Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરાણીથી વીરપુર 19 ભક્તોની સાયકલ યાત્રા શરૂ:42 વર્ષથી ચાલતી પરંપરામાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની હાજરીમાં જલારામ બાપાના જયઘોષ સાથે પ્રસ્થાન

    3 days ago

    ભક્તિ જ્યારે સંકલ્પ બને અને શ્રદ્ધા જ્યારે પરંપરાનું સ્વરૂપ ધારણ કરે ત્યારે વર્ષો સુધી અવિરત ચાલતી યાત્રાઓ જન્મ લે છે. આવી જ અતૂટ આસ્થા અને સમર્પણની અનોખી પરંપરા એટલે વિરાણીથી વીરપુર સુધીની સાયકલ યાત્રા. સતત ૪૨ વર્ષથી ચાલી આવતી આ ધાર્મિક સાયકલ યાત્રાનો મંગળવાર, તા. ૧૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો હતો. જલારામ બાપાના દર્શન કરવાની ભાવના સાથે ૧૯ ભક્તો સાયકલ પર વીરપુર ધામ તરફ રવાના થયા છે. ભાવેશ આઈયાની આગેવાની હેઠળ નીકળેલી આ યાત્રાના પ્રસ્થાન પ્રસંગે વિરાણી ગામમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો. વિરાણી રામમંદિરના મહંત સરયુદાસ બાપુએ પોતાના ગુરુ શ્રી શાંતિદાસ બાપુના આશીર્વાદ અને શુભેચ્છાઓ સાથે તમામ યાત્રિકોને સુખદ પ્રવાસ માટે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે વિરાણીના વતની અને અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં બપોરે ૧:૩૦ કલાકે જલારામ બાપાના જયઘોષ સાથે યાત્રાને વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. યાત્રાના પ્રથમ તબક્કામાં ભક્તો બપોરે આશરે ૨:૩૦ કલાકે નખત્રાણા સ્થિત શ્રી શ્રી સાઈ જલારામ મંદિરે પહોંચ્યા હતા. અહીં શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ પલણ, મંત્રી મેહુલભાઈ દાવડા, જયંતીભાઈ કારિયા તેમજ શ્રી નખત્રાણા લોહાણા યુવક મંડળના પ્રમુખ જીગ્નેશભાઈ પલણ સહિતના આગેવાનોએ યાત્રિકોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. યાત્રિકોને શુભેચ્છાઓ પાઠવી તેમની ધાર્મિક ભાવનાને બિરદાવી હતી. નખત્રાણાથી આગળ પુરેશ્વર અને વાંઢાય થઈને પસાર થનારી આ સાયકલ યાત્રા શુક્રવાર, તા. ૧૩ નવેમ્બર ૨૦૨૬ના રોજ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જલારામધામ વીરપુર ખાતે પહોંચશે. ઉલ્લેખનીય છે કે ૪૨ વર્ષથી અવિરત જળવાઈ રહેલી આ પરંપરા નવી પેઢી માટે પણ શ્રદ્ધા, શિસ્ત, સંકલ્પશક્તિ અને સામૂહિક ભક્તિનો પ્રેરણાદાયી સંદેશ આપે છે. સાયકલના પૈડાં સાથે આગળ વધી રહેલી આ યાત્રા માત્ર અંતર કાપવાની સફર નહીં, પરંતુ જલારામ બાપા પ્રત્યેની અડગ આસ્થા અને ભક્તિભાવની જીવંત અભિવ્યક્તિ બની રહી છે. તમામ ૧૯ યાત્રિકોની યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય અને સૌ વીરપુર ધામે સુખરૂપ પહોંચી બાપાના દર્શનનો લાભ લે તેવી શુભકામનાઓ પાઠવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં બિરસા મુંડાની જન્મજયંતી ઉજવાશે:15 નવેમ્બરે જામજોધપુર અને ટાઉનહોલમાં કાર્યક્રમ; રૂ. 6.33 કરોડના છાત્રાલયનું ખાતમુહૂર્ત થશે
    Next Article
    શહેરમાં વધુ ટ્રાફિકવાળા વિસ્તારમાં વાહન પાર્કિંગના ડબલ ચાર્જ:રોડ પર-બ્રિજ નીચે-મલ્ટીલેવલ બિલ્ડીંગમાં પાર્ક કરવાના અલગ ચાર્જ, જાણો ઝોન પ્રમાણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment