Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત-પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપની ફાઈનલ રમાશે:સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને હરાવ્યું, PAKએ બાંગ્લાદેશને માત આપી

    6 hours ago

    ભારતીય ટીમ અંડર-19 એશિયા કપના ફાઇનલમાં પહોંચી ગઈ છે. 14 નવેમ્બરે ટાઇટલ મેચમાં ભારતનો સામનો પાકિસ્તાન સામે થશે. ગુરુવારે ઓમાનના મસ્કતમાં રમાયેલી સેમિફાઇનલમાં ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું. બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 9 વિકેટથી માત આપી. અફઘાનિસ્તાને ભારતને 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 227 રન બનાવ્યા. જવાબમાં ભારતે 36.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીરની ફિફ્ટી, કેપ્ટન લક્ષ્યના 93 રન ભારત માટે આર્યવીર સેહવાગે 57 બોલ પર 51 રન બનાવ્યા. જ્યારે કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ 93 રનની ઇનિંગ રમી. વી. કે. વિનીત 57 રન બનાવીને નોટઆઉટ રહ્યો. તેણે છગ્ગો ફટકારીને જીત અપાવી. અફઘાનિસ્તાને 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો અંડર-19 એશિયા કપની સેમિફાઇનલમાં અફઘાનિસ્તાને ભારતને 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અલ અમીરાતમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા. જવાબમાં ભારતે 36.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. ભારત માટે આર્યવીર સેહવાગે 57 બોલમાં 51 રન બનાવ્યા. જ્યારે કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ 93 રનની ઇનિંગ રમી. વીકે વિનિત 57 રન બનાવીને અણનમ રહ્યો. તેણે છગ્ગો ફટકારીને જીત અપાવી. અફઘાનિસ્તાન તરફથી બે ફિફ્ટી ફટકારવામાં આવી આ પહેલાં, અફઘાનિસ્તાન તરફથી નુમાન સલારઝઈ અને શાહ ફૈઝલ રહીમીએ 51-51 રનની ઇનિંગ્સ રમી હતી. ભારત માટે ઈશાન સૂદે સૌથી વધુ 3 વિકેટ લીધી, જ્યારે આર્યન સવસાણીએ 2 વિકેટ ઝડપી હતી. ભારતના 5 બોલરોને સફળતા ભારત તરફથી ઈશાન સૂદ સૌથી સફળ બોલર રહ્યો. તેણે 9 ઓવરમાં 43 રન આપીને 3 વિકેટ લીધી. આર્યન સવસાણીએ 29 રન આપીને 2 વિકેટ ઝડપી. કાવ્ય પટેલ, યશવર્ધન ચૌહાણ અને અર્જુન રાજપૂતને 1-1 વિકેટ મળી. ભારતે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે 228 રનનો ટાર્ગેટ મળ્યો હતો..
    Click here to Read More
    Previous Article
    मामला रोमांस का नहीं है, Nvidia पर कंट्रोल का है, जेंसन को निकालने की तैयारी में लगे हैं सब
    Next Article
    રિટેલ મોંઘવારી 6.09%, 12 મહિનામાં સૌથી વધુ:RBIની નક્કી કરેલી લિમિટ 6%થી ઉપર નીકળી; ડુંગળી, દૂધ, ઈંડા સહિત ખાવા-પીવાની ચીજો મોંઘી થવાનું કારણ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment