Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેન્જરોવર સાથે આખલો અથડાતાં 2 યુવાનોના મોત,1 ગંભીર:કારના ચીંથરા માસના લોચા સાથે રોડ પર વેરવિખેર; થરાદ પાસેની ઘટનામાં અમરેલી-રાજકોટના યુવાનો કાળનો કોળિયો

    1 day ago

    થરાદ નજીક આવેલ ભારતમાલા હાઇવે પર અચાનક આખલો આવી જતાં એક કાર તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. વહેલી સવારમાં થયેલા આ ગંભીર માર્ગ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોમાંથી 2 લોકોના ઘટનાસ્થળે જ નીપજ્યા હતા, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘવાયો હતો. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ભારતમાલા હાઇવે પર કચ્ચરઘાણ વળ્યો આ ગોઝારો અકસ્માત ભારતમાલા રેસ્ટ એરિયા નજીક સર્જાયો હતો. હાઇવે પર અચાનક આખલો સામે આવી જતાં ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો સ્થળ પર જ કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર 3 મુસાફરો આ ભયાનક અકસ્માતનો ભોગ બન્યા હતા. મળતી પ્રાથમિક વિગતો અનુસાર, રાજકોટ તરફથી રાજસ્થાન તરફ જઈ રહી હતી સ્થાનિકો દોડ્યા, ઈજાગ્રસ્ત હોસ્પિટલ ખસેડાયો ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને વિલંબ વગર સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકો તેમજ ઈજાગ્રસ્તની ઓળખ મેળવવા માટે કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. મળતી વિગતો મુજબ આ આ અકસ્માતમાં એક યુવક અમરેલીનો અને બે યુવક રાજકોટના હોવાનું ચર્ચાય છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેવાડમાં આવ્યા અકસ્માતની ગંભીરતા જોતા ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ કર્મચારીઓ અને 108ની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. તેની સ્થિતિ ગંભીર હોવાથી તેને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને અમદાવાદ ખેસાડાયો હતો. બીજી તરફ, અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ‘હરદીપસિંહ નામનો એક યુવક જીવિત મળી આવ્યો હતો’ થરાદ સરકારી હોસ્પિટલના ડૉ. કૃણાલ માલોસણીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સવારે 4:00 થી 4:15 વાગ્યાની વચ્ચે ભારતમાલા રોડ પર સર્જાયેલા અકસ્માત બાદ 108 ની ટીમ દ્વારા ત્રણ લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તબીબી તપાસ દરમિયાન બે વ્યક્તિઓને મૃત જાહેર કરાયા હતા, જ્યારે રાજકોટના હરદીપસિંહ નામના એક યુવક જીવિત મળી આવતાં તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. ‘વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ પણ સુવિધાના નામે મીંડું’ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ભારતમાલા હાઇવે પર સર્જાયેલા અકસ્માત અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દેશમાં સુરક્ષિત માર્ગો પૂરા પાડવાની વાતો કરી હતી અને અમૃતસર-જામનગર હાઇવે પર પશુઓ કે ઢોર રસ્તા પર નહીં આવે તેમજ વાહનચાલકોની સુરક્ષા જળવાશે તેવી ખાતરી આપી હતી, જેથી લોકો સમય બચાવવા માટે ઝડપથી વાહનો ચલાવતા હોય છે. જોકે, સુરક્ષાના અભાવે આ માર્ગ પર વારંવાર ગોઝારા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. NHAIની ગંભીર ખામીઓના કારણે જ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાઇવે પર ક્ષતિઓ કે તૂટો હોય તેને તુરંત દૂર કરીને વાહનચાલકોની સલામતી માટે NHAI યોગ્ય ધ્યાન આપવું જોઈએ; કારણ કે વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધાઓના નામે મીંડું જોવા મળી રહ્યું છે રખડતા પશુઓની સુરક્ષા સામે સવાલો આ અકસ્માતે હાઇવે પર મુક્તપણે રખડતા પશુઓની ગંભીર સમસ્યા ફરી સપાટી પર આવી છે. રેસ્ટ એરિયા નજીક આવા અકસ્માતો અટકાવવા યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે. વાહનચાલકોની સુરક્ષા માટે હાઇવે પર પશુઓ ન આવે તે માટે તાત્કાલિક પગલાં ભરવાની ચર્ચા જોરપકડતી થઈ છે. ટક્કરની તીવ્રતાનો અંદાજ આપતી બે તસવીરો
    Click here to Read More
    Previous Article
    પહેલી વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝની એગ્રેસિવ બેટિંગ:ભારત પહેલી વિકેટ માટે તરસ્યું; WI તરફથી જોન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સની તોફાની બેટિંગ
    Next Article
    બોટાદમાં કપાસના પાકમાં સુકારાની સમસ્યાથી ખેડૂતોમાં ચિંતા:તૈયાર થયેલા છોડ ઉભા સુકાઈ જતાં મોટું નુકસાન થવાની ભીતિ, ખેડૂતોની નુકસાન સર્વે અને સહાયની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment