Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરફોડ ચોરી કરતા બંટી - બબલી ઝડપાયા:વેપારી સાથે રૂ.19.99 લાખનું સાયબર ફ્રોડ, વિંટી ચોર્યાનો આરોપ લાગતા પરિણીતાએ આપઘાત કરી લીધો

    9 hours ago

    રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં 2 જગ્યાએ તેમજ પડધરીમાં એક જગ્યાએ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. શહેરના રૈયાધારમાં રહેતા પતિ - પત્નીને સોના - ચાંદીના દાગીના અને રોકડ તેમજ મોબાઇલ અને ટુ વ્હીલર મળી રૂ.15.51 લાખનો મુદ્દામાલ કર્યો છે. જોકે આ ડિટેકશન દરમિયાન પોલીસે સોના - ચાંદીના દાગીનાથી DCB એટલે કે ડિસ્ટ્રિક્ટ ક્રાઈમ બ્રાન્ચ લખેલું નજરે પડયુ હતુ. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે રૈયાધારમાં રહેતા હિતેષ દિનેશભાઈ ડવ અને તેની પત્ની ઇલાબેનને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. પોલીસે સોનાની કાનની બૂટી, ચેઇન, પેન્ડલ ઉપરાંત ચાંદીનો કંદોરો, સાંકળા, કમરનો ઝૂડો, પગમાં પહેરવાના કડલા, ચાંદીનો સિક્કો સહિતના દાગીના કબ્જે કર્યા હતા. આ સાથે જ રૂ.35000 ની રોકડ ઉપરાંત મોબાઇલ અને બાઇક કબ્જે કર્યુ હતુ. પોલીસે રૂ.15,51,575 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાને મરવા મજબૂર કરનાર સસરા - નણંદ સામે ગૂનો નોંધાયો સુરેન્દ્રનગરના ચોટીલાના ભેટસુડા ગામે રહેતા અને ખેતી કામ કરતા વિશાલ નનુભાઇ કુકડીયાએ થોરાળા પોલીસ મથકમાં ગંજીવાડામાં રહેતા વશરામભાઈ મકવાણા અને તેની પુત્રી આરતી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગત 23 એપ્રિલ, 2025 ના મારી બહેન છાયાના લગ્ન ગંજીવાડામાં રહેતા રણજીત મકવાણા સાથે થયા હતા પરંતુ લગ્ન બાદ મારી બહેનના સસરા વશરામભાઈ અને નણંદ આરતી વીંટી ચોર્યાનો ખોટો આરોપ લગાવતા હતા. જેથી ગત 9 માર્ચના બહેન છાયાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી પોલીસે મૃતક મહિલાના ભાઈની ફરિયાદ પરથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેપારીનું નેટ બેન્કિંગ, ઈ મેઈલ આઇડીનું ઍક્સેસ મેળવી ભેજાબાજોએ રૂ.19.99 લાખ ઉપાડી લીધા રાજકોટમાં 26 વર્ષીય ખુરબાન ડામરા નામના કૃષિ ઉત્પાદનોની લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે બીએનએસની કલમ 318 (4), 61(2) તેમજ આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ વિનોદ ભોજવાણી, રોનક જેઠવા તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘુંટા ગામ ખાતે રહેતા તેમજ રાજકોટ શહેરના રાજપૂત પરા વિસ્તારમાં ઓમ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવનારા ડામરા દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 5 માર્ચ 2026 ના રોજ મારી પેઢીમાં કામકાજ કરનારા વિમલ કાથરોટીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ બેંક ખાતે અન્ય પેઢીને ચૂકવણી કરવા માટે આરટીજીએસ મારફતે પૈસા ટ્રાન્સફર કરવા ગયા હતા. પરંતુ બેંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પેઢીના બેન્ક એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ નથી તેમજ હાલમાં રૂ.19,99,400 ના ત્રણ અલગ અલગ ટ્રાન્જેક્શન એક જ બેન્ક એકાઉન્ટમાં થવા પામ્યા છે. જે બાબતની જાણ થતા મેં મારી ઓફિસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મારી પેઢીની જાણ બહાર પેઢીના બેન્ક એકાઉન્ટમાંથી નાણા ઉપડી ગયા છે. તેમજ બેંકમાં રજીસ્ટર થયેલ પેઢીનું ઈમેલ આઇડી ચેક કરતા તે પણ ખુલવા પામ્યું ન હતુ તેમજ તેનો એક્સેસ પણ અમારી પાસેથી જતો રહ્યો હતો. જે બાબતે સાઇબર ક્રાઇમ હેલ્પ નંબર 1930 પર કોલ કરી અરજી પણ નોંધાવી હતી. દરમિયાન જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા તે પંજાબ નેશનલ બેંકનું હોવાનું તેમજ નિશી ફેશન નામની પેઢીનું હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેના પ્રોપરાઇટર તરીકે વિનોદ ભોજવાણી હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન વિનોદ ભોજવાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમના બેન્ક એકાઉન્ટમાં રાજકોટ ખાતે રહેતા રોનક જેઠવા દ્વારા પૈસા જમા કરાવવામાં આવ્યા હતા. તેમજ ત્યારબાદ તે રકમ વિનોદ ભોજવાણી દ્વારા આંગડિયા મારફતે રોનક જેઠવાને મોકલી આપવામાં આવી હતી. તે રકમ પેટે વિનોદ ભોજવાણીને 39,400 જેટલી રકમ કમિશન પેટે આપવામાં આવી હતી. આમ વિનોદ ભોજવાણી, રોનક જેઠવા અને અજાણ્યા વ્યક્તિઓએ કોમ્પ્યુટર રિસોર્સીસનો ઉપયોગ કરીને ડમરાની ઓમ એન્ટરપ્રાઇઝ નામની પેઢીના બેન્ક એકાઉન્ટમાં નેટબેન્કિંગ તેમજ ઇ-મેલ આઇડીનો ગેરકાયદેસર રીતે એક્સેસ મેળવી તેમજ બેંકના ઓટીપી અપ્રમાણિક રીતે મેળવીને તેમની પેઢીના બેન્ક એકાઉન્ટમાંથી 19,99,400 રૂપિયા જેટલી રકમ અનઅધિકૃત રીતે મેળવી લઈ છેતરપિંડી આચરવામાં આવી છે. ડી માર્ટ મોલ મોડી રાત્રે કેમ ખૂલ્લો છે? તેમ કહી એમ. જી. હોસ્ટેલના વિદ્યાર્થીઓએ દાદાગીરી કરી રાજકોટ શહેરના કાલાવડ રોડ પરના ક્રિસ્ટલ મોલમાં આવેલા ડીમાર્ટ માં ગત 5 માર્ચના રાત્રિના 10 વાગ્યા આસપાસ એમ. જી. હોસ્ટેલમાં રહેતા કૈલાશ સોલંકી તથા જતીનભાઈ તેમજ તેની સાથે આવેલો એક અજાણ્યો શખ્સ એક્ઝિટ ગેટમાંથી અંદર આવ્યા હતા અને અત્યારે ડી માર્ટ કેમ ખૂલ્લો છે ? બંધ કરી દો એમ કહી દાદાગીરી કરી હતી અને મોલ બંધ નહીં થાય તો અહીં કાલાવડ ઉપરની એમ.જી. હોસ્ટેલમાં જ રહીએ છીએ. પોલીસમાં તમારા વિરોધી ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી જીવવા નહીં દઈએ જેવી ધમકી આપી હતી. જેથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વેપારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા શખ્સને રૂ.2.75 લાખની સોનાની લક્કી આપી દીધી રાજકોટના અમીન માર્ગ ઉપર રહેતા 19 વર્ષીય વેપારી જેનીલભાઇ વાગડીયાએ ભક્તિનગર પોલીસ મથકમાં કેવડા વાળી માં રહેતા મંથન મુંધવા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે 13 માર્ચના દિગ્વીજય મેઇન રોડ પર તેના મિત્રની રાહ જોતા હતા ત્યારે મંથન ત્યાં આવ્યો હતો અને જેનીલનું બાઇક લઈ તેને પાછળ બેસી જવા કહ્યું હતું. જે બાદ કેવડાવાડીમાં વસુંધરા એપાર્ટમેન્ટ પાસે લઈ જઈ ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી યુવાન ડરી ગયો હતો અને પોતે પહેરેલી રૂ.2.75 લાખની સોનાની લક્કી આપી દીધી હતી. જેથી તે લક્કી લઈ મંથન નાસી છૂટ્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. નટેશ્વર મહાદેવ મંદીરમાંથી રૂ.10,800 ની ચોરી શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા નટેશ્વર મહાદેવ મંદિર માંથી ચોરી થયાની કોઠારીયા કોલોનીમાં રહેતા વિરભદ્રસિંહ માવુભા જાડેજાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, 14 માર્ચના રાત્રિના સમયે અજાણ્યો શખ્સ મંદિરમાં પ્રવેશ્યો હતો અને દાનપેટી તોડી રૂ.10000 ની રોકડ, ટંકોરી અને સ્ટીલની ડોલ મળી રૂ.10800 ની માલમતાની ચોરી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોપાલ ઇટાલિયાની હાજરીમાં રસપ્રદ ટિપ્પણી:AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું-'ત્યાં ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ'
    Next Article
    Yuvrajsinh Jadeja LIVE | ક્યાંક તમે આવું દૂધ તો નથી પીતા? | chemicals in milk |SHOCKING Report |N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment