Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 2 વ્યાજખોરોનો ત્રાસ:વેપારીને 1 કરોડ વ્યાજે આપ્યા બાદ 1.41 કરોડ રૂપિયા લીધા બાદ પણ વધુ 50 લાખની માંગણી કરી, ખોટા કેસો કરવાની ધાક ધમકી આપી

    5 days ago

    વડોદરા શહેરમાં 2 વ્યાજખોરોએ વેપારીને એક કરોડ રૂપિયા વ્યાજે આપ્યા બાદ 1.41 કરોડ રૂપિયા લીધા બાદ પણ વધુ 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ધાક ધમકીઓ આપી હતી. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદમાં દિનેશભાઈ નાજાભાઈ પરમાર તથા તેમના સાથીદારો વિરુદ્ધ ગેરકાયદેસર રીતે તગડું વ્યાજ વસૂલવા, ધમકીઓ આપવા અને હેરાનગતિ કરવાનો આરોપ લાગ્યા છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા ઈમ્તીયાઝઅલી અલજીભાઈ મરેડીયા (ઉંમર 46 વર્ષ) એ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે ઈમ્તીયાઝ અલીભાઈએ વર્ષ 2020માં પંચવટી સર્કલ પાસે ઓરા સ્કેર કોમ્પ્લેક્સના પહેલા માળે 'અમો લીઝર એલી રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ' નામની હોટલ ચલાવી હતી. ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાન દિનેશભાઈ પરમારની માલિકીની હતી, જેને તેમણે ભાડે લીધી હતી. આ કારણે બંને વચ્ચે ઓળખાણ અને મિત્રતાના સંબંધો હતા. વર્ષ ૨૦૨૧થી ધંધાના વિકાસ માટે નાણાની જરૂર પડતાં ઈમ્તીયાઝઅલીભાઈએ દિનેશભાઈ પાસેથી ટુકડે-ટુકડે રોકડ રૂ. 1 કરોડ રૂપિયા 2% માસિક વ્યાજે લીધા હતા. આ સમગ્ર રકમ પર 2% માસિક વ્યાજ લેખે તા. 25/07/2024 સુધીમાં 45.20 લાખ રૂપિયા વ્યાજ રોકડમાં ચૂકવી દીધા છે. વર્ષ 2024ના જૂન-જુલાઈમાં દિનેશભાઈએ મુડીની ઉઘરાણી શરૂ કરી દીધી. ત્યારબાદ પી.એમ. આંગળીયા મારફતે સીધ્ધપુર (ધ્રોલ) ખાતેથી દિપકભાઈને બે વખત રૂ. 30 લાખ કરીને કુલ રૂ. 60 લાખ મોકલ્યા હતા. વધુમાં, તા. 13/03/2025ના રોજ ફરિયાદીની ગેરહાજરીમાં તેમના મોટાભાઈ આબીદઅલી મરેડીયા અને સાળા નઝરમહમદ શેલીયા પાસેથી 35 લાખનું લખાણ કોરા કાગળ પર સહી કરાવી લેવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2025માં એપ્રિલમાં રૂ. 10 લાખ, મે મહિનામાં રૂ. 15 લાખ તથા વધુ રૂ. 11 લાખ જેટલી રકમ ઓનલાઈન/રોકડમાં ચૂકવવામાં આવી હતી. આમ કુલ રૂ. 96 લાખ મુડી અને રૂ. 45.20 લાખ વ્યાજ મળીને રૂ. 1.41 કરોડથી વધુની રકમ ઉઘરાવી લેવાઈ છે. છતાં પણ દિનેશભાઈ પરમાર વધુ વ્યાજની ઉઘરાણી કરતા રહ્યા હતા. તેમણે ધમકીઓ આપી હતી અને ખોટા કેસો કરવાની, પરિવારની સ્ત્રીઓને હેરાન કરવાની તથા બળજબરીથી ચેકો લઈ લેવાની વાત કરી હતી. આ દબાણને કારણે ફરિયાદીએ તેમની ગોરવા ખાતેની હોટલ તથા સલુન સાથે જોડાયેલો સામાન (રૂ. 60 લાખના ખર્ચ સાથે) પણ છોડવો પડ્યો હતો અને હોટલ વેચી નાખવી પડી હતી. હાલમાં પણ દિનેશભાઈ પરમાર (રહે. એ-15, સત્યમ ટેનામેન્ટ, કરોડીયા રોડ, વડોદરા) તથા તેમના સાથી દિપકભાઈ વોટ્સએપ મેસેજ તથા ફોન દ્વારા રૂ. 50,37,324 વ્યાજની માંગણી કરી રહ્યા છે અને પરિવારને હેરાન કરી રહ્યા છે. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    Day after Sonam Wangchuk presser, Ladakh leaders say 6th Schedule, statehood demands non-negotiable
    Next Article
    શાપર-વેરાવળમાં 16 વર્ષની સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત:કામ ધંધો બરાબર ન ચાલતા ભગવતીપરાના 36 વર્ષીય યુવાને ઝેરી દવા પીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment