Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ બિસ્માર:19 સ્થળે વૃક્ષો ધરાશાયી, મ્યુ. કમિશનરે ત્રણેય ઝોનની મુલાકાત લઈ સંબંધિત વિભાગોને 24 કલાક સ્ટેન્ડબાયના આદેશ આપ્યા

    1 day ago

    રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદી માહોલ વચ્ચે પણ 19 જેટલા સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની અને માર્ગો પર ખાડા પડવાની ઘટનાઓ સામે આવી છે. 26 જુલાઈના રોજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૂબરૂ ફિલ્ડમાં ઉતરીને ત્રણેય ઝોનની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. નાગરિકોની ફરિયાદોના ત્વરિત ઉકેલ માટે ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના તમામ સંબંધિત વિભાગોને 24 કલાક સ્ટેન્ડબાય રહેવા કડક આદેશ અપાયા છે. પમ્પિંગ મશીનરી તૈનાત અને કંટ્રોલ રૂમની ફરિયાદોનો ત્વરિત નિકાલ મ્યુનિસિપલ કમિશનરે શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય માર્ગો, સ્ક્રીન ચેમ્બર અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનની તપાસ કરી હતી. જ્યાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય ત્યાં પમ્પિંગ મશીનરી અને વધારાનું માનવબળ તૈનાત કરવા તેમજ સ્ક્રીન ચેમ્બર અને ડ્રેનેજ લાઈનમાંથી કચરાનો અવરોધ સતત સાફ કરતા રહેવાની તાકીદ કરી હતી. ફાયર બ્રિગેડે 19 સ્થળે વૃક્ષો હટાવી રસ્તાઓ ખુલ્લા કરાવ્યા બે દિવસ દરમિયાન ફ્લડ કન્ટ્રોલરૂમને શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 19 સ્થળે ઝાડ પડવાની ફરિયાદો મળી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી વૃક્ષો હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. જેમાં લીમડાચોક, હાથીખાના, બેડીપરા, ગીત ગુર્જરી મેઇન રોડ અને કાલાવડ રોડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. ખાડા બુરવા ₹5.24 કરોડના ખર્ચે જેટ પેચર મશીનનો ઉપયોગ થશે ચોમાસામાં બિસ્માર બનેલા રસ્તાઓ પર ખાડા પૂરવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ત્રણેય ઝોન માટે ₹5,24,15,167ના ખર્ચે જેટ પેચર મશીનથી કામગીરી કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ ટેકનોલોજી હેઠળ 36 હજાર ચોરસ મીટરના રસ્તાઓ પર પોટહોલ્સ રીપેર કરાશે. સામાન્ય રીતે આ કામગીરી ચોમાસા બાદ થતી હોય છે, પરંતુ આ વર્ષે ચાલુ વરસાદે જ સમારકામ શરૂ કરવા આદેશો આપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    હળવદ-સરા રોડ પર વાહનવ્યવહાર પૂર્વવત થયો:કોઝવે પરથી પૂરના પાણી ઓસરતા તંત્રએ માર્ગ ખુલ્લો મુક્યો
    Next Article
    "Tried Our Best": Boy, 6, Drowns In 15-Foot Pit While Playing Cricket At Noida Housing Complex

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment