Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠાની તમામ આંગણવાડીમાં દૂધ સંજીવની યોજના શરૂ:કુપોષણ મુક્ત ગુજરાત માટે 1923 કેન્દ્રોના 6 માસથી 6 વર્ષના બાળકોને મળશે લાભ

    7 hours ago

    રાજ્ય સરકાર કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા માટે અલગ અલગ યોજનાઓ ચલાવી રહી છે. પોષણ માસની ઉજવણી દરમિયાન બાળકોના પોષણ અને આરોગ્ય માટે 'દૂધ સંજીવની યોજના'નો વિસ્તાર કરવામાં આવ્યો છે. હવે સાબરકાંઠા જિલ્લાના તમામ 1923 આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના વર્ષ 2018 થી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં તે ગુજરાતના આદિજાતિ વિસ્તારો અને વિકાસશીલ તાલુકાઓમાં 6 માસથી 6 વર્ષ સુધીના બાળકો માટે હતી. બાળકોને પૂરતું પોષણ મળે અને તેમનો શારીરિક તેમજ માનસિક વિકાસ સારો થાય તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. હવે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે આ યોજનાનો વધુ વિસ્તાર કર્યો છે. આદિજાતિ વિસ્તારોની આંગણવાડીઓ ઉપરાંત, બિન-આદિજાતિ વિસ્તારોના તમામ બ્લોકમાં પણ આ યોજનાનો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે. આનાથી સાબરકાંઠા જિલ્લાના ગામડાં અને શહેરોમાં આંગણવાડી સાથે જોડાયેલા 6 માસથી 6 વર્ષ સુધીના બાળકોને દૂધ સંજીવની યોજનાનો ફાયદો મળી રહ્યો છે. પોષણ માસ દરમિયાન આંગણવાડી કાર્યકરો વાલીઓને સંતુલિત આહાર, પોષણ અને આરોગ્ય વિશે જરૂરી માહિતી આપી રહ્યા છે, જેથી બાળકોને પૂરતું પોષણ મળે. બાળપણમાં યોગ્ય પોષણ બાળકના સારા વિકાસ માટે ખૂબ જરૂરી છે. આથી, યોજનાના વિસ્તારથી વધુ બાળકો સુધી પોષણનો લાભ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સુપોષિત બાળક અને સ્વસ્થ સમાજના સંકલ્પ સાથે સાબરકાંઠા જિલ્લો પણ કુપોષણ સામેની લડાઈમાં જોડાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર સ્વામિનારાયણ ગુરુકુલમાં ગણેશોત્સવ:1300 વિદ્યાર્થીઓએ ગણપતિજીની સ્થાપના, વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરી
    Next Article
    વલસાડમાં નારીશક્તિ જાગૃતિ અને વ્યસનમુક્તિનો સંદેશ અપાયો:મહિલા ઉત્થાન મંડળના સત્સંગ કાર્યક્રમનું સમાપન થયું, ભક્તોએ આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment