Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:19 એપ્રિલ વસ્તી ગણતરી શરૂ થશે,નાગરિકોને પૂછાશે 33 પ્રશ્ન, નવા દસ 10 તાલુકામાં 4480 ગણતરીદારની નિમણૂંક

    12 hours ago

    વસતી ગણતરી 19 એપ્રિલ 2026થી શરૂ થશે. સામાન્ય રીતે દર 10 વર્ષે થતી જનગણના કોરોના મહામારીના કારણે 2021માં થઈ શકી નહોતી, તેથી હવે તે ડિજિટલ સ્વરૂપે કરવામાં આવી રહી છે. જિલ્લામાં અંદાજિત 4 હજાર વધુ અધિકારીઓ-કર્મચારીઓ આ કામગીરીમાં જોડાશે. નિયમ મુજબ લગભગ 700થી 800 લોકોની વસ્તી દીઠ એક ગણતરીદાર નીમવામાં આવશે. તમામ કર્મચારીઓ મોબાઇલ એપ દ્વારા ઘર-ઘર જઈને રિયલ ટાઇમ ડેટા એકત્ર કરશે, જે ડેટા સીધો સર્વર પર અપલોડ થશે. પ્રારંભિક અંદાજ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વસ્તી 36 લાખ સુધી પહોંચી શકે છે. આ જનગણનામાં પ્રથમ વખત સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી થશે. નાગરિકોને સ્વ-ગણતરી (Self Enumeration) કરવાની પણ તક મળશે. આ ઉપરાંત આ વખતે પહેલીવાર સ્વ-ગણતરીનો વિકલ્પ ડિજિટલ જનગણના 2027માં નાગરિકોને સ્વ-ગણતરીનો વિકલ્પ પણ આપવામાં આવશે. નક્કી કરેલા સમયગાળા દરમિયાન આધિકારિક જનગણના પોર્ટલ પર મોબાઇલ નંબર અથવા આધાર આધારિત OTP દ્વારા લોગિન કરી પરિવારની માહિતી પોતે ભરવી પડશે. આ માહિતીમાં પરિવારના સભ્યોની સંખ્યા, ઉંમર, લિંગ, શિક્ષણ, વ્યવસાય, આવાસ અને સુવિધાઓ જેવી વિગતો સામેલ રહેશે. સફળ સબમિશન પછી રજિસ્ટ્રેશન નંબર મળશે, જેને ભવિષ્ય માટે સુરક્ષિત રાખવું પડશે. બે તબક્કામાં થશે જનગણના લોકો પાસેથી પૂછવામાં આવશે 33 પ્રશ્ન આગામી જનગણનામાં દરેક પરિવારને 33 પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાં પરિવારના સભ્યોની સંખ્યા, ઉંમર, લિંગ, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ, વ્યવસાય, જન્મસ્થાન, સ્થળાંતર, માતા-પિતાની વિગતો, દિવ્યાંગતા અથવા સામાજિક વર્ગ જેવી માહિતી સામેલ રહેશે. ઘરના પ્રકાર, પાણી, શૌચાલય, વીજળી, રસોઈ ઈંધણ અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ વિશે પણ પ્રશ્નો પૂછાશે. મેપ પર દરેક ઘર ડિજિ ડોટ બનશે જેના ફાયદા 1. આપદા વ્યવસ્થાપનમાં મદદ : જિયો-ટેગિંગથી ગામ-શહેરના બદલાતા પેટર્ન અંગે માહિતી મળશે. 2. ચૂંટણીમાં સહાય : સંસદ અને વિધાનસભા વિસ્તારની સીમાઓ નક્કી કરવા માટે જનગણના આધાર બનશે. 3. શહેરી આયોજન : સ્કૂલ, હોસ્પિટલ, પાર્ક વગેરે માટે પ્લાનિંગમાં મદદ મળશે. 4. માઇગ્રેશન ટ્રેકિંગ : જનગણનામાં બદલાવથી શહેરીકરણ દર અને સ્થળાંતર પેટર્ન સમજાશે. 5. મતદાર યાદી વધુ મજબૂત : જિયો-ટેગિંગ અને આધાર આધારિત ડિજિટલ નામો વોટર લિસ્ટ મજબૂત બનાવશે. ધર્મ મુજબ વસતી જિલ્લા તાલુકા વાઈઝ વસ્તી (૨૦૧૧)
    Click here to Read More
    Previous Article
    Pet Shop Owner Finds Cat With Heartfelt Note And Cash Left By Elderly Man
    Next Article
    Delhi NCR Weather Update | વરસાદી વાતાવરણ દિલ્હી - NCR બન્યું ઠંડુગાર | Unseasonal Rain | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment