Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીમા અધિકારી બની ગઠિયાએ વૃદ્ધ પાસેથી 19.5 લાખ પડાવ્યા:વિશ્વાસ જીતવા 8 મહિના સુધી 13 હજાર પેન્શન આપ્યું, રૂપિયા પરત ન કરતા વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી

    8 hours ago

    અમદાવાદ શહેરમાં સાયબર ઠગાઈનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોલા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધને ગઠિયાઓએ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારી તરીકે ઓળખ આપી પહેલા 25 લાખની અનક્લેમ્ડ વીમા રકમ આપવાની લાલચ આપી હતી. બાદમાં IPOમાં રોકાણ કરાવવાના બહાને વિવિધ ચાર્જ, GST અને પ્રોસેસિંગ ફીના નામે કુલ 20.09 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેમાંથી માત્ર 1.04 લાખ પરત આપ્યા બાદ ગઠિયાઓએ 19.05 લાખની છેતરપિંડી કરી હતી. જે બાદ રૂપિયા પરત ન મળતા વૃદ્ધને છેતરપિંડી થઈ હોવાની શંકા થઈ હતી. જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. સોલાના વૃદ્ધ સાથે 19.05 લાખની છેતરપિંડી સોલા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ સાયબર ઠગોનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારી તરીકે ઓળખ આપી પહેલા વિશ્વાસ જીત્યો અને બાદમાં IPOમાં રોકાણના બહાને લાખો રૂપિયા પડાવી લીધા. વૃદ્ધ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. વર્ષ 2022માં તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે વીમા કંપનીમાંથી બોલતો હોવાનું કહી નવી વીમા પોલિસી અંગે માહિતી આપી હતી. વાતચીત દરમિયાન વૃદ્ધે વિશ્વાસ રાખીને પોલિસી લેવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. થોડા સમય બાદ એક વ્યક્તિ તેમના ઘરે આવી જરૂરી ડોક્યુમેન્ટ તથા ચેક લઈ ગયો હતો. વીમા સલાહકાર અને ઉચ્ચ અધિકારી હોવાનું કહી ઓળખ આપી ફસાવ્યા વર્ષ 2023માં ફરી એકવાર વૃદ્ધને ફોન આવ્યો હતો. આ વખતે ફોન કરનાર શખ્સે પોતે સરકારના વીમા સલાહકાર અને ઉચ્ચ અધિકારી હોવાનું કહી ઓળખ આપી હતી. તેણે વૃદ્ધને જણાવ્યું હતું કે તેમના નામે અનક્લેમ્ડ વીમાની રકમ રિઝર્વ ફંડમાં પડી છે અને તે રકમ આશરે 25 લાખ રૂપિયા થાય છે. રકમ મેળવવા માટે પહેલા 10 ટકા ચાર્જ ભરવો પડશે તેવી વાત કરી ગઠિયાએ વૃદ્ધનો વિશ્વાસ જીત્યો હતો. દર મહિને આશરે 13 હજાર રૂપિયા પેન્શન આપ્યા ત્યારબાદ વધુ નફો મળશે તેવી લાલચ આપીને IPOમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. ગઠિયાઓની વાતોમાં આવીને વૃદ્ધે પૈસા ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું હતું. વૃદ્ધનો વિશ્વાસ જીતવા માટે ગઠિયાઓએ વૃદ્ધને દર મહિને આશરે 13 હજાર રૂપિયા પેન્શન તરીકે આપવાનું શરૂ કર્યું હતું. વૃદ્ધને છેતરપિંડી થઈ હોવાની જાણ ને ફરિયાદ નોંધાઈ 8 મહિના સુધી રકમ મળતા વૃદ્ધને કોઈ શંકા ગઈ નહતી. પરંતુ બાદમાં IPO એલોટમેન્ટ, GST, પ્રોસેસિંગ ફી અને અન્ય વિવિધ કારણો બતાવીને ગઠિયાઓએ વારંવાર પૈસા માંગવાનું શરૂ કર્યું હતું. જુદી જુદી રીતે વૃદ્ધ પાસેથી કુલ 20.09 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેમાંથી માત્ર 1.04 લાખ રૂપિયા પરત આપ્યા હતા જ્યારે બાકીના 19.05 લાખ રૂપિયા પરત ન મળતા વૃદ્ધને છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ હતી. જેથી વૃદ્ધે અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    CBSE Board Exams 2026: Class 12 Hindi Papers On March 16
    Next Article
    Govt Bars LPG Refills For PNG Users Amid Middle East Supply Disruptions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment