Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 19 લાખનો તોડ ચર્ચામાં:વડતાલના સમૈયામાં CMએ હસતાં હસતાં સંભળાવ્યું, ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાને ફ્રીમાં સરકારી જમીન ફાળવાશે

    14 hours ago

    કેન્યાથી ચિત્તા અને MPથી વાઘણ ગુજરાત આવશે 3 મહિનામાં ચિત્તા અને એક વાઘણ ગુજરાતમાં આવશે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, કેન્યાથી એક નર ચિત્તો, એક માદા અને 2 બચ્ચાંને કચ્છના બન્નીમાં લવાશે. જ્યારે મધ્યપ્રદેશમાંથી વાઘણને ગુજરાત લાવવાની તમામ તૈયારીઓ થઇ ગઇ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમારી તાકાત અહીં છે,તાકાત લેવા તો આવવું પડે નેઃCM વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત કાર્તિકી સમૈયા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામેલ થયા. જેમાં સૂચક નિવેદન આપતા તેમણે કહ્યું, 'અમારી તાકાત એ અહીંયા છે, એટલે તાકાત લેવા તો આવવું પડે ને. તો સરખુ ચાલે ને. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શાળાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવા માગ મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ શાળાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવા માગ ઉઠી છે. માગણી નહીં સંતોષાય તો રાજ્ય શાળા સંચાલક મહામંડળે હાઈકોર્ટમાં જવાની ચીમકી આપી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ડ્રગ્સ વેચનારાઓના ઘર પર બુલડોઝર કાર્યવાહી અમદાવાદમાં ફરી એક વાર બુલડોઝર કાર્યવાહી. સરખેજમાં બે કિલો ગાંજા સાથે ઝડપાયેલી મહિલા સહિત નાર્કોટિકના ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ગેરકાયદે ઘર ઉપર બુલડોઝર ફરી વળ્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઝારખંડમાં બસ અકસ્માતમાં સુરતના દંપતીનું મોત ઝારખંડમાં આવેલ સમેતશિખરજીની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલા સુરતના યાત્રાળુઓને અકસ્માત નડ્યો. મોડી રાત્રે બસ ઝાડ સાથે અથડાતા સુરતના કાપડ દલાલ બાબૂલાલ જૈન અને તેમની પત્નીનું મોત નીપજ્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 9 મનપાને સરકારી જમીન ફ્રીમાં મળશે ગુજરાતમાં નવી રચાયેલી 9 મહાનગરપાલિકાને વિનામૂલ્યે સરકારી જમીન ફાળવવામાં આવશે. માળખાકીય વિકાસને વેગ આપવા મહેસૂલ વિભાગે જમીન ફાળવણીના નિયમોમાં પાંચ વર્ષ માટે ખાસ છૂટછાટ આપતો ઠરાવ કર્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ટેક્સટાઇલ ઉદ્યોગની ડ્યુટી મુક્તિ 2032 સુધી લંબાવવા માગ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને આધુનિક મશીનરીની આયાત પર મળતી ડ્યુટી મુક્તિની મુદત 2027માં પૂર્ણ થઈ રહી છે. ત્યારે આ મુદત 2032 સુધી લંબાવવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતના કથિત તોડકાંડની ચેટ વાઈરલ થતા રાજકારણ ગરમાયું સુરતના કથિત 19 લાખના તોડકાંડની ચેટ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને આપ આ મુદ્દે ભાજપને ઘેરી રહ્યા છે. બીજી તરફ, ભાજપ શહેર પ્રમુખે આરોપોને પાયાવિહોણા ગણાવી નોટિસ ફટકારવાની ચીમકી આપી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સરકારી મકાન અપાવવાના બહાને ₹50 લાખ પડાવ્યાં અમદાવાદના ગોતામાં સરકારી મકાન અપાવવાના બહાને બે શખસે 40 લોકો પાસેથી ₹50 લાખ પડાવ્યાં. નિકુંજ ભરવાડ અને ધનરાજ યાદવ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નલિયા 11 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર આજે 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. જ્યારે મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું.આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ગિલે લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવવાની માગ કરી:કૂકાબુરા બોલ 25-30 ઓવરમાં નરમ થઈ જાય, બોલરો માટે મુશ્કેલી વધી
    Next Article
    લીલાપોર ITIના 132 તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અપાયાં:8 ટ્રેડના તાલીમાર્થીઓ માટે દીક્ષાંત સમારોહ યોજાયો; એપ્રેન્ટિસશિપ અંગે માર્ગદર્શન પણ અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment