Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદના કારણે મેચને રોકવી પડી:ભારતે ઇંગ્લેન્ડને 190 રનનો ટાર્ગેટ આપ્યો, પહેલી T20માં કેપ્ટન શ્રેયસે 68 રન બનાવ્યા; અભિષેક શર્માની ફિફ્ટી

    1 day ago

    ભારતે પહેલી T20માં ઇંગ્લેન્ડને 190 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેસ્ટર-લી-સ્ટ્રીટમાં ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા. હાલ વરસાદના કારણે મેચ અટકી છે. ઈન્ડિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી. સંજુ સેમસન માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. ઈશાન કિશન રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ અભિષેક શર્મા અને કેપ્ટન શ્રેયસ અય્યરે ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરીને ઇનિંગ્સ સંભાળી હતી. અભિષેકે 24 બોલમાં 59 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. તેણે પોતાની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે કેપ્ટન તરીકે પોતાની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. તેણે 68 રનની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને એક સિક્સર લગાવી હતી. અંતમાં શિવમ દુબે 21 બોલમાં 42 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી પેસર સાકિબ મહમૂદે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ મેચમાં પણ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળી નહોતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી. ઇંગ્લેન્ડ (ENG): ફિલિપ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, સાકિબ મહમૂદ, આદિલ રશીદ અને લ્યુક વુડ.
    Click here to Read More
    Previous Article
    Delhi government approves annual fellowship programmes in archives and archaeology
    Next Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- વોલેટિલિટી વચ્ચે બુલ્સનું પ્રભુત્વ, બજાર નવી ઊંચાઈ તરફ:બુધવારે ભારતીય શેરબજારમાં દિવસભર સકારાત્મક વલણ જોવા મળ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment