Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સરાઝા હોટલ દારૂ પાર્ટી વિવાદ:ગુજરાત ક્રેડાઈના જોઈન્ટ સેક્રેટરીની વિવાદાસ્પદ પોસ્ટ; લખ્યું - "પ્રિય સરકાર, મહેરબાની કરીને ‘ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949’ ને નાબૂદ કરો! ચીયર્સ"

    16 hours ago

    રાજકોટના નામાંકિત ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલ અને નિખિલ પટેલ દ્વારા આયોજિત પાર્ટીમાં દારૂની મહેફિલ કરતા 38 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતાંની સાથે ગુજરાત ક્રેડાઈના જોઈન્ટ સેક્રેટરીની વિવાદાસ્પદ પોસ્ટ સામે આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે પાર્ટી કરતા ઝડપાયેલા લોકોના સમર્થનમાં આવી હવે ધ્રુવિલ પટેલ દ્વારા દારૂબંધી હટાવવા માટે સરકારને વિનંતી કરવામાં આવી છે. રાજકોટની હોટલમાં નામી-અનામી લોકો નશાની હાલતમાં ઝડપાયા બાદ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ અને ક્રેડાઈ ગુજરાતના જોઈન્ટ સેક્રેટરી ધ્રુવિલ પટેલનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા માટે અવાજ ઉઠાવવાની વાત કરી છે. તેમણે ગાંધી અને સરદારના ગુજરાતમાંથી પ્રોહિબિશન એક્ટ એટલે કે દારૂબંધી કાયદો નાબૂદ કરવા માટે અવાજ ઉઠાવવાની વાત સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો છે. જોકે મહત્વની વાત એ છે કે રાજકોટમાંથી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક લોકો દારૂની પાર્ટી કરતા ઝડપાયા બાદ જ તેમને આ વિચાર આવ્યો છે, આજ દિવસ સુધી તેમના દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન કરવામાં નથી આવ્યું એ પણ એક સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ ધ્રુવિલ પટેલે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું હતું કે, રાજકોટથી એક અવાજ ઉઠાવવાની શરૂઆત કરીએ - એક એવું આંદોલન જેનો ઉદ્દેશ્ય ‘ગુજરાત પ્રોહિબિશન એક્ટ’ (દારૂબંધી કાયદો)ને નાબૂદ કરવાનો છે. આ કાયદો ગુજરાતમાં આલ્કોહોલયુક્ત પીણાંના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, પરિવહન, ખરીદી અને સેવન પર લગભગ સંપૂર્ણ પ્રતિબંધ લાદે છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, 21મી સદીમાં દારૂનું સેવન કરવું એ ગુનો ન હોવો જોઈએ. અફઘાનિસ્તાન સિવાય બીજું કદાચ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં દારૂ ગેરકાયદેસર છે. સૌએ દારૂના સેવનને ખરાબ કે ગુનાહિત ગણાવવાનું બંધ કરવાની જરૂર છે. દારૂ સાથે પાર્ટી કરવા બદલ લોકોની ધરપકડ કરવી કે તેમની સામે FIR દાખલ કરવી - આવું તો પાષાણ યુગના લોકો કરતા હશે.!
    Click here to Read More
    Previous Article
    Native M3 Pro Review: A Premium Water Purifier With One Big Promise to Prove
    Next Article
    Amitabh Bachchan Goes Behind Bulletproof Glass At Sunday Fan Greeting

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment