Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં આજે ચૂંટણી પંચનો ઘેરાવ, 19 પક્ષો એકઠા થશે:સંસદથી ECI મુખ્યાલય સુધી 3 કિમીની કૂચ કરશે; ગયા વર્ષે પણ આવું જ કર્યું હતું

    1 day ago

    SIRને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે 19 વિપક્ષી દળો આજે દિલ્હીમાં ચૂંટણી પંચનો ઘેરાવ કરશે. INDIA બ્લોકના વિપક્ષી સાંસદો દિલ્હીમાં 'સેવ ડેમોક્રેસી માર્ચ' કાઢશે. તેઓ સંસદથી ચૂંટણી પંચ (ECI)ના મુખ્યાલય સુધી આશરે 3 કિમી પગપાળા જશે. મલ્લિકાર્જુન ખડગેએ એક દિવસ પહેલા X પર લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની 3 માંગણીઓ નોન-નેગોશિએબલ છે. પહેલી- જ્ઞાનેશ કુમારનું રાજીનામું, બીજી- SIR રદ કરવું, ત્રીજી- બેલેટ પેપરથી ચૂંટણી કરાવવી. દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો અને INDIA ગઠબંધનના સાથી પક્ષો આ ત્રણ મુદ્દાઓને લઈને રસ્તા પર છે. આ પહેલાં 11 ઑગસ્ટ 2025ના રોજ INDIA ગઠબંધનના સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કાઢી હતી. તેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર સહિત 25 વિપક્ષી દળો સામેલ થયા હતા. INDIAની 19 પાર્ટી પાસે લોકસભામાં 178 સાંસદ INDIA બ્લૉકની 19 પાર્ટી જે માર્ચ કાઢશે. તેમના પાસે લોકસભામાં 178 અને રાજ્યસભામાં 62 સાંસદો છે. આ પાર્ટીઓ છે- કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, TMC, NCP (SP), શિવસેના (UBT), RJD, CPM, CPI, NC, PDP, JMM, CPI-ML, IUML, KC (M), MDMK, VCK, RSP, AIFB અને KC (J)। 30 સપ્ટેમ્બર: વિરોધ પક્ષોના ગઠબંધનની બેઠકમાં 5 માંગણીઓ રજૂ કરવામાં આવી… 1. CECના રાજીનામાની માગ કરી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું જોઈએ. તેમણે મતદાર યાદીમાં કથિત હસ્તક્ષેપની તપાસમાં સહયોગ કરવાની પણ વાત કરી. 2. મતદાર યાદીમાં પારદર્શિતાની માગ મતદાર યાદીમાં નામ ઉમેરવા, કાઢવા અને સુધારાની સંપૂર્ણ માહિતી બૂથ અને વિધાનસભા સ્તરે જાહેર કરવી જોઈએ. કોઈપણ માન્ય મતદારનું નામ કાઢતાં પહેલાં નોટિસ અને અપીલની તક આપવી જોઈએ. 3. SIR અને મતદારોનાં નામ કાઢવા અંગે સવાલ SIRને કારણે મોટી સંખ્યામાં મતદારો મતદાર યાદીમાંથી બહાર થઈ શકે છે. ભવિષ્યની ચૂંટણીઓમાં SIR પહેલાંની મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવે. 4. EVMની જગ્યાએ બેલેટ પેપરની માગ EVMની જગ્યાએ ચૂંટણીમાં ફરીથી બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે. પ્રથમ વખત મતદાન કરનારાઓ માટે નોંધણી પ્રક્રિયા સરળ બનાવવામાં આવે. 5. વિપક્ષી પક્ષોને એકજૂથ થવાની અપીલ INDIA ગઠબંધનના પક્ષો ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને સંસ્થાકીય જવાબદારીના મુદ્દે એકજૂથ રહે. લોકશાહીમાં અંતિમ અધિકાર જનતાનો હોવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    "It Took Them 60 Years": Man Takes Parents On First Flight, Fulfils Their Dream
    Next Article
    'બસ વરસાદ ન પડે તો જલસો પડી જાય' , VIDEO:હજુ તો 9 હજારની જ શોપિંગ થઈ, રિલ્સ માટે સ્પેશિયલ આઉટફિટ બનાવડાવ્યું; નવરાત્રિ માટે અમદાવાદીઓમાં કેવો છે ક્રેઝ?

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment