Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને વેપારી સાથે 18.87 લાખની ઠગાઈ:વડોદરામાં બેંક કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી વિશ્વાસ કેળવ્યો, OTP મેળવીને લાખો ટ્રાન્સફર કર્યા

    12 hours ago

    વડોદરાના મકરપુરામાં લાકડાના વેપાર કરતાં 37 વર્ષીય વેપારીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની લાલચ આપી સાયબર ઠગોએ રૂ.18.87 લાખ પડાવી લીધા હતા. છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઠગોએ પોતે એક્સિસ બેંક, મુંબઈના કર્મચારી સીતારામ સૈની હોવાની ઓળખ આપી વેપારીને વિશ્વાસમાં લીધો હતો. ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની ઓફર આપીને વેપારીને ઠગ્યા તરસાલી વિસ્તારમાં રહેતા વેપારીના ફોન પર 31 જુલાઈએ અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની ઓફર આપી હતી. ત્યારબાદ વોટ્સએપ પર એક લિંક મોકલી રૂ.4,500 કેશબેકની ઓફર હોવાનું જણાવી લિંક ખોલાવી હતી. વેપારીએ લિંક મારફતે બેંકની વિગતો ભરી હતી.બીજા દિવસે ઠગે વેપારીને ફોન કરી રૂ.2 લાખ સુધીની ક્રેડિટ લિમિટ વધારી આપવાની વાત કરી હતી. આ માટે ડેબિટ કાર્ડની વિગતો તથા OTP માંગતા વેપારીએ વિશ્વાસમાં આવી માહિતી આપી દીધી હતી. અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.18.87 લાખ ઉપાડી લીધા બાદમાં બેંક ખાતું બ્લોક થયું હોવાનું જણાવી કથિત કસ્ટમર કેર નંબર પર ફોન કરાવ્યો હતો અને વધુ માહિતી મેળવી હતી. તા.3 ઓગસ્ટે વેપારીએ બેંક એપમાં તપાસ કરતાં રૂ.3 લાખનું અજાણ્યું ટ્રાન્ઝેક્શન થયેલું હોવાનું જણાયું હતું. ત્યારબાદ તપાસ કરતાં તા.1થી 6 ઓગસ્ટ દરમિયાન અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.18.87 લાખ ઉપાડી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. વેપારીએ સાયબર ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આ ઉપરાંત વેપારીની બે FD પણ તેની જાણ બહાર તોડવામાં આવી હતી અને ઠગોએ અલગ-અલગ ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાના અહેસાસ થતાં વેપારીએ બેંકને જાણ કરી તમામ ખાતા અને ડેબિટ કાર્ડ બ્લોક કરાવ્યા હતા. વારંવાર ફોન કરવા છતાં ફોન પણ બંધ આવતો હોય વેપારી દ્વારા તા.7 ઓગસ્ટે 1930 સાયબર હેલ્પલાઇન પર પણ ફરિયાદ કરવામાં આવી હતી. વેપારીએ સાયબર છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ નંબરો, વોટ્સએપ એકાઉન્ટ, શંકાસ્પદ લિંક, બેંક ખાતાઓ અને સંકળાયેલા તમામ વ્યક્તિઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘4 વર્ષથી સેવા છતાં માસિક ₹ 30 હજાર વેતન નથી’:પોષણ શક્તિ નિર્માણ યોજનાના 96 હજાર કર્મચારીની સરકાર સમક્ષ 6 માગ, પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી
    Next Article
    સોમનાથમાં 12 ફૂટ ઊંચા ઓટલા પર જોડિયા શિવલિંગો:વ્યોમેશ્વર-અમરેશ્વર શ્રાવણ માસમાં જપ-તપ માટે તીર્થોત્તમ ધામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment