઇજી આવાસો માટે 1882 અરજીઓ અને 17 એમઆઇજી આવાસો માટે 2171 અરજીઓ આવી છે. ઉલ્લેખનીય છે કે, આ આંકડાકીય તુલના સ્પષ્ટ કરે છે કે જનતાને સસ્તા કરતાં સુરક્ષિત અને આધુનિક આવાસ મળે તેમાં વધુ રસ છે. રાજકોટ મહાનગરપાલિકાના આ ફ્લોપ શો એ સાબિત કરી દીધું છે કે જૂના ખંઢેરને માત્ર કલર કરવાથી તે રહેવા લાયક બની જતું નથી. હવે જોવાનું એ રહે છે કે આવનારી 6 મેં સુધીમાં 1 BHKનાં આવાસો લેવા માટે કેટલા ફોર્મ આવે છે. જો કદાચ આ માટે જરૂરી અરજીઓ નહીં મળે તો મુદ્દત વધારવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર SPએ વિકલાંગ દંપતીને વ્યાજખોરીમાંથી મુક્ત કર્યા:ગીરવે મુકેલા મકાનના દસ્તાવેજ કલાકોમાં પરત અપાવ્યા
    Next Article
    Pigeon Droppings, Expired Tamarind Tampering Found At BigBasket Warehouse In Hyderabad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment