Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ:19,800 કરોડના વિકાસ કામોને મળશે ગતિ, કેચ સેમીકોન સહિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

    15 hours ago

    દેશના વડાપ્રધાન આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને રાજ્યમાં વિકાસની નવી દિશા ખુલવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે વડાપ્રધાન સવારે 9:40 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને 10 વાગ્યે કોબા ખાતે મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ગાંધીનગર સચિવાલય હેલીપેડ પરથી બપોરે 12 વાગ્યે સાણંદ હેલીપેડ માટે પ્રસ્થાન કરી 12:30 વાગ્યે ત્યાં પહોંચશે અને 12:45 વાગ્યે કેચ સેમીકોન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. બપોરે 2:55 વાગ્યે ફરી અમદાવાદ એરપોર્ટ આવીને ડીસા તરફ જવાના છે. 3:45 વાગ્યે વાવ-થરાદના નાણી ગામે ₹19,800 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને સાંજે 5:05 વાગ્યે ડીસાથી આસામ માટે રવાના થશે. વાઘાણીએ કહ્યું કે વડાપ્રધાનના દરેક પ્રવાસનો હેતુ રાજ્ય અને દેશને સુખાકારી તરફ આગળ વધારવાનો હોય છે. 30 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાણી વગરની માછલી જેવી તરફડી રહી છે આ સાથે કોંગ્રેસ પર નિશાન સાધતા વાઘાણીએ કહ્યું કે, છેલ્લા 30 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાણી વગરની માછલી જેવી તરફડી રહી છે. ભૂતકાળમાં થયેલા ભ્રષ્ટાચાર અને કૌભાંડો માટે કોંગ્રેસ જવાબદાર હોવાનું તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં ચાલી રહેલા વિકાસકાર્યો વચ્ચે કોંગ્રેસ માત્ર આક્ષેપો કરી રહી છે અને પક્ષમાં આંતરિક ગેરસમજૂતી પણ સામે આવી રહી છે. “કોંગ્રેસના સર્ટિફિકેટની જરૂર નથી, જનતા વિકાસ જોઈ રહી છે,” એમ તેમણે જણાવ્યું. ખેડૂતોના પ્રશ્નોને લઈને પણ સતત સંવાદ ચાલુ ખેડૂતોના પ્રશ્નોને લઈને વાઘાણીએ જણાવ્યું કે, સરકાર ખેડૂત હિત માટે પ્રતિબદ્ધ છે અને ભારતીય કિસાન સંઘ સાથે સતત સંવાદ ચાલી રહ્યો છે. સુજલામ સુફલામ અને સૌની યોજના હેઠળ તળાવો-ડેમ ભરવાના નિર્ણયોથી ખેડૂતોને ફાયદો થશે. ફુવારા અને ડ્રિપ સિંચાઈ માટે સબસિડી વધારવા વિચારણા ચાલી રહી છે. ઉપરાંત ટ્રેક્ટર-ટ્રોલી પાસિંગમાં 5 વર્ષની છૂટ, તાર ફેન્સિંગ સબસિડીમાં ફેરફાર, રનીંગ ફુટ સહાયમાં 33% વધારો જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાતર વિતરણ વ્યવસ્થામાં સુધારા માટે નવી પોલિસી લાવવામાં આવશે તેમજ વીજ ટાવર વળતર મુદ્દે પણ સરકાર નીતિ બનાવશે. બટાકા સહાય મુદ્દે તેમણે જણાવ્યું કે સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ છે અને જરૂરી હોય ત્યાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહે કહ્યું- જે હથિયાર ઉઠાવશે, તેમણે કિંમત ચૂકવવી પડશે:વામપંથીઓએ ભોળા આદિવાસીઓને અંધારામાં રાખ્યા, હવે બસ્તરથી લાલ આતંક લગભગ ખતમ
    Next Article
    બનાસકાંઠામાં બાગાયત યોજનાઓ માટે i-ખેડૂત પોર્ટલ ખુલ્યું:ખેડૂતો 27 માર્ચથી 26 એપ્રિલ સુધી અરજી કરી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment