Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1990ની સોમનાથથી અયોધ્યા રામ રથયાત્રાની ઐતિહાસિક યાદો:પ્રભાસ પાટણના ભાસ્કરભાઈ વૈધે દિવ્ય ભાસ્કર સાથે શેર કર્યા પ્રસ્થાન સમયના સંસ્મરણો

    1 day ago

    કેટલાક દિવસો કેલેન્ડરના પાનાં પર માત્ર તારીખ બનીને રહી જતા નથી... સમય પસાર થાય, પેઢીઓ બદલાય, પરંતુ એ દિવસની તસવીરો સ્મૃતિમાં એવી જ જીવંત રહે છે. 25 સપ્ટેમ્બર, 1990નો દિવસ પણ આવો જ એક દિવસ હતો. સોમનાથના પવિત્ર પટાંગણમાંથી અયોધ્યા તરફ નીકળેલી રામ રથયાત્રાએ દેશના રાજકીય અને ધાર્મિક ઇતિહાસમાં એક અલગ જ પ્રકરણ લખ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી રહેલા પ્રભાસ પાટણના વયોવૃદ્ધ અને ઇતિહાસરસિક ભાસ્કરભાઈ વૈધ આજે પણ એ દિવસને યાદ કરે ત્યારે જાણે 36 વર્ષ પાછળ પહોંચી જાય છે. સોમનાથના પટાંગણમાં ભક્તિ અને ઉત્સાહ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં ભાસ્કરભાઈએ તે દિવસની એક પછી એક યાદો વાગોળી. તેઓ કહે છે કે સોમનાથ મંદિરના પટાંગણમાં એ દિવસે માત્ર રથયાત્રાનું પ્રસ્થાન નહોતું, પરંતુ જાણે સમગ્ર વાતાવરણમાં એક વિશેષ ઉર્જા પ્રસરી ગઈ હતી. લોકો દૂરદૂરથી પહોંચ્યા હતા. રાસમંડળીઓ દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. ડાંગના આદિવાસીઓએ પરંપરાગત કસરતના દાવ રજૂ કર્યા હતા. ભક્તિ, ઉત્સાહ અને ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવાની લાગણી વચ્ચે સોમનાથનું આંગણું લોકોના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. મુંબઈના કલ્યાણમાં તૈયાર કરાયેલો રથ આ પ્રસંગ માટે તૈયાર કરવામાં આવેલો રથ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભાસ્કરભાઈના જણાવ્યા મુજબ, રથ મુંબઈના કલ્યાણ ખાતે તૈયાર કરવામાં આવ્યો હતો. રથ પર સૂર્યવંશના પ્રતીકો લગાવવામાં આવ્યા હતા અને તેની રચના પ્રાચીન મહાભારત કાળના રથની યાદ અપાવે તેવી હતી. મુંબઈના સલીમભાઈ આ રથના ડ્રાઇવર હતા. સોમનાથથી અયોધ્યા તરફ રથ આગળ વધ્યો ત્યારે રસ્તામાં આવતા ગામડાઓમાં પણ લોકોએ તેનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સોમનાથ મહાદેવની પૂજા અને અભિષેક રથયાત્રાના પ્રસ્થાન સાથે સોમનાથના ધાર્મિક જોડાણની અનેક યાદો પણ ભાસ્કરભાઈના મનમાં અકબંધ છે. તેમના જણાવ્યા અનુસાર, લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા કરી હતી. દૂધનો અભિષેક પણ કરવામાં આવ્યો હતો. મંદિરના પવિત્ર વાતાવરણ વચ્ચે શરૂ થયેલી આ યાત્રાને કારણે સોમનાથ સાથે જોડાયેલા લોકોમાં પણ એક વિશેષ ભાવનાત્મક લાગણી જોવા મળી હતી. સોમનાથ અને અયોધ્યાનું પવિત્ર જોડાણ સોમનાથ અને અયોધ્યા વચ્ચેના આધ્યાત્મિક જોડાણની વાત કરતાં ભાસ્કરભાઈ જણાવે છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સાથે સોમનાથની માટી અને આસપાસના તીર્થોનું જળ જોડાયાં હતાં. રામનામ લખેલી પોથીઓ પણ અયોધ્યા સુધી મોકલવામાં આવી હોવાની તેઓ યાદ કરે છે. રથયાત્રાથી ભૂમિપૂજન સુધીનો પ્રેરણાદાયી પ્રવાસ આ સમગ્ર ઘટનાને આજે પાછળ ફરીને જોતા ભાસ્કરભાઈ માટે સૌથી મોટું આશ્ચર્ય એ છે કે એ સમયની રથયાત્રા સાથે જોડાયેલા અનેક લોકો અને સંસ્થાઓની ભૂમિકા બાદના વર્ષોમાં પણ વિવિધ રીતે સામે આવી. તેમના જણાવ્યા મુજબ, તે સમયે રથયાત્રાના સંગઠન સાથે નરેન્દ્ર મોદી પણ જોડાયેલા હતા. વર્ષો બાદ જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન થયું ત્યારે તેઓ દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા. સ્મૃતિઓમાં આજે પણ અકબંધ દૃશ્યો ભાસ્કરભાઈની આંખોમાં એ દિવસની યાદો આજે પણ તાજી છે. સમય ભલે 36 વર્ષ આગળ વધી ગયો હોય, પરંતુ સોમનાથના પટાંગણમાં ઉભેલો એ રથ, લોકોની ભીડ, રાસની રમઝટ અને અયોધ્યા તરફ આગળ વધતી યાત્રાનું દૃશ્ય તેમની સ્મૃતિમાં જાણે આજે પણ અટકેલું છે. પ્રભાસ પાટણના વડીલોની જીવંત વાતો એક યાત્રા નીકળી હતી સોમનાથથી... અને તેની સાથે જોડાયેલી અનેક યાદો આજે પણ પ્રભાસ પાટણના વડીલોની વાતોમાં જીવંત છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં આજે ગણેશ વિસર્જન:અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જાણો કયા સ્થળે કરી શકશો વિસર્જન
    Next Article
    હત્યારા પ્રભાકરણને રાજીવ ગાંધીએ પોતે બુલેટપ્રૂફ જેકેટ આપ્યું હતું:સેનાના હેલિકોપ્ટરથી રીતે દિલ્હી પહોંચ્યો હતો, પુત્ર રાહુલના હાથે ભેટ અપાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment