Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાડોશી કારખાનેદાર જ ચોર નીકળ્યો!:મોના એન્ટરપ્રાઈઝમાંથી રૂ.1.98 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ગોવાથી દારૂ જૂનાગઢ પહોંચે તે પહેલા રાજકોટમાં ઝડપાયો

    11 hours ago

    રાજકોટમાં અટીકા ફાટક પાસે મોના એન્ટરપ્રાઇઝમાંથી લોખંડની ડ્રીલ, મશીનના પાના તથા સ્ક્રેપને લગતા માલસામાન સહિત રૂ.1.98 લાખની ચોરીની ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ કરતા પડોશી કારખાનેદાર જ ચોર નીકળ્યો હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. મવડી વિસ્તારના અંબિકા ટાઉનશીપનમાં ધ નેસ્ટ એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને ટુલ્સનો વેપાર કરતા 40 વર્ષીય અક્ષય ભુતએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે શાપરમાં મોના ટુલ્સ સેન્ટર નામથી ડ્રીલ મશીનના પાનાનુ કારખાનુ ધરાવે છે. મોટાભાઈ જસ્મીનભાઇ જે ભાગીદારીમા અટીકા ફાટક સામે મોના એન્ટરપ્રાઇઝ નામથી ટુલ્સ ટ્રેડિંગનુ કામ કરે છે. મોટા ભાઈને થોડા સમય પહેલા બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાથી પથારીવશ છે. 8 જૂને 22 કિલોનું કાર્બાઈટ પીન મિક્સનું બાચકું ગૂમ હતું ત્યારે 8 જૂને બપોરના 3 વાગ્યે અટીકા ફાટક સામે આવેલા મોના એન્ટરપ્રાઇઝ દુકાને ગયો હતો. જ્યાં દુકાનમા કામ કરતા ચિંતનભાઈ પાડોદરા તથા નીખીલભાઈ પાઠક બંન્ને હાજર હતા. તે બન્નેએ વાત કરેલ કે, ડ્રીલના પાના તથા કારબાઇટ ટીપ્સ તથા કાર્બાઇટ પીન બધુ મીક્સમાં ભરેલ ત્રણ બાચકાઓ વજન કરી બાજુના ગોડાઉનમાં રાખેલા હતા. જેમા બે બાચકા આશરે 50 કીલો વજનના હતા. તેમજ એક બાચકુ આશરે 22 કીલો વજનનુ હતુ. બાચકા ગોડાઉનમાં રાખી અમે દુકાનમા જમવા બેઠા હતા. જમીને ફરી ગોડાઉનમાં જતાં 22 કિલો વજનનું બાચકુ મળી આવ્યું ન હતું. CCTVના આધારે આરોપીની ઓળખ થઈ બનાવની જાણ થતાં જ કારખાનેદાર દુકાનમાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા બપોરના 1 વાગ્યાની આસપાસ માથે ટોપી અને મોઢે રૂમાલ બાધેલ શખસ ગોડાઉનની જાળી ખોલી અંદર જઈ થોડીવારમા બાચકુ બહાર કાઢી લઈને જતો રહેતો હોય તેવુ જોવા મળ્યું હતું. જેથી કારખાનેદારે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ સાથે ભક્તિનગર પોલીસ મથકે દોડી જઈ રૂ.1.98 લાખની કિંમતના માલ-સામાનની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. કારખાનેદારે આર્થિક ભીંસના કારણે ચોરી કરી હતી ઘટનાને પગલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા ગણતરીની કલાકોમાં જ તસ્કર ચિંતન ત્રિવેદીની ધરપકડ કરી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. ઝડપાયેલા શખસ ત્યાં નજીકમાં જ પોતાનું કાસ્ટિંગનું કારખાનું ધરાવતો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. તસ્કર બનેલો કારખાનેદાર હાલ આર્થિક ભીંસનો સામનો કરતો હોય અને લોનના હપ્તા ભરવા પૈસા ન હોય ચોરીને અંજામ આપ્યાની કબૂલાત પોલીસ સમક્ષ આપી હતી. વેપારીનું 20.586 કિલો ચાંદી રાજસ્થાની શખ્સ ઓળવી ગયો સંત કબીર રોડ પર પેઢી ધરાવી ચાંદીના ઘરેણાં બનાવવાનું કામ કરતા વેપારી પાસે 20.586 કિલોગ્રામ ચાંદીની પાયલ મંગાવી પૈસા નહીં આપી રાજસ્થાનના શખ્સે છેતરપીંડી આચરી હતી. જોબવર્કના ધંધાર્થી મારફતે સંપર્કમાં આવેલા શખ્સ પર ભરોસો કરી વેપારીએ ચાંદીના પાયલ બનાવી રાજસ્થાન મોકલ્યા બાદ ઠગે અલગ અલગ બહાના બતાવી પૈસા કે માલ પરત આપ્યો ન હતો. બનાવ અંગે સંત કબીર રોડ લર બ્રાહ્મણીયાપરાના રહેતા 29 વર્ષીય યુવાન વેપારી સન્ની ગઢીયાએ બી ડિવિઝન પોલીસ મથકમાં રામેશ્વર જવેલર્સની પેઢી ધરાવતા રાજસ્થાની શખ્સ કરણસિંહ (રહે.ઉદયપુર, રાજસ્થાન) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાન દવાનો વધુ પડતો ડોઝ લેતા સારવારમાં શહેરના રેલનગરમાં કર્ણાવતી સ્કૂલ નજીક મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપમાં રહેતાં રાહુલનાથ સોલંકી (ઉં.વ. 27) 9 જૂનના રાત્રે 12 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતો ત્યારે બીમારીની વધુ પડતી ટીકડી ખાઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરિવારે જણાવ્યું કે, રાહુલનાથ ત્રણ ભાઈમાં મોટો છે. તેના પિતા રિક્ષા ચલાવે છે. તે અઢી વર્ષ પહેલા પોલીસ ભરતીની તૈયારી કરતો હતો પછી પરિક્ષા આપી હતી. એ વખતે પેપર લીક થયું હતુ. જેના કારણે પરિક્ષા રદ થઈ હતી. ત્યારથી તે સતત ડીપ્રેશનમાં રહેતો હતો. ટેન્શનના કારણે વધુ દવાનો ડોઝ લીધાનું અનુમાન જોકે તે હાલ પણ પરીક્ષાની તૈયારી કરતો હતો. મોટાભાગે ઘરમાં જ રહેતો હતો અને બહાર નીકળતો નહોતો.આ પછી તેને બ્લડપ્રેશર અને હરસ સહિતની બીમારીઓ પણ થઈ ગઈ હતી. જેથી વધુ ટેન્શનમાં રહેતો હતો. જેથી ચિંતામાં બિમારીની વધુ દવાનો ડોઝ લઈ લીધાનું અનુમાન છે. હાલ તે સારવાર હેઠળ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધોળા દિવસે ઘરમાંથી દાગીના-રોકડ સાથેના લોકરની ચોરી 150 ફૂટ રીંગ રોડ પર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પાસે રાવલનગરમાં વેપારીના મકાનમાં બારીની ગ્રીલ તોડી તસ્કરોએ ત્રાટકી રોકડ અને દાગીના ભરેલા લોકરની ચોરી કરી લીધી હતી. વેપારી સવારે દુકાને ગયા બાદ રાત્રીના ઘરે આવતા રૂ. 62,100ની મત્તા ચોરી થયાનું માલુમ પડયું હતું. જે અંગે વેપારી અનિલ પટેલ (ઉ.વ. 58) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વેપારી એકલા રહે છે અને ધર્મેન્દ્ર રોડ ખાતે હસમુખલાલ એન્ડ બ્રધર્સ નામની દુકાન ધરાવી પાનનો હોલસેલ વેપાર કરે છે. પરિવારમાં પત્ની રીનાબેન અને દીકરી શ્વેતા અમેરિકામાં છે તેમજ પુત્ર કેનેડા રહે છે. વ્યાજખોર દીકરી-જમાઈના આતંકથી વૃદ્ધા પરેશાન શહેરમાં વ્યાજખોર દીકરી-જમાઇનો આતંક સામે આવ્યો છે. જામનગર રોડ પરના પરસાણાનગર શેરી નંબર-1 માં દિવ્ય એપાર્ટમેન્ટમાં રહેતા ઉષાબેન જોબનપુત્રા (ઉ.વ.65) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જમાઇ સંજય રાઠોડ, પુત્રી મીરાબેન અને જમાઇનો ભત્રીજો પ્રતિક રાઠોડનું નામ આપતાં પ્રદ્યુમનનગર પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અઢી વર્ષ પૂર્વે વૃદ્ધાએ જમાઈ સંજય પાસેથી રૂ. 50 હજાર પાંચ ટકા વ્યાજે લીધા હતા. જેનું વ્યાજ ભરવામાં પહોંચી શકાય એમ ન હોય જેથી વ્યાજ ભરવા માટે બાદમાં બીજા રૂ.50 હજાર દોઢ વર્ષ પહેલા 5 ટકા વ્યાજે લીધા હતા. વ્યાજ દર મહિનાની 15 તારીખે રૂબરૂ આપતા હતા. અત્યાર સુધીમાં રૂ.1.65 લાખ વ્યાજ પેટે ચૂકવી આપ્યા હતા. પરંતુ હવે આર્થિક પરિસ્થિતિ સારી ન હોય મૂળ રકમ હાલ ચૂકવી શકે તેમ ન હોય જેથી સગી દીકરી મીરા તથા જમાઈ સંજય વ્યાજની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા. 12 મેના રતનપર ખાતે વ્યાજની ઉઘરાણી કરવા આવ્યા હતા અને વૃદ્ધાને માર મારી હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું પરંતુ તે સમયે વૃદ્ધાએ ફરિયાદ કરી ન હતી. હોર્ન વગાડતા કારમાં સવાર મહિલાઓને બહાર ખેંચી હૂમલો ભોમેશ્વરમાં હોર્ન મારવા મામલે કારમાં સવાર મહિલાઓને બહાર ખેંચી હુમલો કરતાં ગાંધીગ્રામ પોલીસે ત્રણ મહિલા સહિત સાત શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. રેલનગરમાં રહેતાં પ્રોઢા તેમની પુત્રવધૂઓ સાથે ખરીદી કરી પરત ફરતાં હતાં, ત્યારે એક્સેસ સવાર મહિલાઓ બેફામ બની હતી અને ડ્રેસ ખેંચી વાળ પકડી ફડાકા ઝીંક્યા હતાં. બનાવ અંગે સાંઇબાબા સોસાયટી મેઇન રોડ રેલનગરમાં રહેતાં ભાવનાબેન હુંબલ (ઉ.વ.46)એ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે એક્સેસ નં. જીજે-03-એનએમ-6262માં આવેલ ત્રણ અજાણી મહિલા અને ચારેક અજાણ્યા શખ્સોના નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ફરિયાદીનો 18 ગ્રામનો સોનાનો ચેઇન પણ ગુમ થયો હોવાનું પોલીસને જણાવતાં પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે. કારખાનેદારની કારની ઠોકરે શ્રમિકની 5 વર્ષીય બાળકીનું મોત પડવલા જીઆઇડીસીમાં કારખાનેદારની કારની ઠોકરે શ્રમિક પરિવારની 5 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજતા પરિવારમાં શોક છવાયો હતો. પોલીસે મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મળતી માહિતી અનુસાર, આકૃતિ ધનરાજ કુમાર (ઉંમર વર્ષ 5) આજે પડવલા ખાતે પોતાના ઘર નજીક હતી ત્યારે પાસેના કારખાનામાંથી નીકળતી કારે બાળકીને ઠોકરે લેતા માથે અને શરીરે ગંભીર ઈજા થઈ હતી. આ બાળકીને તત્કાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં ટૂંકી સારવારમાં જ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મળતી વિગત મુજબ બાળકીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે. મૃતકના પિતા પડવલાની કંપનીમાં મજૂરી કરે છે. કંપનીની ઓરડીમાં રહે છે. બાળકી પોતાના ઘર પાસે હતી ત્યારે બાજુના કારખાના વાળા કારખાનેદાર પોતાની કાર લઈને નીકળતા બાળકીને લીધી હતી. ઘટના અંગે હકીકત જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ તરફ માસુમ બાળકીના મૃત્યુથી શ્રમિક પરિવારમાં શોક છવાયો હતો. બે પરીવાર વચ્ચે ધીંગાણું, ત્રણને ઈજા સોહમ નગરમાં ટ્રકની લોન ભરપાઈ કરવા અને કુકર્મ મામલે બે કૌટુંબિક પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. જેમાં ત્રણ યુવાનોને છરીનો ઘા વાગી જતાં ઈજાગ્રસ્ત થયાં હતા. બનાવને પગલે બી ડિવિઝન પોલીસે એક મહિલા સહીત આઠ શખ્સો વિરુદ્ધ સામસામે ગુનો નોંધ્યો હતો. મોરબી રોડ સોહમનગર સોસાયટી શેરી નં.3માં રહેતા 26 વર્ષીય યુવાન કલ્પેશભાઇ સાગઠીયાએ આરોપી તરીકે મહેન્દ્ર, ચેતન, પ્રદીપ અને સતિષનું નામ આપ્યુ હતુ. ગોવાથી દારૂનો જથ્થો જૂનાગઢ પહોંચે તે પૂર્વે રાજકોટથી ઝડપાયો કાળીપાટ ચોકડી પાસેથી ઇક્કો કારમાં હેરાફેરી થતો રૂ.2.52 લાખનો દારૂ પીસીબીની ટીમે પકડી પાડી જૂનાગઢના ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. દારૂના ધંધાર્થીઓએ ઇક્કો કાર નીચે ચોરખાનું બનાવી દારૂ છુપાવ્યો હોવાનું ખુલ્યું હતુ. પીસીબી ટીમને બાતમી મળી હતી કે માલીયાસણથી ગોંડલ તરફ જતાં નવો 150 ફૂટ રીંગ રોડ કાળીપાટ ચોકડી પાસે રોડ ઉપર એક ઇકો કાર GJ-25-AA-1726 પડી છે. જેમાં ત્રણ શખ્સ હાજર છે અને કારમાં ઇંગ્લીશ દારૂ છે.જેથી દરોડો પાડી કાર ચાલક સહિત ત્રણેય શખ્સોને અટકમાં લઈ નામ પુછતા પોતાનુ નામ આશીફ મહમદ કાદરી (ઉ.વ.34),અવેશ અમીન અરબ (ઉ.વ.23) અને શાકીર અલીમહમદ મતવા (ઉ.વ.26) કહ્યું હતું. કારમાં ચોરખાનામાં દારૂ છુપાવ્યો હતો પીસીબીની ટીમે કારમાં તપાસ કરતાં તેમાંથી કાંઇ મળી આવેલ નહી પરંતુ કારમાં નીચેના ભાગે સળંગ ખાનુ બનાવ્યું હોય જે ખાનું ખોલતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂની 1056 બોટલ રૂ. 2,52,384 અને ઇક્કો કાર મળી કુલ રૂ.6.52 લાખનો મુદામાલ કબ્જે કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણેય શખ્સો ગોવાથી દારૂનો જથ્થો ભરી જુનાગઢ વેચાણ અર્થે લઈ જઈ રહ્યા હતા. હાલ પોલીસે ત્રણેય શખ્સોની પકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View : સોનિયાને ભેટ્યાં-રાહુલને ઇશારો:મમતાએ કૉંગ્રેસમાં ભળવાના ત્રણ સંકેત આપ્યા, ભત્રીજા અભિષેક માટે સ્પેશિયલ ઓફર, મોદીનો વિજય રથ રોકવા ગેમ ચેન્જર પ્લાન
    Next Article
    Ground Report | સાવજો પર બબેસિયાનો સકંજો | મુશ્કેલીાં અગરિયા | Weather Update | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment