Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંગ્લાદેશ સામે ઓસ્ટ્રેલિયાનો સૌથી લોએસ્ટ ટેસ્ટ સ્કોર:198 રન પર ઓલઆઉટ, હસન મહમૂદે 6 વિકેટ ઝડપી; સ્ટાર્કે કપિલ દેવની બરાબરી કરી

    23 hours ago

    બાંગ્લાદેશ સામે ડાર્વિનમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયા 198 રન પર ઓલઆઉટ થઈ ગયું છે. આ ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશ સામે ઓસ્ટ્રેલિયાનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં 2017માં મીરપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા 217 રનમાં ઓલાઉટ થઈ ગયું હતું. બાંગ્લાદેશ માટે હસન મહમૂદે 17 ઓવરમાં 55 રન આપીને 6 વિકેટ ઝડપી. તસ્કીન અહમદ અને ઈબાદત હુસૈનને 2-2 વિકેટ મળી. જવાબમાં બાંગ્લાદેશે પહેલી દિવસની રમત પૂરી થવા સુધી 1 વિકેટના નુકસાને 96 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા માટે એકમાત્ર વિકેટ મિચેલ સ્ટાર્કે લીધી. તેણે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં કપિલ દેવની બરાબરી કરી લીધી છે. બંનેના નામે 434 વિકેટ છે. સ્ટાર્ક ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર લેફ્ટ આર્મ બોલર સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર લેફ્ટ આર્મ બોલર બની ગયો છે. તેણે પોતાના કરિયરમાં 434મી વિકેટ લઈને શ્રીલંકાના રંગના હેરાથને પાછળ છોડી દીધો છે. હેરાથના નામે 433 વિકેટ છે. ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. લંચ સુધીમાં ટીમે 74 રન પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સ્ટીવ સ્મિથે ઈનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાની છેલ્લી ચાર વિકેટ પણ ઝડપથી પડી ગઈ હતી. સ્મિથે 71 રનની ઇનિંગ રમી ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથ સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યો. તેણે 109 બોલમાં 71 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. સ્મિથે એલેક્સ કેરી સાથે પાંચમી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી. આ ઓસ્ટ્રેલિયાની ઇનિંગની સૌથી મોટી ભાગીદારી રહી. કેરી 19 રન બનાવીને આઉટ થયો. 74 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો હસન મહમૂદે આપ્યો. તેણે જેક વેદરાલ્ડને 23 રન પર આઉટ કર્યો. ત્યારબાદ પછીની જ ઓવરમાં ટ્રેવિસ હેડને પણ પેવેલિયન ભેગો કરી દીધો. માર્નસ લાબુશેન માત્ર 1 રન બનાવીને આઉટ થયો, જ્યારે કેમરૂન ગ્રીન 13 રન બનાવી શક્યો. આ રીતે લંચ સુધી ઓસ્ટ્રેલિયાએ 74 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. સ્મિથ આઉટ થતાં જ ઇનિંગ્સ લથડી બીજા સેશનમાં સ્મિથ અને કેરીએ ઇનિંગ્સ સંભાળી. બંનેએ 55 રન જોડ્યા, પરંતુ કેરી આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ ફરી લથડી ગઈ. બ્યુ વેબસ્ટર 12, પેટ કમિન્સ 9 અને મિચેલ સ્ટાર્ક 1 રન બનાવીને આઉટ થયો. સ્મિથ પણ 71 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો. નાથન લાયન 7 રન બનાવીને હસન મહમૂદનો છઠ્ઠો શિકાર બન્યો. હસન મહમૂદનું શ્રેષ્ઠ ટેસ્ટ પ્રદર્શન હસન મહમૂદે 6/55ના આંકડા સાથે ટેસ્ટમાં પોતાનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું. તેણે ઓસ્ટ્રેલિયાના જેક વેદરાલ્ડ, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને નાથન લાયનને આઉટ કર્યા. હસને ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજી વખત 5 વિકેટ લેવાનું પરાક્રમ કર્યું છે. ખાસ વાત એ છે કે તેની ત્રણેય ફાઇવ-વિકેટ હોલ વિદેશી ધરતી પર આવી છે. 2020માં હસને ડેબ્યૂ કર્યું હસન મહમૂદ બાંગ્લાદેશનો જમણા હાથના ઝડપી બોલર છે. તેનો જન્મ 12 ઓક્ટોબર 1999ના રોજ લક્ષ્મીપુર, બાંગ્લાદેશમાં થયો હતો. તેણે 2020માં બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. લાબુશેન ફરી નિષ્ફળ રહ્યો ઓસ્ટ્રેલિયાનો બેટર માર્નસ લાબુશેનનું ખરાબ ફોર્મ આ મેચમાં પણ ચાલુ રહ્યો. તે 20 બોલનો સામનો કર્યા બાદ માત્ર 1 રન બનાવીને આઉટ થયો. લાબુશેનને પોતાનું ખાતું ખોલવા માટે 14 બોલ રાહ જોવી પડી. આ સતત આઠમી ટેસ્ટ ઇનિંગ્સ છે, જ્યારે તે 50 રનના આંકડા સુધી પહોંચી શક્યો નથી. ગયા વર્ષે ડિસેમ્બરથી લાબુશેન અડધી સદી બનાવી શક્યો નથી.
    Click here to Read More
    Previous Article
    रिटायर्ड जज से 2.5 करोड़ की ठगी, CBI अफसर बन 15 दिन तक किया डिजिटल अरेस्ट
    Next Article
    સદનસીબે મોટી દુર્ઘટના ટળી:રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ખોદકામ દરમિયાન ગેસ લાઈન લીક થતા અફરાતફરી, GSPC ટીમે તરત દોડી જઇ લીકેજ બંધ કર્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment