Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં આવતીકાલે સવારથી 1,984 બૂથ પર મતદાન કરી શકશો:17.31 લાખ મતદારો, મનપાના 13 વોર્ડ, 10 તાલુકા પંચાયત તથા 3 નગરપાલિકા માટે EVM ફાળવાયા

    2 days ago

    આવતીકાલે રવિવાર 26 એપ્રિલના રોજ ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે, ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે 25 એપ્રિલે ઈવીએમ મશીનોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં આવતીકાલે 1,984 બૂથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 17.31 લાખ મતદારો અને 398 બેઠકોના ઉમેદવારો ભાવનગર જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જિલ્લાના અંદાજિત 17.31 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 398 બેઠકોના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ​સમગ્ર જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયત સ્તરે રસાકસીભર્યો જંગ જોવા મળશે. 13 વોર્ડ માટે 445 પોલિંગ સ્ટેશન પર 4.58 લાખથી વધુ મતદારો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 13 વોર્ડની 52 બેઠકો માટે 445 પોલિંગ સ્ટેશન પર 4.58 લાખથી વધુ મતદારો નોંધાયા છે. પાલીતાણા, મહુવા અને વલભીપુરની કુલ 24 વોર્ડની 96 બેઠકો માટે 145 બૂથ પર 1.32 લાખથી વધુ મતદારો મતદાન કરી શકે છે. જ્યારે જિલ્લા પંચાયતની 40 અને તાલુકા પંચાયતની 210 મળી કુલ 250 બેઠકો માટે ગ્રામ્ય વિસ્તારોમાં 1,394 પોલિંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં 11.40 લાખથી વધુ મતદારો મતાધિકાર ધરાવે છે, કુલ બેઠકો 398, કુલ પોલિંગ સ્ટેશન 1,984, કુલ અંદાજિત મતદારો 17,31,260 મતદારોનો મતદાનનો ઉપયોગ કરશે. આવતીકાલે સવારથી જ મતદાન મથકો પર પ્રક્રિયા શરૂ શાંતિપૂર્ણ માહોલમાં અને નિષ્પક્ષ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા વધુમાં વધુ મતદાન કરવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આવતીકાલે સવારથી જ મતદાન મથકો પર પ્રક્રિયા શરૂ થશે, જેના પર સમગ્ર જિલ્લાની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં વૃદ્ધા પર ST વોલ્વો ફરી વળી, CCTV:રોડ ક્રોસ કરવા જતાં બસે અડફેટે લીધા, પાછળનું ટાયર ફરી વળ્યું
    Next Article
    અજાણ્યા નંબર પરથી APK ડાઉનલોડ કરતા પહેલાં સાવધાન!:એક ક્લિકમાં સિમકાર્ડ બંધ થયું, મોબાઈલ હેક કરી રેલવેના સુપરવાઇઝરના નામે 11 લાખની પર્સનલ લોન ઉપાડી લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment