Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનની પરી મિસ્બાહ ભારતને ટક્કર આપશે!:19 વર્ષીય કાઝિયા મિસ યુનિવર્સની રેસમાં, ફિનાલે પહેલા ઇવેન્ટ વિવાદમાં; 3150 હીરાના તાજ પર નજર

    7 hours ago

    વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા ‘મિસ યુનિવર્સ 2026’ની 75મી આવૃત્તિનો પ્યુઅર્ટો રિકો ખાતે શાનદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. 24 નવેમ્બરના રોજ સેન જુઆનના જોસ મિગુએલ એગ્રેલોટ કોલિઝિયમમાં તેનો ગ્રાન્ડ ફિનાલે યોજાનાર છે. જોકે, આ વખતે આ સ્પર્ધા ગ્લેમર કરતાં વિવાદો, 15 દેશોના ખસી જવા અને ભારત-પાકિસ્તાનની સુંદરીઓ વચ્ચેની ટક્કરને કારણે વધુ ચર્ચામાં છે. ભારતની કાઝિયા લિઝ vs પાકિસ્તાનની મિસ્બાહ અરશદ આ વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કેરલમ્ની 19 વર્ષીય કાઝિયા લિઝ મેજો કરી રહી છે, જેને ટક્કર આપવા પાકિસ્તાને લાહોરની સુંદરી મિસ્બાહ અરશદ મેદાનમાં ઉતારી છે. કોણ છે ભારતની કાઝિયા લિઝ મેજો? કેરલમ્ના માવેલિકારાની કાઝિયાએ 23 ઓગસ્ટ 2026ના રોજ જયપુરમાં ૫૨ સ્પર્ધકોને હરાવી 'મિસ યુનિવર્સ ઇન્ડિયા'નો ખિતાબ જીત્યો હતો. અબુ ધાબીમાં ઉછરેલી કાઝિયા કાયદાનો અભ્યાસ કરી રહી છે. તે 12 વર્ષથી ક્લાસિકલ ડાન્સની તાલીમ લઈ રહી છે તેમજ સિંગર, ડ્રમ્સ અને વાયોલિન વગાડવાનો શોખ ધરાવે છે. અગાઉ તે 'મિસ ટીન દિવા 2024' અને 'મિસ ટીન ઇન્ટરનેશનલ 2025' માં ફર્સ્ટ રનર-અપ રહી ચૂકી છે. હવે તેની નજર ભારતને ચોથો મિસ યુનિવર્સ ખિતાબ અપાવવા પર છે. કોણ છે મિસ્બાહ અરશદ? પાકિસ્તાનના લાહોરની રહેવાસી મિસ્બાહ સાયકોલોજીની વિદ્યાર્થિની છે અને શિક્ષણ દ્વારા મહિલા સશક્તિકરણ માટે કામ કરે છે. ફિલિપાઈન્સમાં યોજાયેલી સ્પર્ધામાં તેને 'મિસ યુનિવર્સ પાકિસ્તાન 2026' નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. અગાઉ તેણે જાપાનમાં 'મિસ ઇન્ટરનેશનલ 2023' માં પણ ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે તેણે ભારતની કાઝિયાની જીત પર અભિનંદન પાઠવીને સુંદર ખેલદિલી બતાવી હતી. ફિનાલે પહેલા જ 15 દેશો બહાર: 6 એશિયન દેશો પર પ્રતિબંધ એક તરફ સુંદરીઓ તાજ જીતવા મહેનત કરી રહી છે, તો બીજી તરફ ગ્રાન્ડ ફિનાલે પહેલા જ 15 દેશો સ્પર્ધામાંથી બહાર થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. 6 એશિયન દેશો પર બ્રેક ફ્રેન્ચાઈઝી અને કોર્પોરેટ સ્તરે ચાલી રહેલા વિવાદોને કારણે થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, વિયેતનામ, લાઓસ, સિંગાપોર અને મલેશિયા આ વર્ષે સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. 'મિસ યુનિવર્સ ઓસ્ટ્રિયા' વિક્ટોરિયા એમર્સને પોતાના મૂલ્યો, આત્મસન્માન તેમજ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા સ્પર્ધામાંથી ખસી જવાની જાહેરાત કરી છે. 'મિસ યુનિવર્સ બલ્ગેરિયા' એના મારિયા એક કાર અકસ્માતનો ભોગ બનતા શારીરિક રીતે સ્પર્ધામાં ભાગ લેવા અસમર્થ હોવાથી આયોજકોએ તેની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તેને બહાર રાખવાનો નિર્ણય લીધો છે. સેન્ટ માર્ટિનનું પ્રતિનિધિત્વ કરી રહેલી મેડલી મેરિયને પોતાના અંગત કારણોસર સ્પર્ધામાંથી નામ પાછું ખેંચી લીધું છે. આ ઉપરાંત અન્ય કેટલાક દેશોની સ્પર્ધકોને વિઝા સંબંધિત સમસ્યાઓ નડી છે. 75 વર્ષના ઇતિહાસની ઉજવણી કરતો નવો તાજ આ વર્ષે મિસ યુનિવર્સની 75મી વર્ષગાંઠ નિમિત્તે એક અદભુત નવો તાજ પણ રજૂ કરવામાં આવ્યો છે, જેને ‘ધ રેડિયન્સ ઓફ એન ઇટર્નલ લેગસી’ નામ આપવામાં આવ્યું છે. આ તાજમાં જડાયેલા ત્રણ મુખ્ય હીરા મિસ યુનિવર્સના ત્રણ યુગ—ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે, જે એ મહિલાઓને સન્માનિત કરે છે જેમણે ઇતિહાસ રચ્યો છે, આજે પ્રેરણા આપે છે અને આવતીકાલનું ઘડતર કરશે. 3,150 હીરાની ચમક પ્રખ્યાત ડિઝાઇનર જ્યોર્જ વિટલ્સ દ્વારા મેસન ડી'ઓરના સહયોગથી તૈયાર કરાયેલા આ ભવ્ય ક્રાઉનમાં કુલ 3150 હીરા જડવામાં આવ્યા છે. આયોજકોના જણાવ્યા મુજબ, આ તાજનો દરેક ચમકતો હીરો સપના, શક્તિ અને વારસાની કહાની કહે છે, કારણ કે કોઈપણ તાજની સાચી ચમક તેને પહેરનાર મહિલાઓમાં રહેલી હોય છે.
    Click here to Read More
    Previous Article
    OpenAI's Dot' Agents Get A Wallet — Here's How ChatGPT Will Shop On Your Behalf
    Next Article
    आतंक के आरोप में बंद वैनडाइक को छुड़ा ले गया अमेरिका, झुक गई मोदी सरकार, विपक्ष का आरोप

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment