Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકાધીશને 1900 ગ્રામ ચાંદીનું ધનુષ અને બાણ અર્પણ:ઇલાઇટ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન, મુંબઈ દ્વારા ભેટ

    2 days ago

    દ્વારકાના જગત મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશને તાજેતરમાં મુંબઈ સ્થિત ઇલાઇટ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન દ્વારા આશરે 1900 ગ્રામ ચાંદીનું ધનુષ અને ત્રણ બાણ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ભક્તિમય અર્પણ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. દેશ-વિદેશથી લાખો ભક્તો દરરોજ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે. ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ થતાં આભારરૂપે વિવિધ ભેટો અર્પણ કરતા હોય છે. આ જ પરંપરાને આગળ વધારતા, શ્રીજીના પરમ વૈષ્ણવ ઇલાઇટ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન, મુંબઈ દ્વારા આ સુંદર ભેટ અર્પણ કરાઈ હતી. આશરે 1900 ગ્રામ ચાંદીથી બનેલું આ ધનુષ અને ત્રણ બાણ ભગવાનના ચરણોમાં અર્પણ કરાયા ત્યારે ઉપસ્થિત ભક્તોએ પણ આ પ્રસંગને હર્ષભેર નિહાળ્યો હતો. આ પવિત્ર અર્પણ દ્વારકાધીશ પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો દાખલો બની રહ્યું છે. મંદિર સંચાલન દ્વારા દાતાઓનો આ પવિત્ર અર્પણ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે ભગવાન શ્રી દ્વારકાધીશ તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ગરમીનો પ્રકોપ:મહત્તમ તાપમાન 36°C, 10 mphની ઝડપે પવન ફૂંકાયો
    Next Article
    Mohammad Ghalibaf: Iran Parliament Speaker Who Is Potential US-Backed Leader

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment