Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં છઠ્ઠો મેડલ મળ્યો:બિંદિયારાનીએ 199 kg વજન ઉપાડીને બ્રોન્ઝ જીત્યો, જ્ઞાનેશ્વરીને સિલ્વર; વેઇટલિફ્ટિંગમાં 5 મેડલ મળ્યા

    1 day ago

    ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026માં છઠ્ઠો મેડલ જીતી લીધો છે. બિંદિયારાની દેવીએ વુમન્સ 58 kg વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં કુલ 199 kg (87 kg સ્નેચ + 112 kg ક્લીન એન્ડ જર્ક) વજન ઉપાડીને બ્રોન્ઝ પોતાના નામે કર્યો. આ સાથે જ ભારતના કુલ 6 મેડલ થઈ ગયા છે. વેઇટલિફ્ટિંગમાં આ પાંચમો મેડલ છે. નાઇજીરિયાની રફિયાતુ ફોલાશાડે લાવલે 229 kg (103+126) વજન ઉપાડીને ગેમ્સ અને કોમનવેલ્થ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો. કેનાડાની એન સોફી ટાશેરોએ 215 kg (94+121) વજન ઉપાડીને સિલ્વર પોતાના નામે કર્યો. બિંદિયારાનીએ સ્નેચમાં 83, 85 અને 87 kg વજન ઉપાડ્યું. ક્લીન એન્ડ જર્કમાં તેમનો પહેલો 110 kgનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. તેમણે બીજા પ્રયાસમાં 112 kg ઉપાડ્યું. જોકે ત્રીજા પ્રયાસમાં 116 kg ઉપાડી શક્યાં નહીં. આ 27 વર્ષની બિંદિયારાનીનો સતત બીજો કોમનવેલ્થ ગેમ્સ મેડલ છે. તેમણે બર્મિંગહામ 2022માં સિલ્વર જીત્યો હતો. 2023માં ઘૂંટણની ઈજા છતાં તેમણે કમબેક કરી અને આ વખતે નવા વજન કેટેગરીમાં બ્રોન્ઝ મેળવ્યો. ભારત મેડલ ટેલીમાં આઠમા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા 18 ગોલ્ડ સહિત 42 મેડલ સાથે પ્રથમ સ્થાને છે. જ્ઞાનેશ્વરીને સિલ્વર સોમવારે જ્ઞાનેશ્વરી યાદવે વુમન્સ 53 કિગ્રા કેટેગરીમાં 199 કિગ્રા (88+111) વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે સ્નેચમાં 88 કિગ્રા ઉઠાવીને ગેમ્સ રેકોર્ડ પણ બનાવ્યો હતો. જોકે, નાઇજીરીયાની ઓનોમે ઓમોલોલા ડિડીહે 206 કિગ્રા (93+113) વજન ઉઠાવીને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. ભારતે વેઈટલિફ્ટિંગમાં 5 મેડલ જીત્યા અત્યાર સુધીમાં ભારતને વેઈટલિફ્ટિંગમાં પાંચ મેડલ મળ્યા છે. જેમાં મીરાબાઈ ચાનુનો ગોલ્ડ, જ્ઞાનેશ્વરી યાદવ, ઋષિકાંત સિંહ અને રાજા મુથુપાંડીના સિલ્વર તથા બિંદિયારાની દેવીનો બ્રોન્ઝ સામેલ છે. આ ઉપરાંત ઝંડુ કુમારે પેરા પાવરલિફ્ટિંગમાં બ્રોન્ઝ જીતીને ભારતનું ખાતું ખોલ્યું હતું. જ્ઞાનેશ્વરીના પિતા બોડીબિલ્ડર, આર્થિક તંગીને કારણે રમત છોડવી પડી છત્તીસગઢના રાજનાંદગાંવની રહેવાસી જ્ઞાનેશ્વરી યાદવે નાની ઉંમરે જ વેઈટલિફ્ટિંગની શરૂઆત કરી દીધી હતી. તેમના પિતા બોડીબિલ્ડર હતા, પરંતુ આર્થિક તંગીના કારણે તેમને પોતાની રમત છોડીને ઇલેક્ટ્રિશિયનનું કામ કરવું પડ્યું. પિતા સાથે તાલીમ લેતા જ્ઞાનેશ્વરીએ જુનિયર સ્તરે સતત શાનદાર પ્રદર્શન કર્યું અને નેશનલ ટીમમાં સ્થાન મેળવ્યું. 2026 એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં તેમણે સ્નેચમાં સિલ્વર અને કુલ પ્રદર્શનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. સચિન અને અંકુશ બોક્સિંગ ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય બોક્સર સચિન સિવાચે મેન્સ 60 kgના રાઉન્ડ ઓફ-16 મુકાબલામાં ઇંગ્લેન્ડના વિલિયમ હેવિટને 4-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. હવે તેમનો સામનો બોત્સ્વાનાના ટ્રેઝર મોરેમી સાથે થશે. જ્યારે અંકુશે 80 kgમાં એન્ટિગુઆ અને બાર્બુડાના જલાન જાનને 5-0થી હરાવીને અંતિમ-8માં પ્રવેશ કર્યો. શ્રીશંકર અને સાજન પ્રકાશ પણ ફાઇનલમાં એથ્લેટિક્સમાં મુરલી શ્રીશંકરે પ્રથમ પ્રયાસમાં 8.01 મીટરની છલાંગ લગાવીને લોંગ જમ્પ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું. લોકેશ સત્યનાથને પણ 7.77 મીટર સાથે ફાઇનલમાં સ્થાન મેળવ્યું. સ્વિમિંગમાં સાજન પ્રકાશે મેન્સ 200 મીટર બટરફ્લાયની ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે તેજસ શિર્સે 110 મીટર હર્ડલ્સની ફાઇનલમાં પહોંચી ગયા. પ્રતિષ્ઠા સાતમા સ્થાને રહી, ગુરિન્દરવીર બહાર આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સની મહિલા વૉલ્ટ ફાઇનલમાં પ્રતિષ્ઠા સામંતા 12.883 અંક સાથે સાતમા સ્થાને રહી અને મેડલથી ચૂકી ગઈ. જ્યારે, ભારતના સૌથી ઝડપી દોડવીર ગુરિન્દરવીર સિંહ 100 મીટર હીટ્સમાં 10.39 સેકન્ડનો સમય કાઢવા છતાં સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી શક્યા નહીં. હાઈ જમ્પમાં તેજસ્વિન પર નજર એથ્લેટિક્સમાં ભારતની સૌથી મોટી આશા મેન્સ હાઈ જમ્પ ફાઇનલમાં હશે. તેજસ્વિન શંકર, સર્વેશ કુશારે અને જે. આદર્શ રામ રાત્રે 11:40 વાગ્યે મેડલ માટે ઉતરશે. જ્યારે, તેજસ શિર્સે બપોરે 3:55 વાગ્યે 110 મીટર હર્ડલ્સ હીટ્સ દોડશે. ક્વોલિફાય થવા પર તે રાત્રે 2:15 વાગ્યે ફાઇનલમાં પણ રમશે. વેઇટલિફ્ટિંગમાં બિંદ્યારાની અને અજયા પાસેથી પણ આશા આજ રાત્રે 8:00 વાગ્યે મહિલા 58 કિગ્રા કેટેગરીની ફાઇનલમાં બિંદ્યારાની દેવી ઉતરશે. જ્યારે રાત્રે 12:30 વાગ્યે મેન્સ 79 કિગ્રા કેટેગરીની ફાઇનલમાં વી. અજયા બાબુ પોતાનો દમ બતાવશે. બંને ખેલાડીઓ સીધા મેડલ ઇવેન્ટમાં ઉતરશે.
    Click here to Read More
    Previous Article
    Jana Nayagan Box Office Collection Day 4 Highlights: After Rs 200 cr plus opening weekend, Vijay’s film struggles on Monday
    Next Article
    આજે ગુજરાતના 150 તાલુકામાં નોંધાયો વરસાદ:પંચમહાલના નાદરવા ગામની 65 વર્ષીય મહિલાનું વીજળી પડતાં મોત, રાજ્યમાં આજથી વરસાદનું થોડું જોર ઘટ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment