Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડામાં નશાકારક કફ સિરપનો કારોબાર:193 બોટલ નશાકારક કફ સિરપ સાથે એક ઝડપાયો, એક ફરાર; 35 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

    2 days ago

    યુવાધનને નશાના રવાડે ચડાવતા પ્રતિબંધિત નશીલા પદાર્થો અને સિરપના ગેરકાયદે વેચાણ સામે ભાવનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં પ્રતિબંધિત નશાકારક કફ સિરપનું અનધિકૃત વેચાણ કરતા એક શખ્સને બોરતળાવ પોલીસે બાતમીના આધારે દબોચી લીધો છે. પોલીસે સ્થળ પરથી 193 બોટલ સિરપ સહિત કુલ 35 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. મફતનગરમાં સર્વેલન્સ સ્ટાફનો દરોડો બોરતળાવ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે કુંભારવાડા વિસ્તારમાં નશાકારક સિરપનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ગોપાલ સોસાયટી, મફતનગર, કુંભારવાડા ખાતે રહેતા વિનોદ ઉર્ફે વિનો નાથાભાઈ વાઘેલા (ઉં.વ. 30) ના ઘરે ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન ઘરના કબજામાંથી કેન્દ્રીય નિયમો હેઠળ પ્રતિબંધિત એવી ‘કોડીન ફોસ્ફેટ’ (Codeine Phosphate) યુક્ત કફ સિરપની કુલ 193 બોટલો (19,300 ML) મળી આવી હતી. કુલ રૂ. 35,416 નો મુદ્દામાલ કબજે બોરતળાવ પોલીસે દરોડા દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે: પોલીસે પકડાયેલા આરોપી વિનોદ વાઘેલા વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. સહ-આરોપી 'જલો સોલંકી' ને પકડવા ચક્રો ગતિમાન પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ નશાના નેટવર્કમાં અન્ય એક સ્થાનિક શખ્સ પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યો હતો. પોલીસે કુંભારવાડાના નારી રોડ પર આવેલી રામદેવનગર સોસાયટીમાં રહેતા જનક ઉર્ફે જલો લાલજીભાઈ સોલંકીને આ ગુનામાં સહ-આરોપી તરીકે દર્શાવી તેને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સુરતથી વિદાય:કારને દોરડાથી ખેંચી ગાર્ડ ઓફ ઓનર અપાયું, 'ક્લિયર ઈમેજ' ધરાવતા IPS વાબંગ જમીરે ઇન્ચાર્જ CP તરીકે કમાન સંભાળશે
    Next Article
    Modric Minces No Words After VAR Row Dumps Croatia Out: "There's No Evidence"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment