Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    19 ઓગસ્ટનું અંકફળ:અંક 1 અને અંક 2ના જાતકોએ બાળકોને યથાશક્તિ વસ્ત્રોનું દાન કરવું, અંક 5ના જાતકોએ આજે કોઈના ઉપર વિશ્વાસ કરવો નહીં

    1 day ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારના સમયે કાર્યો સમયસર પૂરા થઈ શકશે નહીં. આ પરિસ્થિતિ બપોરના આરંભથી સમાપ્ત થઈ જશે. આવકમાં વધારો થશે અને પ્રસન્નતા પ્રાપ્ત થશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે. પરિવારમાં કોઈ આયોજન થવાની સંભાવના છે. સાંજે વિશેષ લાભ પ્રાપ્ત થવાના સંકેત છે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત કરવાની તક મળશે. ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે. નવા કાર્યો મળશે અને પ્રયોગો સફળ થશે. કરિયર: વેપારમાં નુકસાનથી બચી જશો. નોકરીમાં કાર્ય પરિવર્તન થઈ શકે છે. લવ: પ્રેમી સાથી પ્રત્યેનો અનુરાગ સમાપ્ત થશે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 2 - 3 - 9 લકી કલર: લાલ શું કરવું: બાળકોને યથાશક્તિ વસ્ત્રોનું દાન કરો. સ્પષ્ટતાથી કામ કરવું પડશે, પોતાની વાતમાં સ્પષ્ટતા રાખો, સંકોચ કરવાથી કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. બપોર પછી આર્થિક આધાર મજબૂત બનશે અને સંપત્તિથી લાભના એંધાણ બનશે. સાંજે સુખ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ કોઈના પર કરેલો વિશ્વાસ દગો આપી શકે છે. નજીકના લોકો સાથે વૈચારિક મતભેદ પણ ઉભરી શકે છે. કરિયર: વેપારમાં કડક નિયંત્રણ રાખવું પડશે. નોકરીમાં પ્રમોશનની તક પ્રાપ્ત થશે. લવ: વૈવાહિક સુખમાં કમી આવશે. પ્રેમમાં નારાજગી રહેશે. લકી નંબર: 2 - 4 - 8 લકી કલર: સફેદ શું કરવું: ગરીબોને યથાશક્તિ અનાજ, વસ્ત્ર અને પગરખાંનું દાન કરો. આ સમય શાંતિથી રહેવાનો છે. વિવાદોથી દૂર રહો આવકમાં કમી આવી શકે છે. સલાહ લીધા વિના કોઈ કામ ન કરવું. બપોરે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. આવકના બાબતોમાં કમી આવી શકે છે. વ્યસ્તતા વધારે રહેશે. સાંજે ફરી પરિસ્થિતિઓમાં સુધારો થશે. સમય વિશેષ ફળદાયી રહેશે. આ દરમિયાન કોઈ મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન થઈ શકે છે. આવકમાં સુધારા સાથે સહયોગ પણ પ્રાપ્ત થશે. કરિયર: નોકરીમાં વ્યસ્તતા રહેશે. વ્યાપારિક લાભમાં વધારો થશે. લવ: પ્રેમ પ્રસ્તાવ બાબતે સંભાળવું, હાલ પૂરતો ટાળવો અને વૈવાહિક જીવનમાં શાંતિ રહેશે. લકી નંબર: 2 - 3 - 7 લકી કલર: આસમાની શું કરવું: અસહાય લોકોને વસ્ત્રોનું દાન કરો. સવારના સમયે બગડેલી બાબતો સંભાળી શકાશે અને આવકના મામલામાં સુધારો આવશે. નવા લોકો સાથેની મુલાકાત ફાયદાકારક રહેશે. શાબ્દિક વિવાદો થઈ શકે છે, પરંતુ ત્યારબાદ મોટી સફળતા મળવાનો યોગ છે. બપોરનો સમય સારો રહેશે. કાર્ય વિસ્તારની સાથે આવકમાં વધારો થશે. સાંજનો સમય આવક પ્રાપ્તિ માટે સર્વશ્રેષ્ઠ રહેશે. કરિયર: વેપારમાં નવા સ્ત્રોત પ્રાપ્ત થશે અને નોકરીમાં પ્રમોશન વગેરેની તક મળશે. લવ: નવા સાથીની શોધ પૂર્ણ થશે. લગ્ન યોગ્ય લોકોને પ્રસ્તાવ મળી શકે છે. લકી નંબર: 2 - 6 - 8 લકી કલર: પીળો શું કરવું: ગરીબોને ચોખા - દાળનું દાન કરો. સવારનો સમય સારું ફળ આપનારો રહેશે, પરંતુ સાવધાન રહેવાનો સંકેત પણ આપે છે. દરેક વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો. સલાહ લઈને જ કોઈ કામ કરવું. દિવસનો સમય સારો રહેશે. કાર્યમાં સુધારો રહેશે. મન પ્રસન્ન રહેશે. અજાણ્યો ભય કે ચિંતા પણ રહી શકે છે. સાંજે મુશ્કેલી આવવાની સંભાવના નથી. લાલચ આપનારી સ્કીમોથી દૂર રહો. વિદ્યાર્થીઓ યોગ્યતા મુજબ ગુણ પ્રાપ્ત કરવામાં સફળ થશે અને મિત્રો વચ્ચે તણાવ ઉભરી શકે છે. કરિયર: વેપારમાં સહજતા અને સતર્કતા રાખવી પડશે. નોકરીમાં શિસ્ત ભંગ થઈ શકે છે. લવ: પ્રણય સંબંધોમાં વિવાદ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં સુખ જળવાઈ રહેશે. લકી નંબર: 2 - 4 - 9 લકી કલર: લીલો શું કરવું: ઘરની બાળકીઓને ભેટ અર્પણ કરો. આરંભ ચિંતાનું કારણ બની શકે છે. નકામી મૂંઝવણો થઈ શકે છે. આવક ઓછી થશે. કાર્યમાં અવરોધ આવશે. બપોર પછી પરેશાનીઓનો અંત આવશે અને આવકના મામલામાં વધારો થશે. કોઈ મોટું કાર્ય સંપન્ન થઈ શકે છે. કોર્ટ - કચેરી અને વિવાદિત મામલાઓમાં વિજય પ્રાપ્ત થશે. ઘરના લોકો તરફથી સહયોગ પ્રાપ્ત થશે અને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થવાના યોગ છે. કરિયર: નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓ પરેશાન કરી શકે છે. વેપાર માટે ઉત્તમ સમય છે. લવ: માતા-પિતાનો સ્નેહ પ્રાપ્ત થશે. સંતાન તરફથી પણ સુખ પ્રાપ્ત થશે. લકી નંબર: 2 - 7 - 4 લકી કલર: કથ્થઈ શું કરવું: બહેનને અથવા બહેન સમાન પરિચિત સ્ત્રીને વસ્ત્રદાન કરો. આ સમય સંભાળીને રહેવાનો છે. ધન અને પોતાની સુરક્ષાનો સમય છે. વિવાદિત બાબતોથી દૂર રહો. કાર્યસ્થળ પર જૂની ભૂલો સામે આવી શકે છે. સમયસર ઘરે આવવાનો પ્રયાસ કરો અને એકલા ફરવાથી બચો. કોર્ટ-કચેરીના મામલાઓને પેન્ડિંગ રાખવા વધુ સારા રહેશે અને કાર્યસ્થળ પર સતર્ક રહેવું શ્રેષ્ઠ રહેશે. સાંજે પોતાને વધુ સારી સ્થિતિમાં અનુભવશો. કરિયર: વેપારમાં અજાણ્યા લોકો સાથે લેવડ-દેવડનો વ્યવહાર ન કરવો. લવ: પ્રેમ વ્યક્ત કરવાનો આ સાચો સમય નથી. વૈવાહિક સાથીનો સહયોગ મળશે. લકી નંબર: 2 - 5 - 8 લકી કલર: જાંબલી શું કરવું: ગરીબોને જૂના વસ્ત્રો અને ભોજનનું દાન કરો. અટકેલા કાર્યો પૂરા થશે અને રજાઓમાં પ્રવાસે જવાની તક મળશે. કાર્યશૈલીમાં સુધારો થશે અને નવી લાભદાયી યોજનાઓ મળશે. સ્વજનો સાથે મુલાકાત થશે. બપોરે આવકના મામલા ચિંતામાં મૂકી શકે છે. ભ્રમિત કરનારા સમાચાર પણ મળી શકે છે. સાંજે પરિસ્થિતિ ફરી મજબૂત થઈ જશે. આવકમાં સુધારો થશે. પ્રસન્નતા જળવાઈ રહેશે. કરિયર: કારોબારમાં આવી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે. લવ: પ્રેમી સાથી તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે છે. લકી નંબર: 2 - 6 - 9 લકી કલર: વાદળી શું કરવું: વડીલોને ઈમરતીનું દાન કરો. ધન સંચયની કમી પરેશાન કરી શકે છે. બિનજરૂરી ખર્ચ થશે અને આવકના સાધનો નબળા પડવાના યોગ છે. બપોરનો સમય કંઈક ફાયદો પણ કરાવી શકે છે. પરિવાર સહયોગ આપશે અને મિત્રો પણ અનુકૂળ રહેશે. દેવું કે લોન લેવાથી બચવું. સાંજે સમસ્યાઓ સલાહ લઈને ઉકેલવાનો પ્રયાસ કરવો, સહયોગ મળશે. કરિયરઃ નોકરી કરાનારાઓને લાભ થવાના યોગ છે. કારોબારમાં સમસ્યાઓ સમાપ્ત થશે. લવ: પ્રેમમાં કષ્ટ મળી શકે છે. બીજાના દખલથી વિવાદ થશે. લકી નંબર: 2 - 4 - 7 લકી કલર: મરૂન શું કરવું: પશુ - પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરો.
    Click here to Read More
    Previous Article
    19 ઓગસ્ટનું ટેરો રાશિફળ:મિથુન જાતકો પોતાની પ્રાથમિકતા નક્કી કરે, અન્ય લોકોના દબાણમાં ન આવવું, સિંહ જાતકોનું મન પ્રસન્ન રહેશે
    Next Article
    બુધવારનું રાશિફળ:સિંહ, તુલા સહિત 4 રાશિને અણધાર્યા ધનલાભના યોગ, વૃશ્ચિક રાશિને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના સંકેત

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment