Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' કાર્યક્રમ યોજાયો:1947ના વિભાજન પીડિતોને નાટિકા, ફિલ્મ, કેન્ડલ માર્ચથી શ્રદ્ધાંજલિ અપાઈ

    1 day ago

    પાટણ: ભારતના વિભાજન દરમિયાન નાગરિકોએ સહન કરેલી પીડા અને વિસ્થાપનને શ્રદ્ધાંજલિ આપવા માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયો હતો, જેમાં અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને પીડિત પરિવારોના વારસદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના ખાદી, કુટિર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવા, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસના સ્વયંસેવકો અને મોટી સંખ્યામાં નાગરિકો પણ આ સ્મૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત સિદ્ધપુરના ક્રિએટિકા થિયેટર હબ દ્વારા રજૂ કરાયેલી નાટિકાથી થઈ હતી. 'વિભાજનની પીડા અને માનવીય સંઘર્ષ' વિષય પર આધારિત આ નાટિકામાં 1947ના વિભાજન સમયની પરિસ્થિતિ, વિસ્થાપન અને પરિવારોની કસોટીનું હૃદયસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિભાજન સમયની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતી એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. વિભાજન સમયે યાતનાઓ વેઠનારા પરિવારોના વારસદારો પૈકી પાટણના કુલદીપ લોહાણા અને બિલ્ડર ગોરધનભાઈ (બેબા શેઠ) દ્વારા તેમના પરિવારોએ સહન કરેલા સંઘર્ષ અને વિસ્થાપનની આપવીતી રજૂ કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે 14 ઓગસ્ટનો દિવસ ઇતિહાસ માટે ગંભીર અને સંવેદનશીલ છે. તેમણે ઉમેર્યું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીને ઇતિહાસથી પરિચિત કરાવી સામાજિક સમરસતા તેમજ દેશની એકતા અને અખંડિતતાને મજબૂત કરવાનો છે. કાર્યક્રમના અંતે, વિભાજનમાં જાનમાલ ગુમાવનારા તમામ પીડિતોની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ, ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નાગરિકો દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરીને બચકા ભર્યા:ફિઝિયોથેરાપીસ્ટને વાળ કાપવાના બહાને ઘરે બોલાવી હતી, વડોદરામાં જાવેદ હબીબ સલૂનના કારીગરની અટકાયત
    Next Article
    Lotte Choco Pie Batch Declared "Unsafe" In Chhattisgarh, Recall Push Begins

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment