Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંગ્લાદેશે પાકિસ્તાનને 2-1થી વનડે સિરીઝ હરાવી:ત્રીજી વનડે 11 રનથી જીતી; તંઝીદની સદી, સલમાન આગાની સદી એળે ગઈ

    13 hours ago

    બાંગ્લાદેશે પાકિસ્તાનને ત્રીજી વન-ડેમાં 11 રનથી હરાવીને ત્રણ મેચની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી. ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તંઝીદ હસન તમીમે શાનદાર સદી ફટકારીને ટીમને 50 ઓવરમાં 5 વિકેટે 290 રન સુધી પહોંચાડી. જવાબમાં પાકિસ્તાનની ટીમ 50 ઓવરમાં 279 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. પાકિસ્તાન માટે સલમાન આગાએ 106 રનની શાનદાર ઇનિંગ્સ રમી, પરંતુ તેમની સદી ટીમને હારથી બચાવી શકી નહીં. તમીમની સદીથી બાંગ્લાદેશનો મજબૂત સ્કોર ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા બાંગ્લાદેશની શરૂઆત સારી રહી. સૈફ હસન (36) અને તંઝીદ હસન તમીમે પ્રથમ વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી. સૈફ આઉટ થયા પછી પણ તમીમે આક્રમક બેટિંગ ચાલુ રાખી અને 107 બોલમાં 107 રનની શાનદાર ઇનિંગ્સ રમી. તેમણે પોતાની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. મિડલ ઓર્ડરમાં નઝમુલ હુસૈન શાંતો (27) અને લિટન દાસ (41)એ ટીમને સ્ટેબિલિટી આપી. છેલ્લા ઓવરોમાં તૌહીદે 44 બોલમાં અણનમ 48 રન બનાવી ટીમને 290 રન સુધી પહોંચાડી. પાકિસ્તાન તરફથી હારિસ રઉફે 3 વિકેટ લીધી, જ્યારે શાહીન આફ્રિદી અને અબરાર અહેમદને એક-એક વિકેટ મળી. પાકિસ્તાનની ખરાબ શરૂઆત 291 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમે માત્ર 17 રન પર 3 વિકેટ ગુમાવી દીધી. સાહિબઝાદા ફરહાન (6), માઝ સાદાકત (6) અને મોહમ્મદ રિઝવાન (4) જલ્દી આઉટ થઈ ગયા. ત્યારબાદ ગાઝી ઘોરી (29) અને અબ્દુલ સમદ (34)એ ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોટી ભાગીદારી બનાવી શક્યા નહીં. સલમાન આગાની સદી મિડલ ઓર્ડરમાં સલમાન આગાએ શાનદાર બેટિંગ કરતા 98 બોલમાં 106 રન બનાવ્યા. તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. તેની સાથે સાદ મસૂદે 38 રનની ઇનિંગ રમી અને બંને વચ્ચે 79 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ. આ પછી કેપ્ટન શાહીન આફ્રિદીએ પણ 38 બોલમાં 37 રન બનાવીને મેચને રોમાંચક બનાવી દીધી. છેલ્લી ઓવરોમાં પાકિસ્તાનને જીતવા માટે 12 રન જોઈતા હતા, પરંતુ બાંગ્લાદેશી બોલરોએ દબાણ જાળવી રાખ્યું અને આખી ટીમ 279 રન પર ઓલઆઉટ થઈ ગઈ. તસ્કીનને 4 વિકેટ બાંગ્લાદેશની જીતમાં તસ્કીન અહેમદે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 10 ઓવરમાં 49 રન આપીને 4 વિકેટ લીધી અને પાકિસ્તાનની બેટિંગને શરૂઆતના ઝટકા આપ્યા. મુસ્તફિઝુર રહેમાને 3 વિકેટ, નાહિદ રાણાએ 2 વિકેટ અને રિશાદ હુસૈને 1 વિકેટ લઈને પાકિસ્તાનની ઇનિંગ્સને સમેટી લીધી.
    Click here to Read More
    Previous Article
    British teens resist Australian-style social media ban
    Next Article
    IPL 2026 માટે મુંબઈ ઈન્ડિયન્સનો કેમ્પ શરૂ:કોચ જયવર્ધનેએ કહ્યું- પહેલો દિવસ જ સિઝનનો ટોન સેટ કરે છે, 29 માર્ચે KKR સામે પહેલો મેચ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment