Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 વિકેટ, 1 છગ્ગો, 1 ચોગ્ગો GTની જીતમાં હાઈવોલ્ટેજ ડ્રામા:મિલરની 106 મીટર લાંબી સિક્સ, કુલદીપના રનઆઉટ થતાં જ મિલર નિરાશ, મેદાન વચ્ચે બેસી ગયા

    10 hours ago

    ગુજરાત ટાઇટન્સે બુધવારે IPL 2026 માં દિલ્હી કેપિટલ્સને રોમાંચક મુકાબલામાં 1 રનથી હરાવી દીધું. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં છેલ્લી બોલ પર કુલદીપ યાદવ રનઆઉટ થઈ ગયા. ડેવિડ મિલરે 106 મીટર લાંબી સિક્સર ફટકારી. વાંચો GT Vs DC મેચના મોમેન્ટ્સ અને રેકોર્ડ્સ… 1. ગુજરાતની રનના હિસાબે સૌથી નાની જીત ગુજરાત ટાઇટન્સે રનના હિસાબે સૌથી નાની જીત મેળવી. ટીમની જીત એક રનની રહી. ટીમે 2024 માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 6 રન, 2023 માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 7 રન, 2022 માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 8 રન અને તે જ વર્ષે દિલ્હી કેપિટલ્સ સામે 14 રનથી જીત નોંધાવી હતી. 2. બટલરના T-20માં 600 સિક્સ પૂરી બટલરના T-20માં 600 સિક્સ પૂરી થઇ. આ મેચમાં તેણે 5 સિક્સ ફટકારી. સૌથી વધુ સિક્સના મામલે ક્રિસ ગેલ (1056), કિરોન પોલાર્ડ (982), આન્દ્રે રસેલ (784), નિકોલસ પૂરન (712) તેનાથી આગળ છે. આ ઉપરાંત, બટલરે એક જ ઇનિંગ્સમાં 14મી વખત 5 કે તેથી વધુ સિક્સ પણ ફટકારી અહીંથી ટોપ મોમેન્ટ્સ… બે વિકેટ, એક છગ્ગો- એક ચોગ્ગો ગુજરાત ટાઇટન્સ સામે 211 રનના ટાર્ગેટને ચેઝ કરતા કરતા દિલ્હીને છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. પ્રસિદ્ધ કૃષ્ણાની આ ઓવરના પહેલા જ બોલે વિપરાજ નિગમે ચોગ્ગો ફટકારી મેચ રોમાંચક બનાવી દીધી હતી, પરંતુ બીજા જ બોલે તેની વિકેટ પડતા ડ્રામા શરૂ થયો હતો. ડેવિડ મિલરે ચોથા બોલે શાનદાર છગ્ગો ફટકારી સમીકરણ 2 બોલમાં 2 રન કરી નાખ્યું હતું, છતાં પાંચમો બોલ ખાલી જતાં દિલ્હી દબાણમાં આવ્યું હતું. અંતિમ બોલ પર જીત માટે 2 રનની જરૂર હતી ત્યારે મિલરે સિંગલ લીધો પણ બીજા રન માટે દોડતા કુલદીપ યાદવ રન આઉટ થયો હતો. અંતમાં વાઈડ બોલના ચેકિંગ બાદ અમ્પાયરે ગુજરાતના પક્ષમાં નિર્ણય આપતા ગુજરાતે આ શ્વાસ થંભાવી દે એવી મેચમાં 1 રનથી જીત મેળવી હતી સુદર્શન-ગિલે ચોગ્ગાથી પોતાનું ખાતું ખોલ્યું સાઈ સુદર્શન અને કેપ્ટન શુભમન ગિલે ચોગ્ગાથી પોતાનું ખાતું ખોલ્યું. પહેલી ઓવરના પહેલા જ બોલ પર સુદર્શને પેડ્સ પર આવેલી બોલને મિડવિકેટની પાર રમીને બાઉન્ડ્રી મેળવી. ત્યારબાદ સિંગલ લઈને તેણે ગિલને સ્ટ્રાઈક આપી. ગિલે ઓવરના ત્રીજા બોલ પર ઓફ સાઈડમાં શાનદાર શોટ ફટકારીને ચોગ્ગો માર્યો. બટલરની 96 મીટર લાંબી સિક્સ જોસ બટલરે મુકેશ કુમારની ઓવરમાં 3 સિક્સર ફટકારી. 5મી ઓવરની પહેલી બે બોલ પર બટલરે બે સિક્સર ફટકારી દીધી. તેણે પહેલી બોલ પર સ્કૂપ શોટ રમ્યો, ત્યારબાદ બીજી બોલ પર સામેની દિશામાં સિક્સર ફટકારી. આ સિક્સર 96 મીટર લાંબી રહી. ત્યારબાદ બટલરે ઓવરની પાંચમી બોલ પર પણ સિક્સર ફટકારી. બાદમાં બટલર 52 રન બનાવીને કુલદીપ યાદવની બોલ પર બોલ્ડ થઈ ગયો. કેચ છૂટ્યા બાદ ગિલે ચોગ્ગાથી ફિફ્ટી પૂરી કરી 14મી ઓવરની બીજી બોલ પર શુભમન ગિલને જીવનદાન મળ્યું. અક્ષર પટેલની બોલ પર લોંગ ઓન પર ડેવિડ મિલરથી તેનો કેચ છૂટી ગયો. ગિલે આગળ વધીને શોટ રમ્યો, પરંતુ ટાઈમિંગ યોગ્ય ન રહ્યું અને બોલ હવામાં જતી રહી. મિલરે દોડીને કેચ પકડવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ માત્ર આંગળીઓને જ સ્પર્શી શક્યો. ત્યારબાદ ગિલે 14.5 ઓવરમાં લુંગી એનગિડીના બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી અને 70 રન બનાવીને આઉટ થયો. વોશિંગ્ટનની સિક્સર સાથે ડેબ્યૂ IPL ફિફ્ટી વોશિંગ્ટન સુંદરે સિક્સર સાથે ડેબ્યૂ IPL ફિફ્ટી પૂરી કરી. 18મી ઓવરના પાંચમા બોલ પર ટી નટરાજને ફુલ ટોસ નાખ્યો. સુંદરે ઝૂકીને શોટ રમ્યો અને બોલને ડીપ સ્ક્વેર લેગની પાર સિક્સર માટે મોકલી દીધો. દિલ્હીએ પ્રથમ ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા પ્રથમ ઓવરમાં દિલ્હીએ 3 ચોગ્ગા ફટકાર્યા. પાથુમ નિસાંકાએ મોહમ્મદ સિરાજ સામે ઓવરના બીજા, ત્રીજા અને છેલ્લા બોલ પર શાનદાર ચોગ્ગા ફટકાર્યા. તેણે કવર અને સીધો શોટ રમીને બોલને બાઉન્ડ્રી સુધી પહોંચાડ્યો. રાહુલે સતત 4 બાઉન્ડ્રી ફટકારીને ફિફ્ટી પૂરી કરી રાહુલે સતત 4 બાઉન્ડ્રી ફટકારીને પોતાની 41મી IPL ફિફ્ટી પૂરી કરી. 9મી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણા સામે કેએલ રાહુલે પહેલા ચોગ્ગો ફટકાર્યો, પછી બેક-ટુ-બેક બે સિક્સર ફટકારી અને અંતે વધુ એક ચોગ્ગો ફટકારીને માત્ર 29 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ ઓવરમાં કુલ 21 રન આવ્યા. ડેવિડ મિલર રિટાયર હર્ટ થયા ડેવિડ મિલર રિટાયર હર્ટ થયા અને બાદમાં બેટિંગ કરવા પાછા ફર્યા. 13મી ઓવરના છેલ્લા બોલ પર મિલર કાંડામાં ઈજા થવાને કારણે રિટાયર હર્ટ થઈને મેદાનની બહાર ચાલ્યા ગયા, તેમની જગ્યાએ અક્ષર પટેલ બેટિંગ કરવા આવ્યા. ત્યારબાદ 17મી ઓવરના ચોથા બોલ પર ટ્રિસ્ટન સ્ટબ્સ 7 રન બનાવીને સાઈ સુદર્શનના ડાયરેક્ટ થ્રો પર રનઆઉટ થઈ ગયા. સ્ટબ્સના આઉટ થયા બાદ મિલર ફરીથી ક્રીઝ પર બેટિંગ કરવા પાછા ફર્યા. મિલરે 106 મીટરની સિક્સર ફટકારી મિલરે 106 મીટર લાંબો સિક્સર ફટકારી. 20મી ઓવરના ચોથા બોલ પર પ્રસિદ્ધ કૃષ્ણાએ ફુલ લેન્થ બોલ નાખ્યો, જેના પર ડેવિડ મિલરે લોંગ-ઓફ ઉપરથી સ્ટેડિયમની બહાર 106 મીટર દૂર મોકલી દીધો. કુલદીપ છેલ્લા બોલ પર રનઆઉટ થયો મેચની છેલ્લી ઓવરમાં દિલ્હીને 13 રનની જરૂર હતી. વિપરાજ નિગમે પ્રસિદ્ધ કૃષ્ણાના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. પછી તે બીજા બોલ પર ગિલને કેચ આપી બેઠો. ઓવરના ચોથા બોલ પર મિલરે સિક્સર ફટકારી. પરંતુ, પાંચમા બોલ પર સિંગલ લેવાની ના પાડી દીધી અને મેચ ટાઈ કરાવવાની તક ગુમાવી. છેલ્લા બોલ પર કુલદીપ યાદવ રનઆઉટ થયો.
    Click here to Read More
    Previous Article
    Kerala Polls 2026 Live Updates: Polling to elect 140 Assembly members underway, CM Vijayan among early voters
    Next Article
    'રજૂઆતો કરીને પગ થાકી ગયા પણ સફાઈ નથી થઈ':'ગટર લાઈન ચોકઅપ થઈ જાય છે કોઈ ધ્યાન આપતું નથી'; ગંજ બજારમાં ગંદકીથી ત્રસ્ત રહીશોએ રોષ ઠાલવ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment